Book Title: Atmanand Prakash Pustak 059 Ank 04
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Atmanand Prakash Reg. No 431 મન માણસ પોતાનાં કપડાં માટે કેટલુ ધ્યાન આપે છે ! મેલુ ન થાય તેની કાળજી રાખે છે ને મેલું થાય કે તરત ઉતારીને ધવરાવી નાંખે છે, મેલું' વસ્ત્ર પહેરવાનો તેને કંટાળા આવે છે, મેલાં વસ્ત્ર પ્રત્યે એને સૂગ છે, નફરત છે, - પરંતુ પોતાના મનને સાફ રાખવા માણસ કેટલું ધ્યાન આપે છે ? ગલીચ વાસના અને વિચારથી એ એટલું તો મેલું થયેલું હોય છે કે મનના મૂળ 2 ગ -મૂળ પ્રકૃતિ શું છે એ પણ ભૂલાઈ જવાય છે, મનુષ્યને એની બઢ બાની યે ખબર નથી પડતી એટલી હદે મલિનતા સાથે એકતા એણે થવા દીધી છે. આને પરિણામે વેરઝેર, કલહા, કંકાસ, ખૂનામસ્કી અને યુદ્ધોની યાતનામાં માનવજાત સપડાઈ પડી છે. | મનુષ્ય મરણ પામે છે ત્યારે જેને માટે જીવનભર આળપ પાળ દૃરી હોય છે તે ધનદોલત અને દેહ તથા સગાં બધું અહી જ મૂકી જાય છે, એણે કરેલા કૃતાનાં સંચિત ભેગવવા એ સૂમ મનની સાથે સંચરે છે. જન્માક્તરોના ભાવિને આધાર આ મન પર છે. એ મનને સાફ રાખવાનું અને તે વડે પરમ સુખ મેળવવાનું માણસે ભૂલી જવું ન જોઇએ, મનુષ્યને સહુથી ખાટી સ્વાર્થ એ છે; ખરે સ્વાર્થ જ એ છે, | મૉન કંઠમાં કે જીભમાં માત્ર હોવાથી મૂ ગે માણસ બોલી ન શકે તો તે મૌન પાળે છે એમ કહેવાય, શારીરિક ખાટ ન હોય તે છતાં કોઈ પ્રસંગે પોતાના સ્વાર્થ સમછે મનુષ્ય મૂંગા રહે કે પોતાને કંઈ ન સૂઝે તેથી ન બોલે તો તે મૌન પાળે છે એમ પણ ન કહેવાય, બોલવાની પૂરી શક્તિ હોય, બાલવું સૂઝતું હોય, ન શૈલવામાં પોતાને દુન્યવી ગૅરલાભ હાય તે છતાં જે માણસ પોતે અગાઉથી કરેલા નિયમને કારણે બોલતા નથી તે મૌન પાળે છે. મૌનવ્રતના નિયમ લઈને પછી માડું ખધ રાખી પોતાનું કામકાજ ચાલુ રાખવા જે હાવભાવથી, ચેનચાળાથી કે પાટીમાં લખીને પોતાના વિચાર વ્યક્ત કરે છે, એ મૌન નથી, મૌનને દંભ છે. મૌનવ્રતને હેતુ શબ્દને મુખ વાટે બહારે ન પડવા દેવામાં નથી પણ શબ્દ-વિચારને ઉત્પન કરનાર મન પર અશ મૂકી, તેને સ્વસ્થ બનાવાના છે, આથી શરીર અને નિરા મય પ્રસન્ન હાય ઉત્કૃષ્ટ વ્યાખ્યાનની શક્તિ હોય છતાં જે સાધ૪ પાત ) વિચાર વગરનું શાન્ત બનાવી દે કે જેથી વાણી ઉદ્ભવતી અટકી જાય તે ખરૂ મૌન છે. મૌન એ હોઠ બંધ રાખવાની ક્રિયા નથી પણ ચિત્તને સ્વસ્થ નિર્વિકલપ શાન્ત બનાવવાની એ વાત છે. મૌનવ્રતનો મૂળ આકશ આ છે, -પારારા પ્રકાશક : ખીમચંદ ચાંપશી શાહ, શ્રી જૈન આત્માનંદ સભા વતી મુદ્રક : હરિલાલ દેવચંદ શેઠ, આનંદ પ્રિન્ટીંગ પ્રેસ-ભાવનગર. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20