Page #1
--------------------------------------------------------------------------
________________
બાબુ દયાલચંદજીનાં કેટલાંક સંસ્મરણો
[૨૫] તા. ૨૪-૧-૫૬ ને રોજ થયેલ આગરાનિવાસી બાબુ દયાલચંદજી જેહરીના સ્વર્ગવાસની નેંધ સહૃદય શ્રી. રતિલાલ દીપચંદ દેસાઈ એ “જૈન”ના ગયા અંકમાં લીધી છે. તેમણે બહુ જ ટૂંકમાં બાબુજીની વિશિષ્ટતાને સંકેત કર્યો છે. શ્રી. રતિભાઈ આગરામાં રહેલા તે દરમિયાન બાબુજી સાથે. તેમનો પરિચય સધાયેલે એટલે તેમનું કથન ટૂંકું છતાં અનુભવમૂલક છે. હું મારા તેમની સાથેના લાંબા પરિચયની પણ એ જ વાત કહી શકું, પણ અ બાબુજીનાં કેટલાંક સંસ્મરણે જરા વિગતથી નપું છું. તે બે દષ્ટિએ: એક તે તે સંસ્મરણો મધુર અને બોધક છે અને બીજું ચડતી--ઊતરતી.
વનકળામાં પુરુષાર્થી વ્યક્તિ પિતાનું કાર્ય સાતત્ય કેવી રીતે જાળવી રાખે છે તે.
બાબુજીને પરિચય લગભગ પચાસ વર્ષ ચાલે. એની શરૂઆત અણ. ધારી રીતે થઈ સં. ૧૯૬૪ના બળબળતા ઉનાળામાં હું અને મારા મિત્ર વ્રજલાલજી કાશીથી આગરા આવી ચડ્યા. ફતેપુરસીકીને રસ્તે આગરા. શહેરથી બે–એક માઈલ દૂર ઓસવાલોનો બગીચે છે. કહેવાય છે કે શ્રી. હીરવિજયસૂરિ અકબરને મળવા ગયા ત્યારે એ જયા ભેટમાં અપાયેલી.. એ બગીચામાં મંદિર છે અને બીજું મકાને છે. સ્વર્ગવાસી સન્મિત્ર કપૂરવિજ્યજી મહારાજ ત્યાં બિરાજતા. અમે બન્ને મિત્રો મહારાજજીને મળવા ગયા અને ત્યાં જ બાબુજીને ભેટે છે. તેમણે પિતે હાથે રાંધેલ ખીચડીથી અમારું આતિથ્ય કર્યું અને અમારા વગર કહ્યું પણ કાંઈક અમારી મૂંઝવણ સમજી લઈ આપમેળે અમને પૂછ્યું કે તમે શું ઈચ્છો. છો અને ક્યાં જવા ધારો છો ઇત્યાદિ. આ પ્રશ્નમાંથી અમારે તેમની, સાથે સંબંધ બંધાયો અને અમે ચિમિત્ર તથા ચિરસાથી બની ગયા. એ મિત્રતા કયા પાયા ઉપર બંધાઈ અને કયા કામમાં કે ઉદેશમાં અમે. સાથી બન્યા એ બહુ ટૂંકમાં જણાવું તેમાં જ બાબુજીનાં સંસ્મરણે આવી. જાય છે, અને તે તેમના વ્યક્તિત્વને ઓળખાવવા પૂરતાં થઈ પડશે.
Page #2
--------------------------------------------------------------------------
________________
૧૭૨ ]
દેશન અને ચિતન
મિત્રતાના પાયા હતા વિદ્યાધ્યયન અમારે આગળ વધારવુ અને તેમણે પેાતાના મિત્રો સાથે મળી આર્થિક અને બીજી જવાબદારી લેવી તે. આ પાયા ઉપર અમે બે મિત્રો અને ચારેક ખીન્ત વિદ્યાથીએ એમ છ જણે કશી ગંગાકિનારે અસ્સી-ભજ્જૈની ઘાટ ઉપર અધ્યયનસત્ર શરૂ કર્યું. બાબુજી ઝવેરાત ઉપરાંત બીજા અનેક વ્યવસાયા કરતા. તેમની મુખ્ય પેઢી તા આગરામાં, પણ તે અવારનવાર કાશી આવે. આમ એક વ ચાલ્યું. દરમિયાન બાબુજી સાથે અમારો પરિચય ગાઢ બનતા ગયા. પરસ્પર વિશ્વાસ બંધાયા અને સાથે મળી વિચારે અને યેાજના પણ કરતા રહ્યા કે અધ્યયન સમાપ્ત કરી શું શું કામ કરવાં ? કયાં કરવાં? અને કેવી કેવી રીતે કરવાં? ત્યાદિ.
