Book Title: Bharatna Mukhya Jain Tirtho
Author(s): Mahendrabhai Golwala
Publisher: Mahavir Shruti Mandal

View full book text
Previous | Next

Page 10
________________ અને નિકાસ એ ત્રણેય ક્ષેત્રે સર્વોત્કૃષ્ટતાના ઘણા એવોર્ડ ટોરેન્ટ ગ્રુપને મળ્યા. આમાં શ્રી.યુએન.મહેતાના બાહોશ અને વિનયશીલ પુત્રો શ્રી સુધીર મહેતાઅને સમીર મહેતાઆવતા કંપનીની વિદેશ વ્યાપારની ઘણી નવી ક્ષિતિજો ઉઘડી ગઈ. આજે જગતના એકવીસ દેશોમાં ટોરેન્ટ લેબોરેટરીઝની દવાઓ નિકાસ થાય છે. જેમાં રશિયા, સિંગાપોર, થાઈલેન્ડ અને કેટલાક આફ્રિકન દેશોનો સમાવેશ થાય ટોરેન્ટ લેબોરેટરીઝની આ રોમાંચક જીવનગાથા અસાધારણ એ માટે છે કે આ સમયગાળા દરમ્યાન સાહસિક ઉદ્યોગપતિ યુએન.મહેતા ગંભીર બિમારીમાં સપડાયા હતા. ૧૯૭૭માંછેક અમેરિકા જઈને એની સારવાર લેવી પડી. જગતમાં કોઈકને જ થતો “એંજિઓ ઈમ્યુનો બ્લાસ્ટિક લિમ્ફ એડનોપથી” જેવો વિચિત્ર રોગ થયો. આવા રોગીનું આયુષ્ય પાંચેક મહિનાથી વધુ હોતું નથી એમ મનાય છે. આવી અંધકારપૂર્ણ અને નિરાશામય સ્થિતિમાં પણ શ્રી યુ.એન.મહેતા હિંમત હાર્યા નહીં, આ બિમારી વિશે ઊંડો અભ્યાસ કર્યો. અમેરિકાના નિષ્ણાંત ડોક્ટરોએ એના પર રિસર્ચ કર્યું. આ રોગના વિશ્વમાં નિષ્ણાંત ગણાતા. ડૉ.રોબર્ટ લ્યુક્સ અને ડૉ. એન.ડી.રાપાપોલની સલાહ મળી અને તેઓએ એમની અંગત સંભાળ લીધી. ઊંડી ધર્મઆસ્થા સાથે શ્રી યુ.એન.મહેતાઅમેરિકા ગયા. એમની ઈમ્યુનીટી શૂન્ય થઈ ગઈ હતી છતાં એમણે રોગ સામે ઝઝુમવાનું ચાલુ રાખ્યું અને અંતે સ્વસ્થ બનીને બહાર આવ્યા. એક સાહસિક ઉદ્યોગપતિ તરીકે કશીય મૂડી વિના માત્ર યોગ્ય વ્યાપારી લાઈન'ની પસંદગી અને તેના વિકાસની ખૂબી એ શ્રી યુએન.મહેતાની ઉદ્યોગપતિ તરીકેની અનોખી વિશેષતા ગણાય. મૂડી, પીઠબળ કે મહેનત કરવાનું સ્વાથ્ય ન હોય એ વ્યક્તિ ઉદ્યોગને માટે “અનફિટ” ગણાય. આ બધું હોવા છતાં શ્રી યુ.એન.મહેતા “ફીટેસ્ટ” સાબિત થયા. ' અનેકવિધ ઉદ્યોગોમાં અપૂર્વ સિદ્ધિ મેળવનાર ટોરન્ટ ગૃપના ચેરમેન તરીકે શ્રી યુ.એન.મહેતા આજે વિશ્વભરમાં નામના ધરાવે છે. એમણે માત્ર સંપત્તિ એકત્રિત કરી નથી બલ્ક એ સંપત્તિનો પ્રવાહ જનકલ્યાણના માર્ગે વહેવડાવ્યોછે. માનવજીવનનું કોઈપણ ક્ષેત્ર એવું નહીં હોય કે જ્યાં એમની દાનગંગાનો પુનિત પ્રવાહ પહોંચ્યો ન હોય. છાપીમાં આવેલી સ્કૂલમાં એમણે ઉદાર સખાવત કરી. એમની આગેવાની હેઠળ શાંતિચંદ્રસેવા સમાજે અનેક લોકકલ્યાણના કાર્યો કર્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 434