Book Title: Bhartiya Tarkikoni Pratyaksha Vishyak Charcha Author(s): Nagin J Shah Publisher: Z_Bharatiya_Tattva_gyan_001201.pdf View full book textPage 7
________________ ૧૮૦ ભારતીય તત્ત્વજ્ઞાન વિષય સર્વતોવ્યાવૃત્તરૂપથી અને શબ્દસંકેતનો વિષય અમુતોવ્યાવૃત્ત રૂપથી બને છે; પરંતુ આનો અર્થ એ થયો કે અર્થના વિશે પ્રત્યક્ષ વધુમાં વધુ એટલું જ્ઞાન કરાવી શકે કે અમુક દેશ-કાલમાં એ અર્થનું અસ્તિત્વ છે જ્યારે એ અર્થના અમુક ધર્મ( = પ્રકાર)ના વિરોનું જ્ઞાન કરવાને માટે આપણે અમુક શબ્દસંતનો આરારો લેવો પડશે. બૌદ્ધ તાર્કિકે માની લીધું કે જેમ અમુક શબ્દસંકેત અર્થના અમુક ધર્મનું જ્ઞાપન કરાવે છે અને તે દ્વારા એ અર્થની એ ધર્મશૂન્ય બધા જ અર્થોથી જે વ્યાવૃત્તિ તેનું જ્ઞાપન કરાવે છે, તેવી જ રીતે પ્રત્યક્ષ એ અર્થની સ્નેતર સમસ્ત અર્થોથી જે વ્યાવૃત્તિ તેનું જ્ઞાપન કરાવે છે અને તે દ્વારા એ અર્થના સ્વગત સમસ્ત ધર્મોનું જ્ઞાપન કરાવે છે. આ સમજ સ્પષ્ટતઃ ભ્રાન્ત છે અને એનું કંઈક ભાન સ્વયં બૌદ્ધ તાર્કિકોને હતું; એટલે જ તો એમણે પ્રત્યક્ષ દ્વારા થનાર એ અર્થના સર્વધર્મવિષયક જ્ઞાનને એ ધર્મોનું દર્શન કહ્યું તથા અમુક શબ્દસંકેત દ્વારા થનાર એ અર્થના અમુક ધર્મવિષયક જ્ઞાનને એ ધર્મનો નિશ્ચય કહ્યો. પરંતુ એ તો નિઃશંક છે કે પોતાની આ ભ્રાન્ત સમજને લઈને બૌદ્ધ તાર્કિકોએ પ્રત્યક્ષપૃષ્ઠભાવી વિકલ્પને અપ્રમાણ જાહેર કર્યો છે; કારણ કે એમણે એમ વિચાર્યું કે જ્યારે અર્થના સમસ્ત ધર્મોનું જ્ઞાન ( = દર્શનાત્મક જ્ઞાન) પ્રત્યક્ષ કરાવી જ દે છે તો પછી પ્રત્યક્ષપૃષ્ઠભાવી વિકલ્પ દ્વારા થનારું એ અર્થના અમુક ધર્મોનું જ્ઞાન (=નિશ્ચયાત્મક જ્ઞાન) પિષ્ટપેષણ હોઈને પ્રમાણ કેમ લેખી શકાય ? પરંતુ હમણાં જ આપણે જોયું તેમ, પ્રમાણ-અપ્રમાણનો ભેદ નિશ્ચયકારી જ્ઞાનોની વચ્ચે જ કરી શકાય, જ્યારે ઇન્દ્રિયાનુભૂતિ એ કોઈ નિશ્ચયકારી જ્ઞાન નથી; આવી પરિસ્થિતિમાં ઔદ્ધ તાર્કિકોએ ઇન્દ્રિયાનુભૂતિને પ્રત્યક્ષ પ્રમાણ કહેવી અને પ્રત્યક્ષપૃષ્ઠભાવી વિકલ્પને અપ્રમાણ કહેવો એ તો વસ્તુસ્થિતિને સાવ ઊલટી જોવા બરાબર છે. જ્ઞાનપ્રાપ્તિની પ્રક્રિયામાં ઇન્દ્રિયાનુભૂતિ એક વિકલ્પપૂર્વભાવી સોપાન હોઈને એને નિર્વિકલ્પક કહેવી એ તો ઠીક જ છે, પરંતુ એની એ નિર્વિકલ્પકતાને કારણે એને ‘પ્રમાણ’ સંજ્ઞાથી જ નહિ પણ એ સંજ્ઞાની યોગ્યતાથી પણ વંચિત રહેવું પડશે. જેન તાર્કિકોએ નિર્વિકલ્પક જ્ઞાનને કોઈ પણ રીતે પ્રમાણ નહિ માનીને યોગ્ય જ કર્યું છે, તથા સારતઃ આ જ દૃષ્ટિકોણ ન્યાયવેરોષિક અને મીમાંસક તાર્કિકોનો હોય એમ લાગે છે. હા, ગંગેશે ‘જ્ઞાનાક઼રણક જ્ઞાનને અને હેમચંદ્રે 'પ્રમાણાન્તરનિરપેક્ષ જ્ઞાનને પ્રત્યક્ષના લક્ષણરૂપે પ્રસ્તુત કર્યું તેમાં નિર્વિકલ્પક જ્ઞાન જ પ્રત્યક્ષ પ્રમાણ છે એ બૌદ્ધ સિદ્ધાંતનો પ્રભાવ વરતાય છે; પરંતુ આપણે જોયું તેમ, ગંગેરા અને હેમચન્દ્રનાં આ લક્ષણો ૨. રાખ્તસંકેત દ્વાશ થનારા અર્થવિષયક જ્ઞાનને પ્રમાણકોટિમાં (હો કે પ્રમાણકોટિની સમીપ) લાવવાના ઉદ્દેશ્યથી એની ગૃહીતગ્રાહિતાને દૂર કરવાનો પ્રયત્ન પણ બૌદ્ધ તાર્કિકોએ ર્યો છે. ઉદાહરણાર્થે, એમણે કહ્યું કે પ્રત્યક્ષ અને રાખ્તસંકેત ખન્નેય અર્થ વિશે જ જ્ઞાન કરાવે છે, ફેર માત્ર એટલો જ કે પ્રત્યક્ષ તેનું જ્ઞાન વિધિરૂપથી કરાવે છે જ્યારે શબ્દસંકેત તેનું જ્ઞાન અતર્ધ્યાવૃત્તિરૂપે કરાવે છે, પરંતુ જ્યારે બૌદ્ધ તાર્કિકોને મતે વિભિન્ન અર્થોને એક શબ્દથી અભિહિત કરવાનું કારણ તે અર્થોનો સદશ કાર્યકારણભાવ છે તો પછી શબ્દસંત દ્વારા થનારું અર્થવિષયક જ્ઞાન વિધિપ નહિ પણ માત્ર અતવ્યાવૃત્તિરૂપ એ કઈ રીતે બને ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11