Book Title: Bhakti Rasa Jharana Part 1
Author(s): Abhaysagar
Publisher: Prachin Shrutrakshak  Samiti Kapadwanj

View full book text
Previous | Next

Page 10
________________ સુરત (નેમુભાઈ શેઠની વાડી, ગોપીપુરા)ના ચાતુર્માસમાં કરાવેલ શ્રી નમસ્કાર મહામંત્રની આરાધના પ્રસંગે અનેક પ્રાચીન જ્ઞાનભંડારાની ખંતભરી ૭-૮ વર્ષની ગષણું પછી વિસરાઈ ગયેલ અનેક પ્રાચીન શાસ્ત્રીય-પરંપરાની વિગતો ૩૦-૪૦ હ. લિ. પ્રતોના આધારે સંકલિત કરી તૈયાર કરેલ પુસ્તકની ત્રીજી આવૃત્તિરૂપે પ્રકટ થયેલ. આવું જ મહત્ત્વપૂર્ણ આ બીજું પ્રકાશન અમારી સંસ્થાના ગૌરવને વધારનાર કરી રહ્યા છીએ. - પરમ પૂજ્ય તપસ્વી ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મ.ના શિષ્ય પૂ. પં. શ્રી અભયસાગરજી મ. શ્રીએ અત્યંત મહેનતપૂર્વક અનેક હસ્તલિખિત પ્રતો સાથે પાઠાંતરો મેળવી ચોકસાઈપૂર્વક તૈયાર કરેલ આ સંગ્રહનું પ્રકાશન કરવાને પુણ્યલાભ અમારી સંસ્થાના પ્રેરક પ. પુ. શ્રી સૂર્યોદયસાગરજી મ. શ્રીની ઉદારકૃપાથી મળ્યો છે, તે બદલ ગૌરવ અનુભવીએ છીએ. આ પુસ્તકના પ્રકાશન માટે છાપકામ અંગેની ધાર્યા કરતાં વધુ મુશ્કેલીઓમાંથી પસાર થવું પડ્યું, પરિણામે કાગળ, છાપકામના ભા, એસ્ટીમેંટ કરતાં દેઢા-બમણું થઈ જવા પામ્યા. તેમ છતાં ભાવિયેગે અમદાવાદ, પાલિતાણું, ભાવનગર, સેનગઢ પ્રેસમાં ઘણું હાડમારી અનુભવી છેવટે શ્રી હેમચંદ્રાચાર્ય જૈન પાઠશાળા અમદાવાદના અધ્યાપક પં. શ્રી રતિભાઈચી, દેશી તથા શ્રી લાલચંદભાઈ કે. શાહ (૧૬. શત્રુંજય સોસાયટી, ૧ માળે, પાલડી, અમદાવાદ-૭)ના ધગશભર્યા સહકાર અને ખંતભર્યા પ્રયત્નથી પ્રેસની વ્યવસ્થા અમદાવાદમાં અષાઢ મહિને ગોઠવાઈ. ટૂંક સમયમાં ૫૦ ફમ વ્યવસ્થિત રીતે છાપી પ્રથમ ભાગ તૈયાર કરી આપ્યો તે બદલ ઉપરના બંને મહાનુભાવોના ઉદાત્ત-ધર્મપ્રેમની ખૂબ ખૂબ અભિનંદના કરીએ છીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 806