Book Title: Bhakti Rasa Jharana Part 2
Author(s): Abhaysagar
Publisher: Prachin Shrutrakshak  Samiti Kapadwanj

View full book text
Previous | Next

Page 10
________________ આવું સ્તવન–સાહિત્ય એકધારું વિક્રમની પંદરમી સદીના ઉત્તરાર્ધથી જિનશાસનમાં સર્જાતું આવ્યું છે. સત્તરમી સદીના પ્રારંભ તે સર્જન પૂર બહાર ખીલીને અઢારમી અને ઓગણીસમી અને વીસમી સદીમાં ખૂબ સમૃદ્ધ બનવા પામ્યું છે. આવું સ્તવન સાહિત્ય ઉત્તમ-કક્ષાએ ટકી રહી અનેક ભવ્યાભાઓને ઉપકારી બનતું આવ્યું છે. આવા સાહિત્યનો બહુવિધ સંગ્રહ આરાધનામાં ખૂબ ભાવ વર્ધક બને તે આશયથી કરવાને શુભ સંકલ્પ ઘણા વખતથી હતો, કેમકે – ભૌતિકવાદી વિલાસપ્રચુર અર્થ–ગાંભીર્ય વગરના, વાસના પોષક શબ્દોની ચમક-ભભકવાળા, શ્રેત્રેન્દ્રિય –મધુર, કામસંજ્ઞા અને તેના સંસ્કારી વાતાવરણને સમર્થક એકવીસમી સદીના મોટા ભાગના સ્તવન–સાહિત્યથી શ્રી સંઘમાં માનસિક રીતે જામી રહેલ અનિષ્ટ વાતાવરણના ભાવી દુષ્પરિણામેની કલ્પનાથી ધ્રુજતા હૈયાને સાત્વના આપવા ઘણા વખતથી મથામણ ચાલતી કે– “શ્રમણ–પ્રધાન ચતુર્વિધ સંઘમાં કાળબળે આવેલી નિર્ણાયક-સ્થિતિનો ગેરલાભના પરિણામે ભક્તિરાગના નામે તેમજ એછવ-મહેન્સમાં શાસન-પ્રભાવનાના નામે લોક હેરીને અગ્રપદ જાયે-અજાણયે અપાતું જાય છે, તે ઉચિત નથી.” પણ નિષેધાત્મક વલણની સામે સક્રિય વલણના પ્રતિક તરીકે પૂર્વાચાર્યોની પ્રાચીન સ્તવન–ચોવિશીઓનાં પ્રાચીન ચાર-પાંચ પુસ્તક હૈયાના ઊંડાણમાં પડેલી ગૂઢતમ ઈચ્છાના બળે ૨૦૨૨ વર્ષથી સંગ્રહમાં વારંવાર હાથવગે થઈ રહેલાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 864