Page #1
--------------------------------------------------------------------------
________________
-
૫૦ ]
-
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા
આભદ્રવ્યથી ભિન્ન ૫રચિંતન द्वितीये वस्तुनि सति चिंता भवेत् , ततः चिंतयाः सकाशाद कर्म, तेन कर्मणा कृत्वा जन्म संसार वर्तते ।
પચિંતન કરવું તે જ કમબંધનું કારણ છે. તે કમવડે જન્મ-સંસાર વતે છે. એ પરચિંતનને ત્યાગ કરી પવિત્ર આત્મદ્રવ્યનું ચિંતન કરવું તે કેવળ મોક્ષનું જ કારણ છે. - સજીવ અને નિર્જીવ બને પદાર્થોથી આ વિશ્વ ભરેલું છે. સજીવ પદાર્થમાં અનંતા છવદ્રવ્યો છે. અજીવ પદાર્થમાં જીવદ્રવ્ય કરતાં અનંતગુણા જડદ્રવ્યા છે. અનંતા છવદ્રમાંથી પિતાના આત્માને જુદે કરીને તેને વિચાર કરે તેનું ચિંતન કરવું અને તેમાં જ સ્થિર થઈ રહેવું તે જ મોક્ષનું કારણ છે. તે સિવાય બાકી રહ્યા તે સર્વે સજીવ અને નિજીવ દ્રવ્યો છે. તે પરદ્રવ્ય છે. તેનું ચિંતન કરવું, તેમાં શુભાશુભ ઉપગ દેવ અને તેમાં તદાકારે પરિણમવું તે પરદ્રવ્યનું ચિંતન કહેવાય છે, જે કર્મબંધનું કારણ છે.
ચિંતન બે પ્રકારે થાય છે. એક તે તેના સ્વરૂપને વિચાર કરી પરિણામે દુઃખરૂપ જાણું તેનાથી પાછા હઠવારૂપે હોય છે. બીજું ચિંતન રાગદ્વેષની લાગણીથી થાય છે. અહીં જે વાત કહેવામાં આવે છે, તે રાગદ્વેષની લાગણીઓ પેદા કરનાર ચિંતનના ત્યાગ માટે છે.
જડ વસ્તુનું ચિંતન તેના આકર્ષક ને મોહક ગુણને લઈને થાય છે અને બીજું તેના સ્વભાવથી આત્માને સ્વભાવ જુદે છે તેની સરખામણી અથવા નિશ્ચય કરવા
Page #2
--------------------------------------------------------------------------
________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૫૨ માટે થાય છે. પ્રથમનું ચિંતન ત્યાગ કરવા ગ્ય છે. બીજું ચિંતન વસ્તુતત્ત્વના નિર્ણય માટે કરીને તેને નિશ્ચય થયા પછી જ ત્યાગ કરવા ગ્ય છે. આત્મવસ્તુના ચિંતનમાં પણ અનંતા આત્મદ્રવ્ય છે. તેમાંથી જ્ઞાતાદૃષ્ટાપણું, સુખદુઃખના અનુભવ કરવાપણું પોતાનું પોતાને ઉપયોગી છે અને પિતા માટે પોતામાં જ અનુભવ થાય છે. માટે બીજા અરિહંતાદિ પવિત્ર આત્મા સાથે પિતાની સરખામણું કે નિશ્ચય કરી લીધા પછી પિતામાં જ સ્થિરતા કરવાની છે અને તે સિવાયના બીજા જીન ચિંતનને તે અવશ્ય ત્યાગ કરવા યોગ્ય છે.
આગળ વધવામાં આલંબન માટે શ્રી અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને મુનિરાજ–આ પાંચ પરમેષ્ઠિની મદદ લેવામાં આવે છે. પરંતુ માળ ઉપર ચડવામાં જેમ નિસરણીની સહાય લેવામાં આવે છે, તેમ આત્મદ્રવ્યથી જુદા તે અરિહંતાદિની મદદથી આગળ વધવું અને માળ ઉપર ચડી ગયા પછી જેમ નિસરણીને ત્યાગ કરવામાં આવે છે, તેમ શુદ્ધ આત્મદ્રવ્યની પ્રાપ્તિ થયા પછી આ મદદગારના ચિંતનને પણ ત્યાગ કરવાનું હોય છે.
