SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪] દર્શન અને ચિંતન વાનોને સંગઠનપૂર્વક બગીચામાં જ રહી ચોરે કે ધાડપાડુઓ સામે ટકવાની યોજના ઘડી અને તે પ્રમાણે બધા ભાઈઓએ સંયુક્તપણે આત્મરાણું સાધ્યું. ફરીથી ચરો આવતા, પણ વ્યવસ્થિત ચોકી–પહેરા અને બહાદુરી જોઈ છેવટે ભાગી જતા. આગરામાં રહ્યાં રહ્યા કરવાનાં પ્રાથમિક કામો નીચે પ્રમાણે હતાં : (૧) હિંદીમાં જૈન ગ્રંથોના રૂપાન્તરે કરવાં, સ્વતંત્ર પુસ્તકે પણ લખવાં અને મહત્ત્વનાં પુસ્તકનું સમ્પાદન પણ કરવું. (૨) વિદ્યાથીઓને રાખી તેમને ધર્મ, તત્ત્વજ્ઞાન, સંસ્કૃત-પ્રાકૃત આદિનું શિક્ષણ આપવું અને સાથે જ એગ્ય હોય તેને સ્કૂલ કે કોલેજમાં એકલવી. (૩) એક સમૃદ્ધ પુસ્તકાલય એવું ઊભું કરવું કે અધ્યયન, સંપાદન અને સંશોધન આદિ કાર્યોમાં અમને સ્વતંત્રતા રહે. (૪) શહેરનાં છોકરાં કે છોકરીઓ જિજ્ઞાસાથી આવે તો એમને ધર્મ અને તત્વજ્ઞાનના ઉદાર તેમ જ અસામ્પ્રદાયિક સંસ્કાર આપવા. (૫) સમાજમાં જે જે કુપ્રથાઓ અને ખોટા ખર્ચાઓ હોય તેને નિવારવા પ્રયત્નો કરવા. (૬) આ બધાં કામોને પહોંચી વળવા યોગ્ય સાથીઓને મેળવવા અને તેમને અનુકૂળ કરી સ્થિર કરવા. () ગઈ કે પંથનો ભેદ રાખ્યા વિના જે સાધુ કે સાધ્વી આગર આવી અધ્યયન કરવા ઈચ્છે તેમને શીખવવું વગેરે વગેરે. આ કામને હું એકલે પહોંચી શકું તેમ હતું જ નહિ. કાશીવાળા મારા સહચારી મિત્રે જુદા પડી ગયા હતા. બાબુજીના અદમ્ય ઉત્સાહ ને વ્યવહારૂ ડહાપણને લીધે હું પણ કદી નિરાશ ન થતો. આ જ અરસામાં મેં આગરા રેશન મહોલ્લામાં એક નાનકડું મંડળ ઊભું કર્યું. એમાં દશેક વિદ્યાર્થીઓ અને બે-ત્રણ કન્યાઓ ઉપરાંત એક પ્રૌઢ બહેન પણ હતાં. સેવાગ્રામમાં રહેતા શ્રી ચિમનભાઈ જે ગાંધીજીના પૂરા વિશ્વાસપાત્ર છે તે, આ જ અરસામાં અમારી સાથે મંડળમાં આવી જેડાયા. આ જ અરસામાં અમદાવાદ સત્યાગ્રહ આશ્રમમાં રહેલા શ્રી. રમણિકલાલ મોદી એમનાં પત્ની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249297
Book TitleBabu Dayalchandjina Ketlak Sansmarano
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages7
LanguageGujarati
ClassificationArticle & Biography
File Size120 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy