Book Title: Atmanand Prakash Pustak 036 Ank 02
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 26
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાં ચ સ ૨ તેજ વધે છે. જે માણસ સૂર્યોદય થયા પછી સુઈ રહે છે તેની ઉમર તથા શક્તિ ઘટે છે અને તે નાના પ્રકારની માંદગીને ભેગ બને છે. ઉઠતાંવેંત સૌથી પહેલું ભગવાનનું સ્મરણ તથા ધ્યાન કરવું અને ઓછામાં ઓછી દશ મિનિટ ભગવાનની પ્રાર્થના કરવી. આખો દિવસ સુબુદ્ધિ રહે, શરીર તથા મનવડે શુદ્ધ સાત્ત્વિક કાર્ય બને, ભગવાનનું ચિંતન કદી પણ ન ચુકાય એટલા માટે ભગવાન પાસે બળ માગવું અને આત્માથી રો નિશ્ચય કરો કે “આજે આખા દિવસમાં હું કોઈ પણ ખરાબ કર્મ ન કરું. ભગવાનને યાદ કરતાં કરતાં સારાં કાર્યો જ કરીશ.” મળમૂત્રને ત્યાગ પથારીમાંથી ઊઠીને પહેલવહેલા તે ઘરની બહાર દૂર જઈને મૂત્ર ત્યાગ કરે. પછી હાથ, પગ, મોં જોઈ શુદ્ધિ કરવી. પ્રાતઃકાલે લગભગ અડધે શેર વાસી પાણી નિત્ય નિયમપૂર્વક ધીમેધીમે પીવું. એને ઉષાપાન કહેવામાં આવે છે. એનાથી કફ, વાયુ, પિત્ત, ત્રિદેશને નાશ થાય છે, દસ્ત સાફ આવે છે, પેટના વિકાર દૂર થાય છે. પ્રમેહ, મસ્તકવેદના, સોજાના તેમ જ કળતર વગેરે રોગ મટે છે. બળ, બુદ્ધિ તથા વીથ વધે છે. ગામની બહાર નિત્ય ખૂણામાં દૂર જઈ મળત્યાગ કરે. ગાય, સૂર્ય, ચન્દ્રમા, અગ્નિ, વાયુ, ગુરૂજન થા બીજી સ્ત્રી પુરૂષોની સાથે રહીને મળમૂત્રને ત્યાગ ન કરવો. ખેડેલા ખેતરમાં, પાકા ખેતરમાં, રસ્તા ઉપર, નદી વગેરેમાં, જળાશયમાં, નદી તથા તળાવના કિનારે અને સ્મશાનમાં કદી પણ મળમૂત્રને ત્યાગ ન કર. બની શકે ત્યાં સુધી દિવસે ઉત્તર તરફ અને રાત્રે દક્ષિણ તરફ મળમૂત્રને ત્યાગ કરવો. મળમૂત્રને ત્યાગ કરતી વખતે માથાથી કપડાંને ઢાંકી દેવું. શહેરમાં રહેનાર માણસેએ પાયખાના સાફ રાખવા. હંમેશાં ખૂબ પાણી થી સાફ રાખવામાં આવે કે જેથી દુધ ન રહે. તેમજ માખીઓને ઉપદ્રવ ન ૪ વા પામે. જ્યારે જ્યારે મળમૂત્રને ત્યાગ કરવામાં આવે ત્યારે ઉપરથી નીચેના દાંત પ્રેમ જોરથી દબાવી રાખવા જોઈએ. એમ કરવાથી દાંત ઘણુ જ મજબૂત બને છે અને દાંતની કોઈ બીમારી વારંવાર થતી નથી. મળમૂત્ર ત્યાગ કરતી વખતે મોન રાખવું. મળત્યાગ કરતી વખતે બહુ જ ન કરવું. તેમ કરવાથી કબજીયાત વધે છે. અંદાગ્નિ થાય છે. વધારે પડતી કબજીયાત રહેતી હોય તે શાકભાજી વધારે ખાવા, હરડેનું ચૂર્ણ લેવું; પરંતુ વારંવાર જુલાબની દવા ન લેવી. જુલાબની આદત પડી જવાથી કબજીયાત વધે છે. સવારમાં એક વખત તે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33