Book Title: Bhagwati Sutra Part 08 Author(s): Ghasilal Maharaj Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti View full book textPage 8
________________ સં. ૨૦૧૨ના અષાઢ સુદી ૧૫ થી શ્રી વિનોદકુમારે ગેંડલ સંપ્રદાયના શાસ્ત્રજ્ઞ પૂ. આચાર્યશ્રી પુરુષોત્તમજી મહારાજ સાહેબ પાસે વેરાવળ ચાતુર્માસ દરમ્યાન ખાસ નિયમિત રીતે દીક્ષાની તૈયારી કરવા માટે તેમની પાસે જ્ઞાનાભ્યાસ કર્યો તેની સાથે પૂ આચાર્ય શ્રી પુરુષોત્તમજી મહારાજના સંસાર પક્ષના કુટુંબી, દીક્ષાના ભાવિક શ્રી જસરાજ સાઈ પણ જ્ઞાનાભ્યાસ કરતા હતા. તેઓએ ત્યાં એ નિર્ણય કરેલે કે આચાર્ય શ્રી પુરુષોત્તમજી મહારાજ પાસે આપણે બને એ દીક્ષા લેવી, પહેલાં વિદકુમારે અને પછી શ્રી જસરાજભાઈએ દિક્ષા લેવી, શ્રી જસરાજભાઈની દીક્ષાતિથિ પૂ શ્રી પુરુષોત્તમજી મહારાજ સાહેબે સં. ૨૦૧૩ના જેઠ શુર ૫ ને સોમવારે માંગરોલ મુકામે નક્કી કરી શ્રી જસરાજભાઈ વિનોદકુમારને રાજકોટ મળ્યા. શ્રી વિનોદકુમારે શ્રી જસરાજભાઈની યથાયોગ્ય સેવા બજાવી, માંગરોળ રવાના કર્યા અને પોતે નિશ્ચયપૂર્વક દિક્ષા માટે આજ્ઞા માગી પણ તેના પિતાશ્રીની એકને એક વાણી સાંભળીને તેમને મનમાં આઘાત થયા અને દીક્ષા માટે તેમણે બીજે રસ્તો શોધી કાઢો. પૂજ્યશ્રી લાલચંદજી મહારાજ અને તેમના શિને પરિચય મુંબઈમાં થયેલ હતું અને ત્યારબાદ કઈ વખત પત્રવહેવાર પણ થતો હતે. છેલ્લા પત્રથી તેમણે જાણેલ હતું, જે પૂ. શ્રી લાલચંદજી મહારાજ, ખીચન ગામે પૂ. આચાર્ય શ્રી સમર્થમલજી મહારાજ સાહેબ પાસે જ્ઞાનાભ્યાસ અર્થે ગયા છે. પિતાને પિતાશ્રીની આજ્ઞા (દીક્ષા માટે) મળે તેમ નથી અને દીક્ષા તો લેવી જ છે આજ્ઞા વિના કેઈસધુ મુનિરાજ દીક્ષા આપણે નહી અને સ્વયંમેવ દીક્ષા સૌરાષ્ટ્રમાં લઈને આચાર્ય શ્રી પુરુષોત્તમજી મહારાજ પાસે જવામાં ઘણાં વિદન થાશે, એમ ધારીને તેઓએ દૂર રાજસ્થાનમાં ચાલ્યા જવાનું નક્કી કર્યું. તા. ૨૪-૫-૧૭ સં. ૨૦૧૩ના વૈશાખ વદ ૧૦ ને શુક્રવારના રોજ સાંજના માતુશ્રી સાથે છેલ્લું જમણ કર્યું. ભોજન કરી, માતુશ્રી સામાયિકમાં બેસી ગયા. તે વખતે કેઈને જાણ કર્યા વગર દીક્ષાના વિદમાંથી બચવા માટે ઘર, કુટુંબ, સૌરાષ્ટ્ર ભૂમિ અને ગોંડલ સંપ્રદાયને પણ ત્યાગ કરી તેઓ ખીચન તરફ રવાના થયા, શ્રી વિનોદમુનિના નિવેદન પરથી માલૂમ પડયું કે તા. ૨૪–૫–૫૭ના જ રાત્રે આઠ વાગે ઘેરથી નીકળી, રાજકેટ જંકશને જોધપુરની ટિકિટ લીધી. તા. ૨૫-૫-૫૭ના સવારે ૮ વાગ્યે મહેસાણા પહોંચ્યા ત્યાં અઢી કલાક ગાડી પડી રહે છે, તે દરમ્યાન ગામમાં જઈને લગ્ન કરવા માટેના વાળ ખીને બાકીના કઢાવી ન ખ્યાં અને ગાડીમાં બેસી ગયા. મારવાડ જંકશન તથા જોધપુર જંકશન થઈને તા ૨૬-૫–૫૭ની સવારે વાગ્યે ફલેદીPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 692