SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ આબુ દયાલચંદજીનાં કેટલાંક સંસ્મરણે [૧૭૫ સાથે આવી મંડળમાં જોડાયા. સગત પં. ભગવાનદાસ અને પં. બેચરદાસ પણ આવી ગયેલા. એક ઉત્સાહી ક્ષમામુનિ નામના સાધુ પણ (કે જે પાછળથી સ્વર્ગવાસી થયા) મંડળમાં જોડાયા. એમ અનેક રીતે મંડળ વિકસ્યું. અમે ભાષાન્તર અને સ્વતંત્ર લખાણનું કામ કરતા અને ઉપર સૂચવેલી બધી પ્રવ્રુત્તિઓ ચલાવ્યે જતા. પણ આ બધાં જવાબદારીવાળા અને બુદ્ધિની ઠીક ઠીક કરી કરે એવાં કામોની પાછળ રેશન મહિલ્લા જેવા ગંદા મહોલ્લામાં કોઈ ઉત્સાહપ્રેરક અને તાજગી બક્ષનાર બળ હોય તો તે દયાળચંદજીનું અડીખમ વ્યક્તિત્વ હતું. એ જ વ્યક્તિત્વને લીધે ૧૯૨૧ સુધીમાં અમારા મંડળની અનેક પ્રવૃત્તિઓ વિક્સી અને મૂર્ત પણ બની. ૧૯૨૧માં ગાંધીજીની હાકલ પડી. સ્વરાજ્ય મેળવવાનો જુસ્સો દેશમાં એટલે સુધી વધેલું કે હવે માત્ર શાસ્ત્રીય પ્રવૃત્તિમાં મન એટતું નહિ, પણ જે કામો પ્રારંભ્યાં તેનું શું? આ નૈતિક પ્રશ્ન હતો. બાબુજી સાથે મેં વિચાર કર્યો. તેમના મનમાં પણ સ્વરાજ્યની ઝંખના ઓછી ન હતી. છેવટે અમે બંનેએ નક્કી કર્યું કે જે જે લખાણ તૈયાર છે તે બધાં જ છપાવી દેવાં અને મારે આગરા તેમ જ કાશીને મોહ છોડી અમદાવાદ આવી રહેવું અને આગરામાં શરૂ કરેલ સાહિત્યિક પ્રવૃત્તિઓ અમદાવાદમાં બેસીને જ ચલાવવી. જરૂર હોય એવા સાથીઓ રાખવા, ખર્ચની ચિંતા બાબુજી સેવે અને કામની ચિંતા હું એવું. બાબુના આવા વલણથી હું એમની સાથે અંતરથી હમેશાં જોડાઈ રહ્યો, અને અમદાવાદ રહેવા છતાં તેમને સંબંધ વધારે ને વધારે ગાઢ થતો ગયો. એટલે સુધી કે ગુજરાત વિદ્યાપીઠમાં જોડાઈ હું કામ કરતો ત્યારે પણ તેઓ અવારનવાર અમદાવાદ આવી જાય અને બનતું કરવા ન ચૂકે. બાબુજી ૧૯૧૯ આસપાસથી કલકત્તામાં ધંધો કરવા ગયેલા, ત્યાં રાષ્ટ્રીય કોંગ્રેસની બેઠક થઈ ત્યારે તેમણે શ્વેતાંબર જૈન કોન્ફરન્સની બેઠકનું પણ વિચાર્યું. કલકત્તાવાસી અને મુર્શિદાબાદ–અજીમગંજવાસી અને શ્રીમાને. અને શિક્ષિત બાબુજી પ્રત્યે શ્રદ્ધા સેવતા, અને બાબુજીની માગણીને સંતેષવામાં ધન્યતા પણ અનુભવતા. ઘણુ પૈસાદાર એમ કહેતા કે દયાળચંદ, તમે કામ કરા જાવ, પૈસાની ચિંતા ન રાખશે.' હું કલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249297
Book TitleBabu Dayalchandjina Ketlak Sansmarano
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages7
LanguageGujarati
ClassificationArticle & Biography
File Size120 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy