Book Title: Bhagavana Mahavira Author(s): Jaybhikkhu Publisher: Jaybhikkhu Sahitya Trust View full book textPage 8
________________ પ્રસ્તાવના (પ્રથમ આવૃત્તિ પ્રસંગે) भवबीजाङ्कुरजनना रागाद्याः क्षयमुपागता यस्य ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै 11 ભવાવિમાં રઝળાવનાર મોહ આદિ બીજાંકુર જેનાં નષ્ટ થયાં છે, એવા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કે જિન, જે હોય તેને મારા નમસ્કાર છે. - શ્રી હેમચંદ્રાચાર્ય આજના ગણતંત્રના યુગમાં, પચીસસો વર્ષ પૂર્વેના ગણતંત્રમાં પેદા થયેલા, અહિંસાજ્યોતિ ભગવાન બુદ્ધ વિશે એક સમારોહ ઊજવવાની આજે તૈયારીઓ ચાલી રહી છે. એની પાછળ અહિંસાની પ્રતિષ્ઠા કરવાની ભાવના છે. એ વિશ્વકલ્યાણકારી વસ્તુ છે ! અહિંસાના પ્રચારમાં સહુનું સમર્થન જ શોભે ! ભગવાન બુદ્ધના સમકાલીન ભગવાન બુદ્ધ જેવા જ એક રીતે ભૂમિ એક, પણ ગણતંત્ર જુદાં – ભગવાન મહાવીર પણ અહિંસાના મહાન જ્યોતિ હતા. તેઓના વિશે કંઈ લખાય, તેઓના સિદ્ધાંતોનો પ્રચાર થાય, એ ઇષ્ટ છે; એમ મને અને મારા મિત્રોને ઘણા વખતથી લાગતું હતું. - ધર્મ અને સંપ્રદાય વિશે થોડું સમજી લેવા જેવું છે. ધર્મ સમય જતાં સંપ્રદાય બને છે. અનેક ધર્મોના દ્વંદ્વમાં સંપ્રદાય એ ધર્મના રક્ષણનું કામ કરે છે; પણ સમય જતાં એમાં પછી માલિકીપણું ને મહત્તાના ઝઘડા જાગે છે. પોતાને મોટા ઠરાવવા એ પ્રયત્ન કરે છે. પોતે મોટા થવા માટે સામેનાને ઠીંગુજી ઠરાવવાનો પ્રયત્ન કરે છે. સંપ્રદાય ત્યાં હીણો દેખાય છે. ધર્મજિજ્ઞાસાથી પ્રેરાયેલો માનવી ચર્ચાની શરૂઆત તંદુરસ્ત ચર્ચાથી કરે છે, પણ સંપ્રદાયનો અભિનિવેશ એને ખોટા તર્ક, અવળી દલીલબાજી અને ગાળાગાળી સુધી ખેંચી જાય છે ! Jain Education International મારી ઇચ્છા હતી, કે ભગવાન મહાવીર, જે સંપ્રદાયના કોટકિલ્લામાં બેઠા છે, તેમના ચરિત્રને કોઈ જૈનેતર દૃષ્ટિવંત લેખક ન્યાય આપે તો આજના અહિંસાપ્રતિષ્ઠાના કાર્યમાં એ યોગ્ય થયું લેખાય. આ માટે એક સારા, સમન્વયપ્રેમી લેખકને મળ્યો. તેઓએ નિખાલસભાવે મને કહ્યું, “બુદ્ધ વિશે, સોક્રેટીસ વિશે, અષો જરથ્રુસ્ટ્ર વિશે કહો તે લખી આપું. મહાવીરના જીવન વિશે કંઈ જાણતો નથી ! કંઈ વાંચ્યું પણ નથી.” For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 258