Book Title: Babu Dayalchandjina Ketlak Sansmarano Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 1
________________ બાબુ દયાલચંદજીનાં કેટલાંક સંસ્મરણો [૨૫] તા. ૨૪-૧-૫૬ ને રોજ થયેલ આગરાનિવાસી બાબુ દયાલચંદજી જેહરીના સ્વર્ગવાસની નેંધ સહૃદય શ્રી. રતિલાલ દીપચંદ દેસાઈ એ “જૈન”ના ગયા અંકમાં લીધી છે. તેમણે બહુ જ ટૂંકમાં બાબુજીની વિશિષ્ટતાને સંકેત કર્યો છે. શ્રી. રતિભાઈ આગરામાં રહેલા તે દરમિયાન બાબુજી સાથે. તેમનો પરિચય સધાયેલે એટલે તેમનું કથન ટૂંકું છતાં અનુભવમૂલક છે. હું મારા તેમની સાથેના લાંબા પરિચયની પણ એ જ વાત કહી શકું, પણ અ બાબુજીનાં કેટલાંક સંસ્મરણે જરા વિગતથી નપું છું. તે બે દષ્ટિએ: એક તે તે સંસ્મરણો મધુર અને બોધક છે અને બીજું ચડતી--ઊતરતી. વનકળામાં પુરુષાર્થી વ્યક્તિ પિતાનું કાર્ય સાતત્ય કેવી રીતે જાળવી રાખે છે તે. બાબુજીને પરિચય લગભગ પચાસ વર્ષ ચાલે. એની શરૂઆત અણ. ધારી રીતે થઈ સં. ૧૯૬૪ના બળબળતા ઉનાળામાં હું અને મારા મિત્ર વ્રજલાલજી કાશીથી આગરા આવી ચડ્યા. ફતેપુરસીકીને રસ્તે આગરા. શહેરથી બે–એક માઈલ દૂર ઓસવાલોનો બગીચે છે. કહેવાય છે કે શ્રી. હીરવિજયસૂરિ અકબરને મળવા ગયા ત્યારે એ જયા ભેટમાં અપાયેલી.. એ બગીચામાં મંદિર છે અને બીજું મકાને છે. સ્વર્ગવાસી સન્મિત્ર કપૂરવિજ્યજી મહારાજ ત્યાં બિરાજતા. અમે બન્ને મિત્રો મહારાજજીને મળવા ગયા અને ત્યાં જ બાબુજીને ભેટે છે. તેમણે પિતે હાથે રાંધેલ ખીચડીથી અમારું આતિથ્ય કર્યું અને અમારા વગર કહ્યું પણ કાંઈક અમારી મૂંઝવણ સમજી લઈ આપમેળે અમને પૂછ્યું કે તમે શું ઈચ્છો. છો અને ક્યાં જવા ધારો છો ઇત્યાદિ. આ પ્રશ્નમાંથી અમારે તેમની, સાથે સંબંધ બંધાયો અને અમે ચિમિત્ર તથા ચિરસાથી બની ગયા. એ મિત્રતા કયા પાયા ઉપર બંધાઈ અને કયા કામમાં કે ઉદેશમાં અમે. સાથી બન્યા એ બહુ ટૂંકમાં જણાવું તેમાં જ બાબુજીનાં સંસ્મરણે આવી. જાય છે, અને તે તેમના વ્યક્તિત્વને ઓળખાવવા પૂરતાં થઈ પડશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7