Book Title: Bhagavana  Mahavira
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 10
________________ આ તો ભાવિની વાત થઈ, પણ વર્તમાનમાં જૈન શબ્દ તો જાણે ચોંકાવનારો બન્યો છે ! જેમ ધોળી ટોપી એ અમુક ભાવનાની પ્રતીક બની છે, એમ જૈન શબ્દ પણ અભિનિવેશ, પૂર્વગ્રહ ને અસહિષ્ણુતાનો વાચ્યાર્થ બન્યો છે. જેઓ વચ્ચે અત્યંત પ્રેમ હોવો જોઈએ એ બ્રાહ્મણ ને શ્રમણ વચ્ચે અર્જુન ને કર્ણનું વેર જોવાય છે. બન્ને સત્યના સાધકો વચ્ચે આવો વિખવાદ શો ? બુદ્ધ અને મહાવીરની અહિંસાની મહાન જ્યોતિને જગતમાં પ્રસરાવનાર એમના બ્રાહ્મણ શિષ્યો જ હતા ને !) આ પ્રસંગે મહાબ્રાહ્મણ આનંદશંકરભાઈના શબ્દો યાદ આવે છજૂ, “સાચો બ્રાહ્મણ સાચો જૈન . સાચો જૈન સાચો બ્રાહ્મણ છે.” ભગવાન મહાવીરનું એક વિશેષણ “મહાબ્રાહ્મણ' છે. એમણે બ્રાહ્મણ પત્ની દેવાનંદાને ભરી સભામાં પોતાની માતા કહી હતી. આ ઔદાર્ય જૈન ધર્મના મૂળમાં છે, જૈન ધર્મનો પ્રચાર કરનાર અગિયાર ગણધરો બ્રાહ્મણો જ હતા. બ્રાહ્મણની ઉત્પત્તિ વિશે જૈન શાસ્ત્રો કહે છે, કે ઋષભદેવના પુત્ર ભરતદેવ ચક્રવર્તીએ વ્રત અને ચારિત્ર્ય ધારણ કરનાર સુશીલ વ્યક્તિઓનું એક જૂથ જમાવ્યું. એનું નામ બ્રાહ્મણ પાડ્યું. અહિંસા આદિ વ્રત સંસ્કારની રક્ષા આ જૂથનું પ્રથમ કર્તવ્ય હતું. જે બ્રાહ્મણ વર્ગને આવું મહત્ત્વ એની સાથે જ વિરોધ કેમ હોય ? કેવું આશ્ચર્ય ? | મુળે સમજો કે જૈન એ જૈન છે, એ બ્રાહ્મણ નથી, ક્ષત્રિય નથી, વૈશ્ય નથી, શૂદ્ર નથી. એ વર્ણનો વિરોધી છે. સંસારના મોહ અને દ્વેષને જે જીતવા ઇચ્છતો હોય તે જૈન ! સંક્ષેપમાં ધર્મની દરેક સરિતા માનવમુક્તિના મહાસાગર ભણી જનારી છે. માર્ગ જુદા હોય. ધ્યેય એક જ હોય. અને તે માનવમુક્તિ ! આ ધ્યેયને લક્ષમાં રાખીને આ “નિગ્રંથ ભગવાન મહાવીર' ગ્રંથ મેં લખ્યો છે. શાસ્ત્રને ઉવેખ્યું નથી અને વિવેકને મેં છોડ્યો નથી. ભાવનાને પણ મેં પૂજી છે ! વિશ્વપ્રેમની, અહિંસા જ્યોતની એક સુંદર છબી ઉપસાવવાનો મેં આમાં યથાશક્તિ યત્ન કર્યો છે. કદાચ કોઈની તસવીરથી એ જુદી હોય, પણ જૂઠી નથી. એ જ પ્રેમ, માર્દવ ને મમતાની પીંછીથી મેં આ ઇષ્ટ મૂર્તિને ચીતરવાનો યત્ન કર્યો છે. જે પ્રેમનો દાવો સૌનો છે, એ જ મારો છે! છતાં નિગ્રંથની છબી ચીતરનારે કોઈ જાતની ગ્રંથિ રાખવી ન શોભે. ન વાદ છે, ન વિવાદ છે. ન મિથ્યાભિમાન છે. ને દ્વેષ છે કે પૂર્વગ્રહ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 258