એ જમાને! ખ’ગભંગની ચળવળમાંથી જન્મેલ રાષ્ટ્રીય સ્વાતંત્ર્યના હતા. અને સાથે જ મનહન માલવિયાજીના હિંદુ વિશ્વવિદ્યાલયની સ્થાપનાના પ્રચંડ આંદેલનને હતેા. અમે વિચાર્યું કે વિદ્યા વિષયક જે જે કામ કરવાં તેનું કેન્દ્ર કાશી રાખવું અને જૈન સમાજને મધ્યવર્તી રાખી વિદ્યાને લગતાં બધાં કામે ગાવાં. આર્થિક પ્રશ્ન અને ખીન્ન વહીવટી પ્રશ્નો એ બાબુજી પેતે પોતાના મિત્રા સાથે મળીને ઉકલે, આ વિચાર પ્રમાણે ઈ. સ. ૧૯૧૩-૧૪માં કામ કરવાને સમય પાકો.
અમે વિચાર્યું કે શરૂઆત આગરામાં કરે. પછી ચગ્ય કાર્યકર્તાઓ મળે અને કામની દિશા તેમ જ પદ્ધતિ નક્કી થાય ત્યારે કાશીમાં બધું. તંત્ર લઈ જવું. આ રીતે ૧૯૧૪માં હું સર્વપ્રથમ આગરા જઈ વસ્યા અને ત્યાં બેસી શું શું કરવું, કેાના સહચારથી કરવું, કેવી રીતે કરવું વગેરે વિચારી લીધું. પણ આ બધા વિચારમાં બાબુજી સાથે જ હોય અને આર્થિક પ્રશ્ન પ્રત્યે કે ખીત વ્યવહારૂ પ્રશ્ન પરત્વે અમે બધું તેમના ઉપર જ છેડી દઈ એ. તે દૃઢ સંકલ્પ અને જુસ્સાથી હંમેશાં મને એક જ વાત કહે કે તમે ફાવે તે ચેાજના કરી, કામ કરે પણ કદી મૂંઝારો નિહ.' તેમના આવા ઉત્સાહથી હું પણ તે વખતની સમજણ અને પરિસ્થિતિ પ્રમાણે કામ વિચારતા, માણસે મેળવતા અને વિદ્યાથી ઓને રાખતે,
ભાભુ તદ્દન તરુણ હતા તે પત્ની ગુજરી ગઈ. સાત ન હતી. પિતા, માતા અને ભાઈઓએ બીજું સગપણ વિચાર્યું, પણ બાબુજી મરણુપથારીએ પડેલ પત્નીને આપેલ છેલ્લા વચનને અનુસરી ફરી લગ્નમાં પડ્યા
Page #3
--------------------------------------------------------------------------
________________
આખું દયાલ દેશનાં કેટલાંક સ’સ્મરણા
[ ૧૩૩
જ નહિ. આ કાળે એમના ધંધા એટલે બધા ધીખતા ચાલતા કે આજે તે એની કલ્પના પણ ભાગ્યે જ થઈ શકે. યુરોપ, અમેરિકાના પ્રવાસીઓ,. અનેક રાજાઓ અને અમલદાર! એમની સુપ્રસિદ્ધ દુકાને જ્યારે દેખા ત્યારે હાય જ. બાખુ મને કહેતા કે આપણે આગરાથી કાશી જઈએ, ત્યાં. કામ શરૂ કરીએ, સસ્થા ઊભી કરીએ ત્યારે હું પણ ધેા છેડી ત્યાં જ આવી બેસવાને તેઓ ... રહેતા ત્યાં જ સાથે રહે. સવારે વહેલા ઊઠી મારી પાસે કંઈક વાંચે અને ઘડિયાળના કાંટાની પેઠે નિયમિત રીતે પાછા પેાતાને કામે ચાલ્યા જાય. તેમણે ધર્માંશાળાની મેાજના કરી, સંઘ દ્વારા તે બધાવી, મદિર, ઉપાશ્રય આદિને વહીવટ તપાસે. એક હિંદી પાઠશાળા અને ધાર્મિક શિક્ષણ આપતી પ્રવૃત્તિ પણ શરૂ થઈ ગઈ. આ બધાં કામેા તેઓ આગરા સધને આગળ કરીને જ શરૂ કરે અને સૌને સાથે લેવાના
પ્રયત્ન કરે.
