Book Title: Atmanand Prakash Pustak 041 Ank 01
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 26
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | Reg. No. B. 481 શ્રી વાસુપૂજ્ય (પ્રભુ) ચરિત્ર. ( શ્રી વધ માનસૂરિકૃત.) 5474 કપ્રમાણ, મૂળ સંસ્કૃત ભાષા ર તે સુંદર શૈલીમાં વિસ્તારપૂર્વક જુદા જુદા આગમ તથા પૂર્વાચાકૃત અનેક ગ્રંથોમાંથી દહન કરી ઓમાન વધમાનસૂરિજીએ સં', 1299 ની સાલમાં લખેલે આ અપૂર્વ ગ્રંથ છે. રચનાર મહાત્માની કવિત્વશક્તિ અદ્ભુત છે, તે તેમાં આવેલ સવ" પ્રકારના રસાની પરિપૂર્ણતા જ બતાવી આપે છે. તેનું' આ સાદુ', સરલ અને સુંદર ભાષાંતર છે. ઊંચા એન્ટિક કાગળા ઉપર સુંદર ગુજરાતી અક્ષરોમાં છપાવેલ છે. આ ગ્રંથમાં પ્રભુના ત્રણ ભવ, પાંચ કલ્યાણકો અને ઉપદેશક જાણવા યોગ્ય મનનીય સુંદર બોધપાઠા, તત્ત્વજ્ઞાન, તપ વગેરે સંબંધીની વિસ્તૃત હકીકતોના વર્ણન સાથે પુણ્ય ઉપર પુણ્યાઢથ ચરિત્ર, રાત્રિભોજન ત્યાગ અને આદર, આરબત, રોહિણી આદિની અનેક સુંદર, રોચક, રસપ્રદ, આહલાદક કથાઓ આપેલી છે કે જેમાંની એક કથા પૂરી થતાં બીજી વાંચવા મન લલચાય છે અને પૂરી કરવા ઉત્સુકતા થાય છે. તે તમામ કથાઓ ઉપર ગ્રાહ્ય અને સુંદર ઉપદેશ પણ સાથે આપેલ છે. પ્રભુના ત્રણ ભવના–જીવનના નહિ પ્રગટ થયેલ જાણવા જેવાં અનેક પ્રસંગે અને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી પ્રભુએ સ્થળે સ્થળે વિચરી આપેલ વિવિધ વિષયો ઉપર આદરણીય દેશનાએ એ તમામ આ ગ્રંથમાં આપવામાં આવેલ છે. પ્રભુના વિવિદ રંગની સુંદર છબીઓ પણ આપવામાં આવેલ છે. ફાર્મ 35, પૃષ્ઠ સંખ્યા 24 0. | એક દરે આ ચરિત્ર પહેલેથી છેલ્લે સુધી મૂનનપૂર્વક વાંચવા જેવું અને પઠનપાઠનમાં નિરંતર ઉપયોગ કરવા યોગ્ય છે, જેને માટે વિશેષ લખવા કરતાં અનુભવ કરવા જેવું છે. કિંમત રૂા. 2-8-0 પાસ્ટેજ જુદું. | ( આ ગ્રંથ માટે મુનિમહારાજાઓ વગેરેના જે સુંદર અભિપ્રાય મળે છે તેની નોંધ માસિકમાં આપવામાં આવે છે. ) શ્રી પ્રભાચ' સૂરિવિરચિતશ્રી પ્રભાવક ચરિત્ર (ભાષાંતર ) ઐતિહાસિક ગ્રંથ, આ એક ઐતિહાસિક કથા-સાહિત્યના ગ્રંટ માં વર્તમાનકાળના બાવીશ પ્રભાવક આચાર્ય મહારાજના જીવન ઉપર કર્તા મહાપુરુષે સારો પ્રકાશ પાડ્યો છે. જે જે મહાન આચાર્યનો પરિચય આપ્યો છે, તેમાં તે સમયની સામાજિક, ધાર્મિક, રાજકીય પરિસ્થિતિ, ઐતિહાસિક દષ્ટિએ આપી સુંદર ( ભાષાંતર ) પ્રમાણિક ઐતિહાસિક ગ્રંથ બનાવ્યો છે. મુનિરાજ શ્રી કલ્યાણવિજયજી મહારાજે ઐતિહાસિક દૃષ્ટિએ સુદર પર્યાલોચના લખી તે ગ્રંથની રચનામાં સુંદરતા વધારી પ્રમાણિક જૈન કથાસાહિત્યમાં ઉમેરો કર્યો છે. એવી સુંદર અને સરલતાપૂર્વક રચના કરેલ હોઈને આ ગ્રંથને અમુક અમુક જૈન શિક્ષણશાળાએાના ધાર્મિક અભ્યાસક્રમમાં સ્થાન મળેલ છે. આ ઉપયોગી સાહિત્ય ગ્રંથ હોવાથી વાંચતા પણ ખાસ આનદ ઉત્પન્ન કરે તેવો છે. કિંમત રૂ. 2-8-0 પાસ્ટેજ અલગ. લખેઃ શ્રી જૈન આત્માનદ સભા-ભાવનગર, મટુક : શાહ ગુલાબ' લલ્લુભાઇ : શ્રી મહેાદય પ્રીન્ટીંગ પ્રેસ : દાણાપીઠ-ભાવનગર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 24 25 26