Book Title: Atmanand Prakash Pustak 036 Ank 02
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અહિંસાનું આંદેલન ઊભું કરે ૫૧ છે, અધમે છે, એ જાતની ભાવનાને ફેલાવો થાય તો જ હિંસા અટકે. આપણે પ્રયત્ન એક દિવસ માટે કામચલાઉ હિંસા અટકાવવાને નહિ પરંતુ કાયમને માટે તે અટકે તે હવે જોઈએ. આ વસ્તુ અહિંસાનું આંદોલન ઊભું થાય તો જ બની શકે. વાતાવરણમાં અહિંસાના ચિરાગ ફેલાવા જોઈએ. જનતાની વૃત્તિ અહિંસામય થાય આપણે જેવું જોઈએ. તેમ થાય તે જે હિંસા આપણે થોડાઘણા રૂપિયાથી નથી અટકાવી શકતા તેના કરતા અનેકગણી હિંસા અટકાવવા આપણે સામર્થ્યવાન થઇશું. અહિંસાના પ્રશ્નને, આ કારણથી, અનેક રીતે છણવાની આપ ને જરૂર છે. અહિંસાના ફાયદા સ્પષ્ટ અને બુદ્ધિગમ્ય રીતે જનતા પાસે મૂકાવા જોઈએ. મનુષ્ય સ્વભાવ સાથે હિંસા વિસંગત છે એ વાત લેકોના મનમાં ઠસી જવી જોઈએ. અહી માત્ર આધ્યાત્મિક ઉન્નતિ માટે નથી, પણ મનુષ્યની સાર્વત્રિક ઉન્નતિ કરવાનું-મૌલિક ઉન્નતિ કરવાનું તેનામાં બળ રહેલું છે એ આપણે દુનિયાને બતાવી આપવું જોઈએ. તેનાથી જગતના કલેશ કજીયા કેમ ઓછા થઈ શકશે, મનુષ્ય કેમ હિંમત ન થશે, અસતની સામે ઝઝુમવાની તેમનામાં કેવી તાકાત આવશે એ બધું તેમના મગજમાં ઉતરવું જોઈએ. અહિંસા માત્ર શાસ્ત્રને સિદ્ધાન્ત છે-વ્યવહારિક જગતમાં તે નિરૂપાગી છેહિંસા વિના જગતનું કાર્ય અટકી પડશે વગેરે ભ્રમક માન્યતાઓ દૂર થવી ઘટે છે. અહિંસાને સિદ્ધાન્ત વ્યવહારુ અને કાર્યો પાગી છે એમ સાબિત કરી આપવું જોઈએ, તે જ અહિંસાને લોકો અપનાવતાં શીખશે અને પરિણામે હિંસા ઘટશે. આપણે જીવદયાપ્રેમીઓના–અહિંસાવાદીઓના સઘળા પ્રયત્નો આ દિશામાં મળવા જોઈએ. થોડાક જ છોડાવ્યાનો તાત્કાલિક સાતેષ અનુભવી કૃતકૃત્ય થવાને બદલે, કાર્યશક્તિ અને દ્રવ્યને આ દિશામાં ચકકસ પેજનાપૂર્વક વ્યય થવો જોઈએ. આમ થશે તો અહિંસા પ્રચારને માટે ભવિષ ઉજજવળ છે. બાકી અહિ સાને આપણો ઈજારો એક જ કોઈથી ખુંચવી લેવાવાને છે ? For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33