________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માચાર
શ્રી ભાવનગર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાસંધની સંવત્ ૨૦૧૭ ના પ્રથમ જેઠ શુદ ૫ ને શુકંવારના રાત્રિના ૮ ક. ૩૦ મિ. મિટિંગ મળી હતી તેમાં નીચે મુજબના ઠરાવ પસાર કરવામાં આવેલ.
: ઠરાવ :
જાણીતા સાહિત્યકાર અને સમાજસેવક શ્રી ભીમજીભાઈ હરજીવનદાસ પરિખ (સુશીલ) સંવત્ ૨૦૧૭ ના પ્રથમ જેઠ સુદી ૧ ના રોજ સ્વર્ગસ્થ થયા છે તે બદલ આજની મળેલી સંઘની સાધારણ સભા ઘણી જ દિલગીરી દર્શાવે છે. તેમને રાષ્ટ્રની, સમાજની, તેમજ સાહિત્યની ઘણી સારી સેવા કરી છે. તેની આ સભા માનપૂર્વક નોંધ લે છે. સ્વર્ગસ્થના આત્માની શાંતિ માટે શાસનદેવને પ્રાર્થના કરે છે.
ઉપરોકત ઠરાવ પ્રમુખસ્થાનેય રજૂ થતાં સર્વાનુમતે પસાર કરવામાં આવે છે.
આપણા શ્રી સંધના સભ્ય શેઠ શ્રી દુલ હાદાસ નાનચંદ મોતીવાળા સંવત્ ર૦૧૭ ના વૈશાખ વદિ ૪ ને ગુરુવારના રોજ સ્વર્ગસ્થ થયા છે. આજની મળેલ સંઘની સાધારણ સભા તે બદલ ઘણીજ દિલગીરી દર્શાવે છે. તેઓએ સંઘની ઘણી સારી સેવા કરી છે ? તેની આ સભા માનપૂર્વક નોંધ લે છે, અને સ્વર્ગસ્થના આત્માની શાંતિ અર્થે શ્રી શાસનદેવને પ્રાર્થના કરે છે
ઉપરોક્ત ઠરાવ પ્રમુખ સ્થાનેથી રજૂ થતાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા.
For Private And Personal Use Only