Book Title: Bhartiya Tarkikoni Pratyaksha Vishyak Charcha
Author(s): Nagin J Shah
Publisher: Z_Bharatiya_Tattva_gyan_001201.pdf

View full book text
Previous | Next

Page 9
________________ ૧૮૨ ભારતીય તત્વજ્ઞાન રીતે આપણા પોતાના સુખદુઃખાદિ મનોભાવના વિષયમાં આપણને થનારું નિર્વિકલ્પક ( = અનાયાસસિદ્ધ) જ્ઞાન એ મનોભાવોના સ્વરૂપનું નિઃ સંદિગ્ધભાવે શાપક છે. આમ યોગિજ્ઞાનને તથા મનોભાવવિષયક સ્વસંવેદનને નિર્વિકલ્પક, નિઃ સંદિગ્ધ તેમ જ સમગ્ર સ્વરૂપવિષયક કોટિનાં જ્ઞાનો માની બૌદ્ધ તાર્કિકોએ કલ્પના કરી કે અમુક અર્થના વિષયમાં થનારું ઇન્દ્રિયજ નિર્વિકલ્પક જ્ઞાન પણ એ અર્થના સમગ્રસ્વરૂપને વિષય કરતું પ્રમાણભૂત જ્ઞાન છે. આધુનિક તાર્કિક કહેશે કે આ સમસ્ત તણાને માટે બૌદ્ધ તાર્કિકોના યોગિફાનની સંભાવનામાં રહેલા વિશ્વાસને અને મનોભાવોના વિષયમાં તેમની અધૂરી સમજને જવાબદાર ગણવા જોઈએ. બૌદ્ધ તાર્કિકોએ 'કલ્પનાપોઢ ( = નિર્વિકલ્પક)શાન ને પ્રત્યક્ષનું લક્ષણ ગયું છે તથા તેમણે પ્રત્યક્ષના ચાર પ્રકાર માન્યા છે : (૧) ઇન્દ્રિયજ, (૨) સ્વસવેદન, (૩) યોગજ, (૪) માનસ. માનસપ્રત્યક્ષની કલ્પના આધુનિક માનસશાસ્ત્ર દ્વારા કલ્પિત after-cognition જેવી છે, અને જે કારણોને લઈને after-cogitionને perception પ્રકારવિરોષ નથી ગણવામાં આવતો તે જ કારણોને લઈને આ માનસપ્રત્યક્ષને પ્રત્યક્ષનો પ્રકારવિશેષ ન માનવો જોઈએ. જૈન તાર્કિકો પ્રત્યક્ષના બે પ્રકાર માને છે : (૧) મુખ્ય, (૨) સાંવ્યવહારિક મુખ્ય પ્રત્યક્ષમાં અવધિ, મનઃ પર્યાય અને કેવલ(= ત્રિવિધ યોગિન્નાન)નો સમાવેશ થાય છે, તથા સાંવ્યવહારિક પ્રત્યક્ષમાં ઈન્દ્રિયજ જ્ઞાન આવે છે. ગંગેશે પ્રત્યક્ષના બે પ્રકાર સ્વીકાર્યા છે : (૧) લૌકિક, (૨) અલૌકિક. લૌકિક પ્રત્યક્ષમાં ઈન્દ્રિયજ જ્ઞાન આવે છે અને અલૌકિક પ્રત્યક્ષના ત્રણ ભેદ પડે છે : (અ) સામાન્યલક્ષણ, (બ) જ્ઞાનલક્ષણ, (ક) યોગજ. સામાન્યલક્ષણ તથા જ્ઞાનલક્ષણ પ્રત્યક્ષોની ગંગેની કલ્પના નિરાળી છે. અમુક એક વસ્તુવિશેષવિષયક લૌકિક પ્રત્યક્ષને પરિણામે ઉત્પન્ન થનારું તજ્જાતીય સઘળી વસ્તુઓને વિષય કરનારું અલૌકિક પ્રત્યક્ષ સામાન્યલક્ષણપ્રત્યક્ષ છે, તથા અમુક ઇન્દ્રિયવિશેષથી સન્નિકૃષ્ટ વસ્તુના તે ઇન્દ્રિય દ્વારા ગ્રહણયોગ્ય નહિ એવા ધર્મવિરોષનું થનારું અલૌકિક પ્રત્યક્ષ તે જ્ઞાનલક્ષણપ્રત્યક્ષ છે (કારણ કે આ પ્રત્યક્ષનું નિમિત્ત છે એ વસ્તુના એ ધર્મવિશેષના વિષયનું થનારું ઇષ્ટ પ્રમાતાનું પૂર્વાનુભૂત જ્ઞાન). જેને આધુનિક માનસશાસ્ત્રમાં apperceptionની ઘટના કહેવામાં આવે છે તે ઘટનાની ઉપપત્તિ કરવા ગંગેશે જ્ઞાનલક્ષણપ્રત્યક્ષની કલ્પના કરી છે. કહેવાની જરૂર નથી કે આ બન્ને પ્રકારના અલૌકિક પ્રત્યક્ષની કલ્પના તર્કસંગત નથી. ૩ પી : " બીજાં કેટલાંક એવા જ્ઞાનોને પણ ફાનલક્ષણાપ્રત્યક્ષનાં ઉદાહરણ માનવામાં આવ્યાં છે જેમાં ઇન્દ્રિયાર્થસત્રિકર્ષ વિના જ ઈષ્ટ પ્રમાતાના કોઈ પૂર્વાનુભૂત જ્ઞાનનો ઉપયોગ થાય છે. જ્ઞાનાકરાણક જ્ઞાન” આ પ્રત્યક્ષલક્ષણને જ્ઞાનલક્ષણપ્રત્યક્ષ પર લાગુ કરવું કેટલું કઠણ છે તે તો સ્પષ્ટ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11