Book Title: Bhartiya Tarkikoni Pratyaksha Vishyak Charcha
Author(s): Nagin J Shah
Publisher: Z_Bharatiya_Tattva_gyan_001201.pdf

View full book text
Previous | Next

Page 2
________________ ભારતીય તાર્કિકોની પ્રત્યક્ષવિષયક ચર્ચા ૧૭૫ પ્રકારવિરોષ માનીને ચાલ્યા છીએ, કારણ કે ઈશ્વરજ્ઞાનની કલ્પના પણ યોગિજ્ઞાનની જેમ ઈન્દ્રિયાજન્ય, નિર્વિકલ્પક તથા અવ્યભિચારીના રૂપમાં કરવામાં આવી છે.) કંઈક આવી જાતની સમસ્યા - જો કે તદ્દન ભિન્ન કારણોને લઈને – જૈન દાર્શનિકોની સમક્ષ પણ ઉપસ્થિત થઈ. જૈનોની આગમિક માન્યતા અનુસાર તે જ જ્ઞાન પ્રત્યક્ષ કહેવાય જેને પ્રાપ્ત કરવામાં આત્માને કોઈ પણ ઉપકરણની જરૂર ન પડે. અનુમાન, ઉપમાન, તથા શબ્દ જેવાં સવિય જ્ઞાનોના વિષયમાં કહેવાયું છે કે તેમને પ્રાપ્ત કરવા આત્માને મનની સહાયતાની આવશ્યક્તા રહે છે, તથા ઇન્દ્રિયપ્રત્યક્ષને વિશે કહ્યું છે કે તેને અર્જિત કરવા આત્માને ઇન્દ્રિયોની મદદ લેવી પડે છે. આ રીતે જૈન દાર્શનિકોને મતે અવધિ, મનઃપર્યાય અને કેવલ આ ત્રણ પ્રકારનાં જ્ઞાન જ (જેમને સરળતા ખાતર અમે યોગિજ્ઞાનના ત્રણ પ્રકાર માનીને ચાલીએ છીએ) પ્રત્યક્ષ કહેવાવાને અધિકારી છે. પરંતુ ઇન્દ્રિયાર્થસન્નિષ્કર્ષજન્ય જ્ઞાનને પ્રત્યક્ષાન્તર્ભૂત ન માનવું એ કંઈ સરળ કામ ન હતું. એટલે જૈન દાર્શનિકોની સામે પણ સમસ્યા આવી કે પ્રત્યક્ષનું એક એવું લક્ષણ બનાવવું જે યોગિજ્ઞાન તથા ઇન્દ્રિયપ્રત્યક્ષ બન્નેયને લાગુ પાડી શકે. આમ આપણે જોઈએ છીએ કે નૈયાયિક (અને એમના સમાનતન્ત્રીય વૈશેષિક) કાર્શનિકો સામે તેમ જ જૈન દાર્શનિકો સામે ભલે જુદાં જુદાં કારણોને લઈને હો પણ એક જ સમસ્યા આવીને ખડી થઈ અને તે એ કે પ્રત્યક્ષનું એક એવું લક્ષણ બનાવવું જે યોગિજ્ઞાન તથા ઇન્દ્રિયપ્રત્યક્ષ બન્નેયને લાગુ પડે. મીમાંસા દાર્શનિકોની સમક્ષ આ સમસ્યા એટલા માટે ઉપસ્થિત ન થઈ કેમ કે તેમને યોગિજ્ઞાનની સંભાવનામાં જ વિશ્વાસ ન હતો (અને ઈશ્વરના અસ્તિત્વમાંય ન હતો). ન્યાય-વૈરોષિક તથા જૈન તાર્કિકોએ પ્રત્યક્ષલક્ષણપ્રણયનની સમસ્યાનો ઉકેલ લાવવા અનેક રીતે પ્રયાસ કર્યો છે. કેટલાક તાર્કિકોએ તો પ્રત્યક્ષના પર્યાયવાચી કોઈ શબ્દવિરોષને જ પ્રત્યક્ષનું લક્ષણ ગણી લીધું. ઉદાહરણાર્થ, સિદ્ધસેન દિવાકરે તેમ જ ભાસર્વજ્ઞે ‘અપરોક્ષ જ્ઞાન'ને અને ઉદ્દયનાચાર્યે ‘સાક્ષાત્કારિ જ્ઞાન'ને પ્રત્યક્ષના લક્ષણરૂપે પ્રસ્તુત કર્યું. કેટલાક જૈન તાર્કિકોએ (ઉદાહરણ તરીકે અકલંક, હેમચંદ્ર અને યશદેવિજયજીએ) ‘વિશદ અથવા સ્ફુટ જ્ઞાન’ને પ્રત્યક્ષના લક્ષણરૂપે આપ્યું; પરંતુ આ કંઈ સમસ્યાનું સમાધાન ન હતું કારણ કે ત્યારે પ્રશ્ન ઊઠે છે કે ‘વિશદતા અથવા સ્ફુટતા’ની શાસ્ત્રીય પરિભાષા શી હોઈ શકે ? અક્લકે ‘અનુમાનાદિની અપેક્ષાએ એક વિશિષ્ટ કોટિની અર્થપ્રતીતિ’ને વિશદતાનું લક્ષણ ગણ્યું, પરંતુ આ માનવું ‘અપરોક્ષ જ્ઞાન’ને પ્રત્યક્ષનું લક્ષણ માનીએ એના જેવું જ છે. ગંગેરો ‘જ્ઞાનાકરણક જ્ઞાન’ને તથા હેમચંદ્રે ‘પ્રમાણાન્તરનિરપેક્ષ જ્ઞાન'ને પ્રત્યક્ષના લક્ષણરૂપે આપ્યું છે; આ બન્ને લક્ષણ તત્ત્વતઃ સમાન છે પરંતુ એમને સવિકલ્પ પ્રત્યક્ષ પર લાગુ પાડવામાં મુશ્કેલી પડે છે (જો કે ગંગેશ અને હેમચંદ્ન બન્નેય સવિ૫કોટિના પ્રત્યક્ષની સંભાવના સ્વીકારે છે). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11