Book Title: Bhakti Rasa Jharana Part 2 Author(s): Abhaysagar Publisher: Prachin Shrutrakshak Samiti Kapadwanj View full book textPage 9
________________ છેલ્લે છેલ્લે વિક્રમની બારમgyanmandir@hobatirth.org ની ગુર્જર ભાષાનું ઘડતર વિકસવા માંડયું, પરિણામે સલમી સદીમાં અમુક ચોક્કસ સ્વરૂપમાં નિયત થયેલ ગૂર્જર ભાષાએ સત્તરમી સદીના પ્રારંભે મધુરતાભર્યું સ્વરૂપ લીધું. તે પ્રાસાદિક્તા–ગુણનો લાભ લઈ તે વખતના મહાપુરૂષોએ પરમાત્માની ભક્તિ તરફ સામાન્ય જનતાને વાળવા માટે રચેલ સ્તવન ચોવીશીઓ અને છૂટક ઢાળબંધ અનેક સ્તવને અસ્તિત્વમાં આવી રહ્યાં. વર્તમાનકાલીન ઈતિહાસના ઉપલબ્ધ સાધનના આધારે એમ પણ જાણવા મલ્યું છે કે – ગુર્જર ભાષાની આઘજનની રૂ૫ દેશ્ય અપભ્રંશભાષામાં સર્વ પ્રાચીન પ્રથમ કૃતિ તરીકે વિ.સં. ૧૨૪૧માં પૂ. આ. શ્રી શાલિભદ્રસૂરિ મહારાજે રચેલ “ભરત-બાહુબલિ રાસ” મનાય છે. પછી ઉત્તરોત્તર ભાષાકીય સુધારા-વધારા થતા ગયા. ભક્ત કવિ નરસિંહના કાળ પછી ગુજરાતી-ભાષાએ ચક્કસરૂપ પકડયું. એટલે તે ભાષાના માધ્યમે આપણા પરમપકારી ગીતાર્થ દશી આચાર્યો આદિ મુનિ–ભગવંત શ્રી વીતરાગ પ્રભુના અવર્ણનીય ગુણોની સ્તવના સ્તવને, વિશીઓ અને પદો દ્વારા કરવા માંડી. જેના અવલંબને મુમુક્ષુ પુણ્યાત્માઓ વિસરાઈ ગયેલ આત્મસ્વરૂપને ઓળખાવનારા મહાન ઉપકારી તીર્થકર ભગવંતોના અત્યભુત ઉદાત્તતમ લત્તર-ગુણને પિતાની ભાષામાં વ્યક્ત કરવારૂપે ભાવલાસ–પિષક રીતે સ્તવન વગેરેને આત્મશુદ્ધિના અનન્ય સાધન રૂપે અપનાવતા ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 864