ત્યાંના અનેક યુવક અને આધેડાની સાથે અખાડા ચાલે તેમાં તેઓ પોતે પણ કુસ્તી કરે. શરીર સાચવવા અને સબળ રહેવાને જુસ્સા એ ત્યાંના અખાડાનું મુખ્ય લક્ષણુ હતુ. ખાંધાની મજબૂતી અને કુસ્તી-કસરતની ટેવે તેમનામાં એક અનેરે, જુસ્સા પેદા કરેલા. એની પ્રતીતિ માટે અહીં એક દાખલા ટાંકું તે તે પૂરા થઈ પડશે.
પહેલી લડાઈના દિવસેા હતા. બ્રિટિશ અમલદારો પૈસાદાર વ્યક્તિ કે કામા પાસેથી પૈસા એકાવવાની અનેક રીતેા અજમાવતા. એક રીત એ હતી કે જે પૈસાદારા ફાળા ન આપે તેના રક્ષણ પ્રત્યે અમલદારા એપરવા રહે. ઓસવાલ જૈનોએ ખાસ ફાળા હે આપેલ, એટલે તેઓ હેરાન થાય તે સરકાર સાંભળે નહિ. પ્લેગના દિવસેામાં સવાલ કુટુ ઉનાળામાં પેલા હીરવિજયસૂરિવાળા બાગમાં રહેવા ગયેલા, એક રાતે લગભગ વીસેક ધાડપાડુઓ આવ્યા અને કમાડા તાડી સ્ત્રીઓ પાસેથી દાગીના આદિ લેવા મથ્યા. બાપુ” એક દૂર જગ્યાએ તેલ. ધંોંઘાટ સાંભળી ઊડવા, હાથમાં કાંઈ હતું નહિ, રસ્તામાં એક-એ-ધાડપાડુઓએ તેમને રાકવા. લાકડીઓ મારી. બાબુજીએ એક લાકડી એવી રીતે પકડી કે પેલા મારનાર કેમે કરી છેડાવી ન શકે. આ રસાકસીમાં પાછળથી બી ચારે આવી બાબુને એટલા બધા ઘાયલ કર્યા કે છેવટે બેભાન થઈ પડ્યા. ઘણે સ્થળે હાડકાં તૂટી ગયાં. અનેક મહિના પછી સાજા થયા. પણ મેં એમને જુસ્સેદ કદીયે નરમ પડતે ન જોયા. ખાટલે હતા ત્યારે પણ બધા તરુણા અને આગે-
Page #4
--------------------------------------------------------------------------
________________
૧૭૪]
દર્શન અને ચિંતન વાનોને સંગઠનપૂર્વક બગીચામાં જ રહી ચોરે કે ધાડપાડુઓ સામે ટકવાની યોજના ઘડી અને તે પ્રમાણે બધા ભાઈઓએ સંયુક્તપણે આત્મરાણું સાધ્યું. ફરીથી ચરો આવતા, પણ વ્યવસ્થિત ચોકી–પહેરા અને બહાદુરી જોઈ છેવટે ભાગી જતા.