જે જે આત્માઓ જેટલા જેટલા આગળ વધ્યા હશેતેમને આત્મા એટલે નિર્મળ થયા હશે, તેના પ્રમાણમાં તે પરવસ્તુના ચિંતનને ત્યાગ કરી શકશે.આગળ વધવામાં પ્રથમ વિરાગ્યની ભૂમિકા છે. દેરષદર્શન વૈરાગ્યવાળાને દુનિયાની ઘણીખરી વસ્તુમાં દુઃખ જ દેખાય છે. તે દરેક વસ્તુની કાળી બાજુ જઈને તેમાં દેષ જણાતાં તેને ત્યાગ કરશે. આવા
Page #3
--------------------------------------------------------------------------
________________
-
-
૫૨ ].
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા ત્યાગની પ્રથમ ઘણી જરૂર છે. આ ત્યાગ તેના માર્ગમાં મુખ્યતાએ વિજ્ઞરૂપ જણાતી રાજ્યવૈભવ, સ્ત્રી, પુત્ર, ધન, મિત્ર, કુટુંબ સંબંધીઓ, ઘર, જમીન આદિ તમામ વસ્તુઓને ત્યાગ કરાવશે. આ ત્યાગથી મેહ ઉત્પન્ન કરાવનારાં અને દુનિયાના બંધનમાં બાંધી રાખનારા કર્મબંધનનાં ઘણું કારણે ઓછા થશે, છતાં શરુઆતને આ ત્યાગ હોવાથી એકને ત્યાગ કરાવી બીજી વસ્તુઓનો તે સંગ્રહ કરાવશે. તે ત્યાગી થશે ત્યાં માતાપિતાના ઠેકાણે તેને ગુરુની જરૂર પડશે, ભાઈઓના ઠેકાણે ગુરુભાઈ સ્થાન લેશે, પુત્ર-પુત્રીઓને ઠેકાણે શિષ્ય-શિષ્યાઓ આવશે, ઘરના ઠેકાણે ઉપાશ્રય-મઠ-ધર્મશાળાદિ સ્થાન ગ્રહણ કરવાં પડશે, ધનના ઠેકાણે પુસ્તક આવશે, તાબાં-પિત્તળ-સેના-રૂપાને વાસણેના સ્થાને લાકડાનાં ઉપકરણે ગોઠવાશે, વસ્ત્રોને રૂપાંતરે સંચય કરવો પડશે અને નોકર-ચાકરાદિના સ્થાને ગૃહસ્થ, શિષ્યોનો સમુદાય હાજરી આપશે.
આમ એકના ત્યાગ પછી બીજાનું ગ્રહણ કરવાનું આવે છે, છતાં પ્રથમ કરતાં આ રૂપાંતર ઘણું સારું છે, આગળ વધવામાં તે મદદગાર સાધન છે. પાપ-આશ્રવનાં સાધના ઠેકાણે પુન્ય-આશ્રવનાં કારણે આ છે. અશુભના સ્થાને એ શુભ સાધન છે. તાવિક મમત્વવાળાને બદલે ઉપર ઉપરની લાગણીવાળાં છે એટલે મજબૂત બંધન કે પ્રતિબંધરૂપ નથી.
