Book Title: Bhagavana  Mahavira
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 11
________________ આજ યુગની સુવર્ણતુલા ફરી ઊચકાય છે. સોનું ને કથીર કસોટીએ ચઢે છે. જૂઠા પાસંગનાં ત્રાજવાં ત્યાં નહિ ચાલે, ખોટા ચળકાટ ક્ષણમાં ઝાંખા પડી જશે. સોનું સ્વીકારાશે, સન્માનાશે. વિશ્વની સંપત્તિ બનશે. આજના યુગની મનોભાવના વાજિંત્રને સ્વતંત્ર રીતે વગાડવા જેવી નથી. આજે બધાં વાજંત્રે ગતમાં બેસીને ગાવાનું છે. રખે એ વખતે આપણે બેસૂરા ન લાગીએ, એ જોવાનું છે. આમાં અનેક ગ્રંથની મદદ લીધી છે. એ ગ્રંથોનાં જ ઈટ-માટી લઈ આ મેં મારી નાનીશી કુટિર રચી છે. સારાનું શ્રેય તેઓને છે. ક્યાંય દોષ હોય તો તે મારી અલ્પજ્ઞતાનો છે. મારાં પુસ્તકોનું સંમાર્જન મારા ભાઈશ્રી રતિલાલ દેસાઈ કરે છે, તેમાં આ પુસ્તક પણ અપવાદ નથી. ધર્મપ્રેમ જગાવવાનો આ પ્રયત્ન છે. ધર્મપ્રેમીને આમાનું કોઈ વાક્ય ખટકે, તો મારો દોષ ગણી ક્ષમા આપે. એનું સૂચન કરે. ભવિષ્યમાં પરિમાર્જન થશે. ભાવનાની ધૂપસળીથી કંડોરેલું મહાવીરનું આ ચિત્ર સહૃદય વાચકો સમક્ષ રજૂ કરું છું ! ચાહે ઠુકરા દો યા પ્યાર કરો ! તા. ૨૩-૪-૫૬ જ્યભિખ્ખું १० Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 258