Book Title: Barsasutra
Author(s): Vikramsenvijayji
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 226
________________ g C IT T D ( Coણ આ પાક છે [૨૮૨) વર્ષાવાસ રહેલાં નિગ્રંથને કે નિગ્રંથીઓને શૌચને સારુ અને લઘુશંકાને સારુ ત્રણ જગયાએ પડિલેહવી ખપે, જે રીતે વર્ષાઋતુમાં કરવાનું હોય છે તે રીતે હેમંત અને ગ્રીષ્મઋતુમાં કરવાનું નથી હોતું. પ્ર.- તો હે ભગવન્! તે એમ કેમ કહેલું છે? ઉ. વર્ષાઋતુમાં પ્રાણી, તૃણો, બીજો, પનકો, અને હરિતો એ બધાં ઘણે ભાગે વારંવાર થયાં કરે છે. માટે ઉપર પ્રમાણે કહેલું છે.) [૨૮૩] વર્ષાવાસ રહેલાં નિગ્રંથોએ કે નિગ્રંથીઓએ ત્રણ પાત્રોને ગ્રહણ કરવાં ખપે, તે જેમકે, શૌચને સારુ એક પાત્ર, લઘુશંકાને સારુ બીજું પાત્ર અને કફ બડખા કે લીંટને સારુ ત્રીજું પાત્ર. [૨૮૪] વર્ષાવાસ રહેલાં નિગ્રંથોએ કે નિગ્રંથીઓએ માથા ઉપર માપમાં માત્ર ગાયના રુંવાડા જેટલા પણ વાળ હોય એ રીતે પર્યુષણા પછી તે રાતને ઊલંઘવી ન ખપે અર્થાત્ વર્ષાઋતુના વીશ રાત સહિત એક માસની છેલ્લી રાત ને ગાયના રુંવાડા જેટલા પણ માથા ઊપર વાળ હોય તે રીતે ઊલંઘવી ન ખપે. 8) C or) | TAT TATEGY,Gg

Loading...

Page Navigation
1 ... 224 225 226 227 228 229 230 231 232