Book Title: Atmanand Prakash Pustak 059 Ank 08
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Atmanand Prakash Regd. No. G 49 રાષ્ટ રાષ્ટ એ કંઈ વ્યક્તિઓના શંભુમેળા નથી. ચિત્ત વ્યાપાર, અને હૃદયનુ મિલન વગેરે પર રચાયેલ એ એવા સમાજ છે, રાષ્ટ્ર માટે અને ખાસ કરી આપણા રાષ્ટ્ર માટે જે મહાન ચિરંજીવી વસ્તુઓનું મૂલ્ય છે તે છે જ્ઞાનનાં શિખરો પ્રેમ અને બલિદાન, જે ચાલીસ સદીઓથી આપણને વારસામાં મળતાં આવ્યા છે. આપણા હૃદયમાં જ્યાં સુધી આ મહાન શિખરોનું પ્રતિબિંબ છે ત્યાં સુધી આપણ’ ભાવિ સલામત છે, કારણ કે પૃથ્વી ડગમગે તોય આ શિખરના પાયા મુજી ઊઠતા નથી. જેમણે આ દેશને ઘર બનાચે છે તેવા સૌ માટે ભારત સદીઓથી માતા બની રહ્યું છે અને પ્રત્યેક બાળકને મા એની જરૂરિયાત પ્રમાણે સુખ અને આરામ આપે છે તેમ ભારતે તેમને બોદ્ધિક સમૃદ્ધિ અને આધ્યાત્મિક શાતા બક્યાં છે. સૌ વિવિધ છે પણ વિવિધ જ ઐકયની ભૂમિકા પર જોડાણ પામે છે. લોકશાહીને આપણે રાજકીય વ્યવસ્થા તરીકે જ નહિ પણ એક નેતિક ભાવના તરીકે સ્વીકારીએ છીએ. આર્થિક ન્યાય સિવાય સમાનતા ન હોય તે આપણે સ્વીકારીએ છીએ. ભૂતકાળમાં આપણે ભૂલો કરી છે. અને દુ:ખી થયા છીએ. હવે એ ભૂલો સુધારવા મથવું જોઈએ. આજનું વિશ્વ ભિન્ન છે. ટેકનીકલ ઉકાંતિ સાથે આપણે કદમ મીલાવવાના છે. એજ પ્રગતિ છે. સવ સત્તાધીશ રાષ્ટ્રનું રાજ્ય એ હવે પુરાણી વાત છે. કે"ક મૂલ્યો અને આકાંક્ષાઓ સૌની મજિયારી મૂડી બન્યાં છે વિજ્ઞાન અને ટેકનોલાજીના ચમત્કારી સારી માનવજાત માટે સારા અને મુક્ત જીવનની શક્યતા એ ઊભી કરે છે. આપણે એક એવો વિશ્વ સમાજ રચીએ કે જે રાષ્ટ્રીય મૂચાની રક્ષા કરે અને વિશ્વ સલામતી જાળવે. - શ્રી રાધા કૃષ્ણન પ્રકાશક : ખીમચંદ ચાંપશી શાહ, શ્રી જૈન આભાનદ સભાવતી મુદ્રક : હરિલાલ દેવચંદ રાઠ, આનંદ પ્રિન્ટીંગ પ્રેસ-ભાવનગર. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20