Book Title: Bhajanpad Sangraha Part 01 Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પહેલી આવૃત્તિની પ્રસ્તાવના. જગતમાં મનુષ્યોને આનંદની પ્રાપ્તિ પ્રાપ્તવ્ય છે. બાહ્યવસ્તુમાં આનંદ નથી એમ શ્રી વીરપ્રભુએ કેવલજ્ઞાનથી કહ્યું છે તેથી બીજા પ્રમાણની જરૂર નથી. આજે વાયચં પ્રમi એ નિયમને અનુસરી માનમઝમાન પણ આનંદની સિદ્ધિમાં મળે છે. અનુમાનથી જોતાં પણ બાહ્યવસ્તુમાં આનંદ સિદ્ધ થતું નથી. આત્મામાં આનંદ છે એમ કેવલજ્ઞાની કહે છે અને તે અનુમાનથી પણ સિદ્ધ થાય છે. સત્ય આત્મિક આનંદ અનુભવ આત્મિક જ્ઞાન વિના પ્રાપ્ત થતો નથી. આત્મિક જ્ઞાનની પ્રાપ્તિ માટે અધ્યાત્મ ગ્રંથ અને દ્રવ્યાનુયોગના ગ્રન્થનું મનન આવશ્યક છે. અધ્યાત્મ. શાસ્ત્ર વાંચવાથી અને મનન કરવાથી અનુભવ જ્ઞાન પ્રગટે છે અને તેથી સત્યાનંદની ખુમારી ઝળકી ઉઠે છે. અધ્યાત્મ જ્ઞાનના ઉપયોગથી આત્માને જ સેવ્યા ઉપાસ્ય ગણી શ્રી આનંદઘનજી તથા શ્રી ચિદાનંદજી વગેરેએ પદદ્વારા આત્મપ્રભુનું ગાન કર્યું છે. એમ શિષ્ટપુરૂષોએ સંસ્કૃત ગ્રન્થોમાં પણ આત્મપ્રભુને ઉપાસ્ય સેવ્ય સમજી લેકદ્વારા ગાન કર્યું છે. શ્રી હેમચંદ્ર આચાર્ય વીતરાગ તેત્રમાં પરમાત્મા પોતિઃ ઇત્યાદિ લેકઠારા આત્માની સ્તુતિ-ભકિત કરી છે. ગમે તે ભાષામાં, ગમે તે રાગમાં, ગમે તે છંદમાં આત્મપ્રભુની પદદ્વારા ભકિત રૂપ સ્તુતિ કરવાથી અનંતભાવ સંચિત કર્મમલને અપગમ થાય છે, અન્તમાં કોઈ પણ વસ્તુનું જ્ઞાન થાય તે તેનું વર્ણન લોક ૫દ વગેરેથી થઈ શકે છે, અધ્યાત્મશાસ્ત્રનું જ્ઞાન થાય છે તે, તે સંબંધી પદ વા લોકદ્વારા જ્ઞાનની તરતમતાએ વર્ણન થઈ શકે છે. અધ્યાત્મશાસ્ત્ર પ્રતિ પદરચયિતાની વિશેષ રૂચિ હોવાથી કિંચિત અનુભવ જ્ઞાનરસની ખુમારીના સમયમાં લેખકે પદધારા અધ્યાત્મ સ્વરૂપનું યથાશકિત વર્ણન કર્યું છે. અધ્યાત્મશાસ્ત્ર વિશેષતઃ નિશ્ચય નયને અનુસરે છે તેથી રચેલ પદે નિશ્ચય નયની સાપેક્ષ બુદ્ધિએ પ્રાધાન્યતા ભજે છે એમ વાચકેએ કથન લક્ષ્યમાં ઉતારવું યોગ્ય છે. જે પરણે તેનાં ગીત ગવાય” તેમ અત્રે પણ અધ્યાત્મમયપદો વિષે સમજી લેવું. અધ્યાત્મજ્ઞાનનાં પદો વાંચીને સમજવાં, વિચારવા અને વ્યવહારમાં વર્તન ઉચ્ચ રાખવું. આ પદોને કેટલાક અંધ શ્રદ્ધાળુ જૈને ભજન કહી પિતાના ભકતોને ભરમાવી પદોને સ્વાદ લેવા દેતા નથી તે અફસોસની વાત છે. પદોમાં ભજન એવા શબ્દો આવવાથી કંઈ જન સિદ્ધાંતને હાનિ નથી. કોઈ ચોખા કહે, કેઈ ચાવલ કહે અને કઈ ભાત કહે અને કોઈ તંદુલ કહે પણ તે શબ્દના ભેદથી અર્થને For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 202