________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૮]
[શ્રી આત્માનંદ પ્રકાશ વર્ષ: ૪ અંક ૧૦, ૧૫ જાન્યુઆરી ૨૦૦૫
હઠાગ્રહી-ગુણગ્રાહી )
બે પ્રકારના લોકો છે એક છે....આગ્રહશીલ, આમ જ થવું જોઈએ, હું કહું એ જ સાચું, આ મારો સિદ્ધાંત છે. એમાં કશી બાંધછોડ નહીં, એવું માનવાવાળા આવા લોકો જીદ્દી હોય છે અને કેટલીક વખત હઠાગ્રહી, તૂટી જાય પણ વાતને છોડતા નથી.
બીજા પ્રકારના માણસો સરળ અને સીધા છે, તેમને કોઈ આગ્રહ નથી તેમને જે કંઈ હોય તે સ્વીકાર્ય છે. વાંધાવચકા નથી, જેવા સંજોગો ઊભા થાય છે તે પ્રમાણે તેઓ પોતાની જાતને વાળી લે છે. તેઓ કોઈ પણ બાબતમાં ઘસડાતા નથી પરંતુ સરળતાથી વહે છે.
કેટલાક માણસો કોઈ પણ વસ્તુમાં જાણે કે ન જાણે પણ પોતાને જ્ઞાની સમજતા હોય છે. આ માણસનો અહંકાર છે. અહંકાર એ અજ્ઞાનનું મૂળ છે. તેઓ બીજાની વાત સાંભળવાની પણ તકલીફ લેતા નથી. કોઈ બોલે તો તેને અધવચ્ચેથી અટકાવી, પોતાનો કકકો સાચો ઠરાવવાનો પ્રયાસ કરતા હોય છે. દરેક બાબતમાં માથું મારતા હોય છે. વાતનું વતેસર કરીને સમગ્ર બાબતને ગૂંચવી નાખતા હોય છે.
દરેક બાબતમાં જેટલું જ્ઞાન અને જેટલો અધિકાર હોય તેટલું જ બોલવું જોઈએ. જે આપણું ક્ષેત્ર ન હોય, જે બાબતમાં આપણી પૂરતી જાણકારી ન હોય અને જ્યાં આપણો અધિકાર ન હોય ત્યાં ડહાપણ ડોળવા બેસીએ તો મુખમાં ખપીએ. કેટલાક માણસો સલાહ આપવા બેસી જાય છે, સલાહ આપવી ગમે છે. કોઈને લેવી ગમતી નથી. જીદ અને અહંકારને કારણે માણસને સાચી વાત સમજાતી નથી. સાચું સમજાય તો પણ માણસ વાત છોડતો નથી.
હું કહું એ જ સાચું એવો હઠાગ્રહ વહાલાને વૈરી બનાવે છે. માણસે ઉદારમતવાદી બનવું જોઈએ. બીજાની વાત ધ્યાનપૂર્વક સાંભળવી અને સમજવી જોઈએ.
કેટલાક લોકોને બધે વાંકું જ દેખાય છે. એને આપણે ગુલાબ પાસે લઈ જઈએ તો પણ તેને કાંટા જ દેખાશે. માણસની વક્રદૃષ્ટિ તેને સાચું જોવા પ્રેરતી નથી. કેટલાક માણસો એવા છે જે બીજાના ગુણો જોઈ શકતા નથી. તેને હંમેશા દોષો જ દેખાય છે. સારા માણસો ગુણગ્રાહી હોય છે. તેઓ સારી બાજુને જુએ છે. ખરાબ બાજુ પર તેમની નજર જતી નથી. આવા માણસો પોતે સારા છે એટલે તેમને કોઈ ખરાબ લાગતું નથી. (જૈન શિક્ષણ સાહિત્ય પત્રિકામાંથી સાભાર)
--મહેન્દ્ર પુનાતર
શુભેચ્છા સાથે...
ધોળકીયા ગ્રુપ ઓફ ઈઇસ્ક્રીમ
ધોળકીયા રણછોડદાસ ઝીણાભાઈ, પો. બો. નં ૭૧ શિહોર-૩૬૪૨૪૦ ફોન: ઓફિસઃ ૨૨૨૦૩૭, ૨૨૨૩૩૮, ૨૨૨૨૪૪,
૨૨૨૦૧૨, ૨૨૨૨૪૨, ૨૨૨૬૭૭ ફેક્સ નં. : ૦૭૯૧-૨૮૪૬-૨૨૬૭૭
ટેલીગ્રામમહાસુગંધી, શિહોર.
For Private And Personal Use Only