આગરામાં રહ્યાં રહ્યા કરવાનાં પ્રાથમિક કામો નીચે પ્રમાણે હતાં :
(૧) હિંદીમાં જૈન ગ્રંથોના રૂપાન્તરે કરવાં, સ્વતંત્ર પુસ્તકે પણ લખવાં અને મહત્ત્વનાં પુસ્તકનું સમ્પાદન પણ કરવું.
(૨) વિદ્યાથીઓને રાખી તેમને ધર્મ, તત્ત્વજ્ઞાન, સંસ્કૃત-પ્રાકૃત આદિનું શિક્ષણ આપવું અને સાથે જ એગ્ય હોય તેને સ્કૂલ કે કોલેજમાં એકલવી.
(૩) એક સમૃદ્ધ પુસ્તકાલય એવું ઊભું કરવું કે અધ્યયન, સંપાદન અને સંશોધન આદિ કાર્યોમાં અમને સ્વતંત્રતા રહે.
(૪) શહેરનાં છોકરાં કે છોકરીઓ જિજ્ઞાસાથી આવે તો એમને ધર્મ અને તત્વજ્ઞાનના ઉદાર તેમ જ અસામ્પ્રદાયિક સંસ્કાર આપવા.
(૫) સમાજમાં જે જે કુપ્રથાઓ અને ખોટા ખર્ચાઓ હોય તેને નિવારવા પ્રયત્નો કરવા.
(૬) આ બધાં કામોને પહોંચી વળવા યોગ્ય સાથીઓને મેળવવા અને તેમને અનુકૂળ કરી સ્થિર કરવા.
() ગઈ કે પંથનો ભેદ રાખ્યા વિના જે સાધુ કે સાધ્વી આગર આવી અધ્યયન કરવા ઈચ્છે તેમને શીખવવું વગેરે વગેરે.
આ કામને હું એકલે પહોંચી શકું તેમ હતું જ નહિ. કાશીવાળા મારા સહચારી મિત્રે જુદા પડી ગયા હતા. બાબુજીના અદમ્ય ઉત્સાહ ને વ્યવહારૂ ડહાપણને લીધે હું પણ કદી નિરાશ ન થતો. આ જ અરસામાં મેં આગરા રેશન મહોલ્લામાં એક નાનકડું મંડળ ઊભું કર્યું. એમાં દશેક વિદ્યાર્થીઓ અને બે-ત્રણ કન્યાઓ ઉપરાંત એક પ્રૌઢ બહેન પણ હતાં. સેવાગ્રામમાં રહેતા શ્રી ચિમનભાઈ જે ગાંધીજીના પૂરા વિશ્વાસપાત્ર છે તે, આ જ અરસામાં અમારી સાથે મંડળમાં આવી જેડાયા. આ જ અરસામાં અમદાવાદ સત્યાગ્રહ આશ્રમમાં રહેલા શ્રી. રમણિકલાલ મોદી એમનાં પત્ની
Page #5
--------------------------------------------------------------------------
________________
આબુ દયાલચંદજીનાં કેટલાંક સંસ્મરણે
[૧૭૫ સાથે આવી મંડળમાં જોડાયા. સગત પં. ભગવાનદાસ અને પં. બેચરદાસ પણ આવી ગયેલા. એક ઉત્સાહી ક્ષમામુનિ નામના સાધુ પણ (કે જે પાછળથી સ્વર્ગવાસી થયા) મંડળમાં જોડાયા. એમ અનેક રીતે મંડળ વિકસ્યું.
અમે ભાષાન્તર અને સ્વતંત્ર લખાણનું કામ કરતા અને ઉપર સૂચવેલી બધી પ્રવ્રુત્તિઓ ચલાવ્યે જતા. પણ આ બધાં જવાબદારીવાળા અને બુદ્ધિની ઠીક ઠીક કરી કરે એવાં કામોની પાછળ રેશન મહિલ્લા જેવા ગંદા મહોલ્લામાં કોઈ ઉત્સાહપ્રેરક અને તાજગી બક્ષનાર બળ હોય તો તે દયાળચંદજીનું અડીખમ વ્યક્તિત્વ હતું. એ જ વ્યક્તિત્વને લીધે ૧૯૨૧ સુધીમાં અમારા મંડળની અનેક પ્રવૃત્તિઓ વિક્સી અને મૂર્ત પણ બની.
