Book Title: Bhartiya Tarkikoni Pratyaksha Vishyak Charcha
Author(s): Nagin J Shah
Publisher: Z_Bharatiya_Tattva_gyan_001201.pdf

View full book text
Previous | Next

Page 3
________________ ૧૭૬ ભારતીય તત્વજ્ઞાન ઇન્દ્રિયાર્થસગ્નિકર્ષજન્ય જ્ઞાન તે તે સ્મૃતિવિરોષનું ઉબોધક બનીને ઉક્ત અર્થના તે તે સ્વરૂપવિશેષના નિશ્ચાયક જ્ઞાનનું નિમિત્ત બને છે. આ માન્યતા ન્યાય-વૈશેષિક તથા. જેન તાર્કિકોની જ નથી બલકે બૌદ્ધ તથા મીમાંસક તાર્કિકોની પણ છે. આ ઇન્દ્રિયાર્થસત્રિકર્ષજન્ય જ્ઞાનને નિર્વિકલ્પક તથા આ સ્વરૂપવિરોષનિશ્ચાયક જ્ઞાનને સવિકલ્પક માનવાની બાબતમાં પણ આ બધા તાકિકો એકમત છે. હા, એટલું અવશ્ય છે કે બૌદ્ધ તાર્કિક આ નિર્વિકલ્પક જ્ઞાનને જ 'પ્રત્યક્ષ સંજ્ઞા આપે છે અને આ સવિકલ્પક જ્ઞાનને પ્રત્યક્ષપૃષ્ઠભાવી વિકલ્પ અથવા સાંવૃત” માત્ર કહે છે, જ્યારે જૈન તાર્કિક આ સવિકલ્પક જ્ઞાનને જ “પ્રત્યક્ષ સંજ્ઞા આપે છે અને નિર્વિકલ્પક જ્ઞાનને દર્શન માત્ર કહે છે. આ બન્નેયથી ઊલટું, ન્યાય-વૈશેષિક તથા મીમાંસક તાર્કિક આ નિર્વિકલ્પક જ્ઞાનને નિર્વિકલ્પક પ્રત્યક્ષ અને સવિકલ્પક જ્ઞાનને ‘સવિકલ્પક પ્રત્યક્ષ સંજ્ઞા આપે " છે. આવી દશામાં સવિકલ્પક પ્રત્યક્ષને, જે અનિવાર્યરૂપે સ્મૃતિસાપેક્ષ છે, જ્ઞાનાન્તરનિરપેક્ષ ન કહી શકાય. તેથી સવિકલ્પક પ્રત્યક્ષને જ એકમાત્ર પ્રત્યક્ષ માનનાર અને સ્મૃતિને પ્રમાણાન્તર ગણનાર હેમચંદ્ર “પ્રમાણાન્તરનિરપેક્ષ જ્ઞાનને પ્રત્યક્ષના લક્ષણરૂપે ન આપી શકે. આ રીતે ગંગેશ પણ “શાનાકરણક જાન’ આ પ્રત્યક્ષલક્ષણને સવિફલ્પક પ્રત્યક્ષ ઉપર લાગુ નહિ કરી શકે. ગંગેશે આ પ્રકારની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને જ પ્રત્યક્ષજનનમાં સ્મૃતિની ભૂમિકાના પ્રશ્ન પર મૌન ધારણ કર્યું છે તેથી જ્ઞાનાન્તરનિરપેક્ષ પદને સ્થાને “જ્ઞાનાકરણક' પદને પોતાના પ્રત્યક્ષલક્ષણમાં દાખલ કર્યું છે. ગંગેશ એવી રીતે વાત કરે છે જાણે નિર્વિકલ્પક પ્રત્યક્ષ સ્વતઃ (અર્થાત્ સ્મૃતિની સહાયતા વિના જ) સવિકલ્પક પ્રત્યક્ષને જન્મ દેતું ન હોય! જો એમ કહો કે સવિકલ્પક પ્રત્યક્ષજનનોયોગી સ્મૃતિને ગંગેશ “નિર્વિકલ્પક પ્રત્યક્ષ માં અન્તભૂત માને છે તો એ પ્રશ્ન ઊભો થાય કે ઋતિસાપેક્ષ સવિકલ્પક પ્રત્યક્ષ પ્રમાણ તથા સ્મૃતિસાપેક્ષ અનુમાન, ઉપમાન તેમ જ શબ્દ પ્રમાણોની વચ્ચે તાત્ત્વિક અન્તર શું રહ્યું ? એમ કહી શકાય કે સવિકલ્પક પ્રત્યક્ષની કારણભૂત સ્મૃતિનું કારણ કોઈ જ્ઞાનવિશેષ ન હોઈ ઇન્દ્રિયાઈસન્નિકર્ષ માત્ર છે (અર્થાત્ એમ કે સવિકલ્પક પ્રત્યક્ષનું કારણ ભલે સ્મૃતિરૂપ જ્ઞાનવિશેષ હો પરંતુ એનું કારણ કોઈ વિશેષ નથી) જ્યારે અનુમાન, ઉપમાન, તથા શબ્દપ્રમાણોને વિશે આમ ન કહી શકાય; પરંતુ આ કહેવું એટલા માટે સંગત નહિ થાય કેમ કે ઈન્દ્રિયાર્થસમિકર્ષ સ્મૃતિનું જનન સાક્ષાત્ ન કરતાં ઉક્ત અર્થવિષયક અનુભૂતિના જનન દ્વારા કરે છે. વસ્તુતઃ ઇન્દ્રિયાસન્નિકર્ષજન્ય આ અર્થવિષયક અનુભૂતિ જ પ્રાચીન ભારતીય તાર્કિકોનું નિર્વિકલ્પક જ્ઞાન છે, અને આ નિર્વિકલ્પક જ્ઞાન જ સ્મૃતિવિરોષના ઉબોધ દ્વારા સવિકલ્પક જ્ઞાનને જન્મ દે છે. કહેવાનો આશય એટલો જ છે કે ઇન્દ્રિયાસત્રિકર્ષ તથા સવિકલ્પક જ્ઞાનની વચ્ચે બે કડીઓના સ્થાને એક કડીની કલ્પના કરવાનો ગંગેશનો પ્રયત્ન સફળ નથી, યોગ્ય નથી. એટલે, સરળતા પ્રત્યક્ષોત્પત્તિની પ્રક્રિયામાં નિમ્ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11