________________ આબુ દયાલચંદજીનાં કેટલાંક સંસ્મરણે [17 પ્રવૃત્તિ અને વિચારોને સાક્ષી રહ્યો છું. બાબુ થાળચંદજી એક જીવતી જાગતી ઉત્સાહમતિ હતા, ઊગતી પેઢીને ઉદાર અને શક્તિસંપન્ન બનાવવા માટે તેઓ પ્રયત્નશીલ હતા, પથે અને ગચ્છના ઝઘડા મિટાવવાના પક્ષપાતી તેમ જ દરેક રાષ્ટ્રીય કાર્યને વેગ આપવાના વલણવાળા હતા. આવી વિરલ વ્યક્તિ 75 વર્ષ જેટલી પાકટ ઉંમરે વિદાય લે ત્યારે પણ તેને વિયોગ સાલ્યા વિના રહી ન શકે, આગરા આવી વ્યક્તિની ખોટ ક્યારે પૂરશે એ અત્યારે કહેવું કઠણ છે, પણ આશા છે કે બાબુજીએ વાવેલ બીજ કયારેક તે ઊગી જ નીકળશે. “જૈન” તા. 11-2-15 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org