૧૯૨૧માં ગાંધીજીની હાકલ પડી. સ્વરાજ્ય મેળવવાનો જુસ્સો દેશમાં એટલે સુધી વધેલું કે હવે માત્ર શાસ્ત્રીય પ્રવૃત્તિમાં મન એટતું નહિ, પણ જે કામો પ્રારંભ્યાં તેનું શું? આ નૈતિક પ્રશ્ન હતો. બાબુજી સાથે મેં વિચાર કર્યો. તેમના મનમાં પણ સ્વરાજ્યની ઝંખના ઓછી ન હતી. છેવટે અમે બંનેએ નક્કી કર્યું કે જે જે લખાણ તૈયાર છે તે બધાં જ છપાવી દેવાં અને મારે આગરા તેમ જ કાશીને મોહ છોડી અમદાવાદ આવી રહેવું અને આગરામાં શરૂ કરેલ સાહિત્યિક પ્રવૃત્તિઓ અમદાવાદમાં બેસીને જ ચલાવવી. જરૂર હોય એવા સાથીઓ રાખવા, ખર્ચની ચિંતા બાબુજી સેવે અને કામની ચિંતા હું એવું. બાબુના આવા વલણથી હું એમની સાથે અંતરથી હમેશાં જોડાઈ રહ્યો, અને અમદાવાદ રહેવા છતાં તેમને સંબંધ વધારે ને વધારે ગાઢ થતો ગયો. એટલે સુધી કે ગુજરાત વિદ્યાપીઠમાં જોડાઈ હું કામ કરતો ત્યારે પણ તેઓ અવારનવાર અમદાવાદ આવી જાય અને બનતું કરવા ન ચૂકે.
બાબુજી ૧૯૧૯ આસપાસથી કલકત્તામાં ધંધો કરવા ગયેલા, ત્યાં રાષ્ટ્રીય કોંગ્રેસની બેઠક થઈ ત્યારે તેમણે શ્વેતાંબર જૈન કોન્ફરન્સની બેઠકનું પણ વિચાર્યું. કલકત્તાવાસી અને મુર્શિદાબાદ–અજીમગંજવાસી અને શ્રીમાને. અને શિક્ષિત બાબુજી પ્રત્યે શ્રદ્ધા સેવતા, અને બાબુજીની માગણીને સંતેષવામાં ધન્યતા પણ અનુભવતા. ઘણુ પૈસાદાર એમ કહેતા કે દયાળચંદ, તમે કામ કરા જાવ, પૈસાની ચિંતા ન રાખશે.' હું કલ
Page #6
--------------------------------------------------------------------------
________________
૧૩૬ ]
ર્દેશન અને ચિ'તન
કત્તા જાઉં અને જોઉં તો જણાય કે અહીં દયાળચંદ પ્રત્યે ધણા સદ્ભાવ છે. કલકત્તાના જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક કૉન્ફરન્સના અધિવેશન પ્રસંગે જ આબુ યાળચંદજીની હિલચાલને લીધે હિંદુ વિશ્વવિદ્યાલયમાં જૈન ચેર અર્થે એક સારુંસરખું ફંડ થયું અને એ જ ફંડને આધારે આગળ જતાં કાશીમાં જૈન ચેર સ્થપાઈ અને ઉત્તરાત્તર એનુ કામ વિકસતું ગયું. આખુ દયાળચંદજીએ મથુરા, શૌરીપુર આદિ તીર્થાંના વહીવટમાં અને પુનરુદ્ધારમાં પણ કાંઈ ને કાંઈ ભાગ લીધા છે. એમણે લગ્ન અને બીજા વરાએ પ્રસગે થતા અપવ્યયને બંધ કરવામાં ઘરથી જ શરૂઆત કરેલી. સામાજિક સુધારાનું કામ ય, રાષ્ટ્રીયતાનું કામ હેય કે ધાર્મિક કામ હોય; જ્યાં જરૂરી હોય ત્યાં તે આવીને ઊભા જ રહે. પોતાની પાસેથી નાણાં ખર્ચવાની સ્થિતિ બદલાઈ ગઈ હતી ત્યારે પણ તેમણે પેાતાના મિત્રો કે ઓળખીતાઓની મદદથી સારાં કામે ડેડ સુધી ચલાવ્યે રાખ્યાં હતાં,
