Book Title: Atmanand Prakash Pustak 064 Ank 03
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir , આ મહોત્સવ ભાવનગરના ગૌરવને અનુરૂપ ઉજવાય તે માટે સભાના સભ્ય અને અન્ય અગ્રગણ્ય સગ્રસ્થાની એક મિટિંગ સભાના લાયબ્રેરી હાલમાં તા. ૧૮-૧૨-૬ ૬ના રોજ રાખવામાં આવેલ હતી. આ પ્રસંગે સદગૃહસ્થા અને સભ્યોએ સારી સંખ્યામાં હાજર રહી મણિ-મહે'ત્સવ માટે સારો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. આ મિટિંગનું પ્રમુખરથાન આ સભાના માનવંતા પેટ્રન શ્રીયુત ભોગીલાલભાઈ મગનલાલ શાહે સ્વીકાર્યુ હતુ. અને આ સભાના પ્રમુખ શ્રી ખીમચંદ ચાંપશી શાહે સભાના ઇતિહાસ અને મણિમહોત્સવની રૂપરેખા વિસ્તારથી રજૂ કરી હતી. સો ભાઈએ એ મહાસવની સફળતા માટે પોતાનાથી બનતા સહકાર આપવાની ભાવના વ્યક્ત કરી હતી અને મહોત્સવની કાર્યવાહી આગળ ધપાવવાનો નિર્ણય લેવામાં આવ્યા હતા. ત્યારબાદ મણિ-મહાત્સવ કાર્યવાહક સમિતિની પ્રથમ બેઠક તા. ૧-૧-૬ ૭ રવિવારે શ્રીયુત ભેગીલાલભાઈ મગનલાલ શાહના પ્રમુખપણા નીચે મળતા સભાના પ્રમુખ શ્રી ખીમચંદ ચાંપશી શાહે મહોત્સવની કાર્યવાહી અ ગે મહત્તવની હકીકતે રજૂ કરી હતી. અને મહોત્સવનું કાર્ય આગળ ધપાવવા માટે જુદાં જુદાં કાર્યો માટે (૧) ફેડ - કમિટિ (૨) સાહિત્ય પ્રદશન કમિટિ (૨) પ્રકાશન-પ્રચાર કમિટિ (૪) સમારભ કમિટિ વગેરે પેટા કમિટિએ નિયુક્ત કરવામાં આવી હતી. | દરેક કમિટિએ પોત-પોતાનું કાર્ય ઉત્સાહ પૂર્વક શરૂ કરેલ છે. અને અમને આનંદ થાય છે કે સૌને તેને સારા સત્કાર મળી રહ્યો છે. .... શ્રી આત્માન દ પ્રકાશ..... (માસિક ) | શ્રી આત્માનંદ પ્રકાશ માસિક ૬૪ વર્ષથી નિયમિત આ સભા તરફથી પ્રગટ થાય છે તેમાં નૈતિક, ધાર્મિક, ઐતિહાસિક, આધ્યાત્મિક વગેરે અનેક વિષયના વિદ્વાન લેખકેના સુ દર લેખ દર માસે આવે છે જે વાંચવા અને મનન કરવા જેવા હોય છે. હજુ સુધી છાપકામની વધતી જતી સખ્ત મોંઘવારી છતાં ખર્ચની દરકાર ન કરતા ઊચ્ચ કેટિનું સાહિત્ય પૂરું પાડવા ખાસ લક્ષ આપવામાં આવે છે. | શ્રી આત્માનંદ પ્રકાશ માસિકનો જૈન સમાજ, લાઈબ્રેરીએ વિદ્યાલયે, ગૃહસ્થ વગેરે છૂટથી લાભ લઇ શકે તે માટે તેનું વાર્ષિક લવાજમ માત્ર રૂા. ૫-૦ (પરટેજ સહિત) રાખવામાં આવેલ છે, જેથી આપશ્રી આ માસિકના ગ્રાહક ન હો તો પહેલી તકે આપનું નામ ગ્રાહકની શ્રેણીમાં નાંધાવી જ્ઞાનભકિતમાં પણ આ રીતે આપને હિરસે આ પશે, એવી આશા રાખીએ છીએ અને આપના સનેહી, સંબંધીઓ, આપના હસ્તકની સંસ્થાઓ વગેરેને આ માસિકના ગ્રાહક થવા ચેકગ્ય પ્રેરણા કરશે એવી નમ્ર વિનતિ પણ કરીએ છીએ. આ માસિક સભાના મુરબ્બી (પેટ્રન) તથા આજીવન સભ્ય લાઈફ મેમ્બર)ને ભેટ મળે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24