આટલું છતાં જે પ્રથમને વૈરાગ્ય વૈરાગ્ય બન્યું રહે, તે ચા ન ગયો હોય એટલું જ નહિ પણ તેમાં દિન. પર દિન વધારો થતો રહ્યો હોય, તે આગળ વધતાં, સૂત્ર
Page #4
--------------------------------------------------------------------------
________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૫૩ સિદ્ધાંત ભણતાં, ગુર્નાદિકની સેવા કરતાં અને સત્સમાગમમાં રહેતાં તાત્ત્વિક ત્યાગ જેને “જ્ઞાનગભિત વૈરાગ્ય કહેવામાં આવે છે તે પ્રગટ થાય છે. પરંતુ જે તે વૈરાગ્ય અમુક દિવસ પૂરતું જ હોય, વ્યવહારના કંટાળાથી જ ઉત્પન્ન થયેલ હોય અથવા અમુક વસ્તુના અભાવથી ઉત્પન્ન થયેલ હોય, તે આ પુસ્તકાદિ જે રૂપાંતરે ગ્રહણ કરેલાં છે તે જ પ્રતિબંધ અને મમત્વના સ્થાન થઈ પડશે. સ્ત્રીપુત્રાદિ જે બંધનનાં કારણે હતાં, તેના કરતાં આ શિષ્યશિષ્યાદિ વધારે બંધનનાં નિમિત્તો થશે. પ્રથમના કર્મબંધના કારણોથી આ વિશેષ બંધનનાં કારણે થઈ પડશે. પ્રથમ જેને પ્રતિબંધરૂપે પ્રભુના માર્ગમાં આ જીવ માનતે હતા, તેને હવે આ રૂપાંતરે ગ્રહણ કરેલાં સાધને પ્રભુના માર્ગમાં વિશેષ પ્રકારે પ્રતિબંધરૂપે થશે, આત્મભાન ભૂલાવશે, આસક્ત બનાવશે અને છેવટે આગળ વધવામાં અશક્ત બનાવી મૂકશે.
જે પ્રથમના ચાલુ વૈરાગ્યમાં વધારો થતો રહે, આત્મા તરફનું નિશાન મજબૂત થાય, ગમે તે ભેગે આત્મસ્વરૂપ પ્રગટ કરવું જ છે એ નિશ્ચય દઢ થાય, આ શુભ બંધનમાં પણ કયાંઈ ન બંધાયે હોય, મત-મતાંતરના કદાગ્રહો સ્યાદ્દવાદ શૈલીના જ્ઞાનથી તોડી પાડ્યા હોય, ફોધ-માનાદિ કક્ષાને પાતાળ કરી નાંખ્યા હોય અને ગુરુકૃપાથી આત્મતત્ત્વનું જ્ઞાન પ્રાપ્ત થયું હોય, તે તેને વૈરાગ્ય તત્ત્વજ્ઞાનના રૂપમાં બદલાઈ જશે.
હવે તેને કર્મકાંડથી પડેલા મતભેદ નજીવા લાગશે.
Page #5
--------------------------------------------------------------------------
________________
-
-
પ૪]
શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા અપેક્ષાએ તે બધા મત-મતાંતરેના સવળા અર્થો અને નિર્ણ કરી શકશે. તેને મન પિતાનું અને પારકું હવે રહેશે નહિ, તેમજ કેઈ પિતાનું કે પારકું નથી અથવા બધા પિતાના છે એ દિવ્ય પ્રેમ પ્રગટ થશે. ગમે તે ગચ્છ-મતને હોય છતાં આ ગુણીને દેખીને તે મતાંતરવાળાને પણ પ્રેમ અને પૂજ્યબુદ્ધિ પ્રગટ થશે. તેનું નિશાન એક સત્ય આત્મા જ રહેશે. તેની નજરમાં હજારો માર્ગો દેખાઈ આવશે અને કઈ પણ માગે પ્રયાણ કરનારને કાં તે તેનું નિશાન બદલાવીને-કાં તે તેની અપેક્ષા સમજાવીને બીજા માર્ગ તરફ અપ્રીતિ કે દ્વેષની લાગણી બંધ કરાવી પ્રભુમાર્ગને રસિક બનાવી શકશે. તેના ગમે તે કર્મમાર્ગમાં પણ જ્ઞાનની મુખ્યતા હશે. તેના સહજ વાર્તાલાપમાં પણ આત્મજ્ઞાન ભરેલું હશે. તેની ધાર્મિક દેશનામાં પણ આત્મમાર્ગ જ ડગલે ને પગલે પિષાતે રહેશે. તે વ્યવહારથી બધાને બોલાવશે, બધાને ચાહશે, છતાં તેનું હૃદય નિર્લેપ જ રહેશે. “હું આત્મા છું, શુદ્ધ આત્મા છું'–આ નિશાન અને હૃદયની ભાવના તદાકારે પરિણમતી રહેશે. તેને કઈ પરચિંતનને અધ્યવસાય નહિ હોય. પહેલાં વસ્તુની કાળી બાજુને તે જેતે હિતે, હવે તેની દૃષ્ટિ બધી બાજુ જેનારી થશે, છતાં તેનું હૃદય ઉજવળ બાજુ તરફ જ પ્રવૃત્તિ કરતું રહેશે અને કાળી બાજુની ઉપેક્ષા કરશે? અથવા કાળી બાજુના સ્વભાવને જાણીને અમુક ભૂમિકામાં એમ જ વર્તન હોય, એવી જ લાગણી હોય એમ માનીને પોતે પિતાના નિશાન તરફ લક્ષ્ય રાખીને આગળ ને આગળ ચાલ્યા કરશે.
