Book Title: Bharatna Mukhya Jain Tirtho Author(s): Mahendrabhai Golwala Publisher: Mahavir Shruti Mandal View full book textPage 7
________________ જીવનમાં અપ્રતિમ સાહસ ઉધોગમાં અદ્વિતીય સિદ્ધિ અને પુરુષાર્થભરી પ્રેરજ્જાથા સમાન શ્રી યુ. એન. મહેતા સામાન્ય રીતે વ્યક્તિનું જીવન આસપાસના અનુકૂળ સંજોગોને પરિણામે ઘડાતું હોય છે. કેટલીક વ્યક્તિ કપરા સંજોગોનો સામનો કરીને પણ આગળ વધે છે. આવી વ્યક્તિઓમાં એક પાલનપુરના સાહસિક ઉદ્યોગપતિ શ્રી યુ એન મહેતાને માત્ર “સાહસિક ઉદ્યોગવીર” તરીકે જ ઓળખાવી શકાય નહીં, બબ્બે તેઓ સાચા અર્થમાં “સાહસિક જીવનવીર” છે. આનું કારણ એ કે એમણે જીવનમાં એક નહીં પણ અનેક અવરોધોનો સામનો કરીને અસાધારણ સિદ્ધિ મેળવી છે. એમના પૂર્વજોમાં કોઈએ વેપાર ઉદ્યોગમાં કામ કર્યું નહોતું. આથી શ્રી યુએન.મહેતાને કોઈનાય પીઠબળ વિના જીવનમાં નવો ચીલો ચીતરવાનો આવ્યો. એથી ય વધુ ઉદ્યોગ માટે સારું એવું મૂડી રોકાણ જોઈએ, જ્યારે એમની પાસે એટલી મૂડી ન હતી. આ બધાથી વિશેષ તો એમને એવી બિમારી લાગુ પડી જેને વિશે નામાંકિત ડોક્ટરોએ એવું ભવિષ્ય ભાખ્યું કે તેઓનું આયુષ્ય અલ્પ છે. આવા મૃત્યુના ભયને પાર કરીને. એમણે અવિરત જીવન સંઘર્ષ અને વ્યવસાયની વિકાસયાત્રા ચાલુ રાખી. જેને પરિણામે આજે “ટોરેન્ટ લેબોરેટરીઝ”ની નામના સર્વત્ર જાણીતી છે. આથી માત્ર ઉદ્યોગમાં જ સાહસ નહીં બલ્ક જીવનમાં સાહસ અને હિંમતનું અનુકરણીય ઉદાહરણ શ્રી યુ.એન.મહેતાબની રહ્યા છે. શ્રી યુ.એન.મહેતાનો (ઉત્તમલાલ એન. મહેતા) જન્મ ૧૯૨૪ની ૧૪ મી જાન્યુઆરીએ બનાસકાંઠા જિલ્લાના મેમદપુર ગામમાં થયો. માતા કંકુબેન અને પિતા નાથાભાઈ પાસેથી ધર્મના સંસ્કાર મળ્યા. પાલનપુરમાં હાઈસ્કૂલનો અભ્યાસ કર્યો. વધુ અભ્યાસ માટે મુંબઈ ગયા અને મુંબઈમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં રહીને વિલ્સન કોલેજમાં ભણ્યા. બી.એસ.સી. થયા પછી ૧૯૪૫ થી ૧૯૫૮ સુધી અમદાવાદમાં વિખ્યાત દવા બનાવનારી કંપની મેસર્સ સેન્ડોઝ લિમિટેડની શાખામાં કામ ક્રયું. ૧૯૫૯માં “ટ્રિનિટી લેબોરેટરીઝ” નામે દવાની કંપની શરૂ કરી. આપબળે આગળ વધવાની ધગશ હતી અને વ્યવસાયની અનેરી સૂઝ હતી. એમણે સામાન્ય પ્રકારની દવાઓ બનાવવાને બદલે વિશિષ્ટ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 434