Book Title: Atmadravyathi Bhinn Parichintan Author(s): Punyavijay Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf View full book textPage 2
________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૫૨ માટે થાય છે. પ્રથમનું ચિંતન ત્યાગ કરવા ગ્ય છે. બીજું ચિંતન વસ્તુતત્ત્વના નિર્ણય માટે કરીને તેને નિશ્ચય થયા પછી જ ત્યાગ કરવા ગ્ય છે. આત્મવસ્તુના ચિંતનમાં પણ અનંતા આત્મદ્રવ્ય છે. તેમાંથી જ્ઞાતાદૃષ્ટાપણું, સુખદુઃખના અનુભવ કરવાપણું પોતાનું પોતાને ઉપયોગી છે અને પિતા માટે પોતામાં જ અનુભવ થાય છે. માટે બીજા અરિહંતાદિ પવિત્ર આત્મા સાથે પિતાની સરખામણું કે નિશ્ચય કરી લીધા પછી પિતામાં જ સ્થિરતા કરવાની છે અને તે સિવાયના બીજા જીન ચિંતનને તે અવશ્ય ત્યાગ કરવા યોગ્ય છે. આગળ વધવામાં આલંબન માટે શ્રી અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને મુનિરાજ–આ પાંચ પરમેષ્ઠિની મદદ લેવામાં આવે છે. પરંતુ માળ ઉપર ચડવામાં જેમ નિસરણીની સહાય લેવામાં આવે છે, તેમ આત્મદ્રવ્યથી જુદા તે અરિહંતાદિની મદદથી આગળ વધવું અને માળ ઉપર ચડી ગયા પછી જેમ નિસરણીને ત્યાગ કરવામાં આવે છે, તેમ શુદ્ધ આત્મદ્રવ્યની પ્રાપ્તિ થયા પછી આ મદદગારના ચિંતનને પણ ત્યાગ કરવાનું હોય છે. જે જે આત્માઓ જેટલા જેટલા આગળ વધ્યા હશેતેમને આત્મા એટલે નિર્મળ થયા હશે, તેના પ્રમાણમાં તે પરવસ્તુના ચિંતનને ત્યાગ કરી શકશે.આગળ વધવામાં પ્રથમ વિરાગ્યની ભૂમિકા છે. દેરષદર્શન વૈરાગ્યવાળાને દુનિયાની ઘણીખરી વસ્તુમાં દુઃખ જ દેખાય છે. તે દરેક વસ્તુની કાળી બાજુ જઈને તેમાં દેષ જણાતાં તેને ત્યાગ કરશે. આવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7