રાશન મહાલ્લામાં જે જૈન ધર્મશાળા છે ત્યાં યાત્રીઓ માટે એટલી સારી સગવડ છે કે ઊતરવા મન લલચાઈ જાય. બાપુજી કેડે સુધી ત્યાં રહેતા અને જે જૈન કે જૈનેતર યાત્રી આવે તેને જોઈતી સગવડ મળી જતી. છેલ્લા દિવસેામાં અનેક દૃષ્ટિએ તેઓ એકલવાયા જેવા થઈ ગયેલા, પણ મેં કદી એમનામાં નિરાશા ન જોઈ અને તેમને મળનાર કાઈ એ તેમનામાં
કૃપણુતા નથી અનુભવી. આતિથ્ય માટે તૈયાર અને ભીડ છતાં મનમેટુ
તેઓ અવારનવાર કાશી આવે, યુનિવર્સિટીમાં સાથે રહે, ધી પ્રવૃત્તિએમાં રસ લે. બધાં જ કામેા હાથે કરવાના શાખ, રસાઈ સરસ કરી જાણે એ તા ડીક, પણ મકાન કે પાયખાનુ સુદ્ધાં ચોખ્ખું રાખવાની એટલી બધી કાળજી કે જો કાઈ જો માણુસ ન હેાય તે તે જાતે કરે, અને સૌની સાથે ભળી જાય. તેએ ભણેલ તા હતા કૉલેજના પહેલા વ લગી, પણ રાજિંદા યુરેપિયન સાથેના વ્યાપારી વ્યવહારથી અંગ્રેજી રીફ રીક જાણતા. વાંચવાના બહુ શોખ. ગુજરાત, રાજસ્થાન, પંજાબ, યૂ. પી. બિહાર, ભગાળ આદિ દરેક પ્રાન્તનાં મેટાં શહેરમાં વસતા પ્રસિદ્ધ પ્રસિદ્ધ જૈને સાથે તેમને બહુ પરિચય અને આગરામાં તે અનેક પ્રવાસીએ. તેમ જ યાત્રીએ આવે. એટલે એમનું પરિચયવર્તુલ બહુ જ મોટું હતું. આ રીતે તેમણે સમાજ, રાષ્ટ્ર, ધર્મ, સાહિત્ય આદિ અનેક ક્ષેત્રે પોતાથી બનતું બધુ જ કર્યુ છે, હું અનેક વર્ષો લગી એમની સાથે એક મિત્ર અને સાથી તરીકે રહ્યો પણ છું અને ત્યારે દૂર રહ્યો ત્યારે પણ તેમની
Page #7
--------------------------------------------------------------------------
________________ આબુ દયાલચંદજીનાં કેટલાંક સંસ્મરણે [17 પ્રવૃત્તિ અને વિચારોને સાક્ષી રહ્યો છું. બાબુ થાળચંદજી એક જીવતી જાગતી ઉત્સાહમતિ હતા, ઊગતી પેઢીને ઉદાર અને શક્તિસંપન્ન બનાવવા માટે તેઓ પ્રયત્નશીલ હતા, પથે અને ગચ્છના ઝઘડા મિટાવવાના પક્ષપાતી તેમ જ દરેક રાષ્ટ્રીય કાર્યને વેગ આપવાના વલણવાળા હતા. આવી વિરલ વ્યક્તિ 75 વર્ષ જેટલી પાકટ ઉંમરે વિદાય લે ત્યારે પણ તેને વિયોગ સાલ્યા વિના રહી ન શકે, આગરા આવી વ્યક્તિની ખોટ ક્યારે પૂરશે એ અત્યારે કહેવું કઠણ છે, પણ આશા છે કે બાબુજીએ વાવેલ બીજ કયારેક તે ઊગી જ નીકળશે. “જૈન” તા. 11-2-15