Page #6
--------------------------------------------------------------------------
________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ પક્ષ એવી રીતે બને વસ્તુના સ્વભાવને જાણનાર તે રાગદ્વેષ ન કરતાં પિતાના સ્વભાવમાં જ રહેશે.
જેમ જેમ આત્મા આગળ વધતું જાય છે, તેમ તેમ પરવસ્તુના ચિંતનને ત્યાગ તેનામાં વધારે ને વધારે થયા કરે છે. આ વૈરાગ્ય છેવટે સમભાવના રૂપમાં બદલાઈ જાય છે. એ સમભાવમાં નહિ રાગ કે નહિ ષ, પણ કેવળ મધુર શાંતિ જ હોય છે. આ શાંતિમાં આવતા પરવસ્તુનું– પૌગલિક વસ્તુનું ચિંતન લગભગ બંધ થાય છે. તેની મીઠી નજરથી બીજાને શાંતિ મળે છે. તેને ઉપદેશ ઘણેભાગે અમેઘ હોય છે. એક વાર કહેવાથી જ બીજા ઉપર સારી અસર થાય છે. તેની આજુબાજુ નજીક આવેલા જીવોના વેર-વિરોધ શાંત થાય છે. આ તેને સમભાવની છાયા છે. આ ભૂમિકા પછીની ભૂમિકામાં મનની ઊઠતી વૃત્તિઓને ક્ષય થાય છે. હવે તેના મનમાં સંકલ્પ કે વિકલ બીસ્કુલ ઊઠતાં નથી. જે છે તે વસ્તુ છે. તેમાં વચનને કે મનને પ્રવેશ કરવાને અધિકાર નથી. તેનું મન મનાતીત વસ્તુમાં લય પામી જાય છે. આત્માના અખંડ સુખ તે જોક્તા બને છે. આ વિશ્વ તેને હસ્તામલકવતું દેખાય છે. હાથમાં રહેલું આમળું જેમ જોઈ શકાય છે, તેમ તે વિશ્વને જોઈ શકે છે. આ સર્વ પ્રતાપ આત્મા સિવાય અન્ય વસ્તુનું ચિંતન ન કરવાનું જ છે. આ પરવસ્તુના ચિંતનને ત્યાગ આમ ક્રમસર વૈરાગ્યની વૃદ્ધિથી અને સત્ય તવના જ્ઞાનથી બને છે.
જેવી રીતે પરવ્યોનું નિરંતર ચિંતન કરવામાં આવે છે, તેવી જ રીતે જે આત્મદ્રવ્યનું સ્મરણ કરવામાં આવે
Page #7
--------------------------------------------------------------------------
________________ 56 ] શ્રી છ. અ. જૈન ગ્રન્થમાલા તો મુક્તિ હાથમાં જ છે. જે પ્રયત્ન લોકેને રંજન કરવાને નિરંતર કરે છે, તેવો પ્રયત્ન જે તમારા આત્માને માટે કરો તે મોક્ષપદ તમારા માટે છેટું નથી. પરને રંજન કરવા તે વિભાવ પરિણામ છે. આત્મા સ્વભાવરુપ છે. સ્વભાવદશામાં આવ્યા વિના તાત્ત્વિક સુખ નથી. સદ્ગુરુ પાસેથી આત્મજ્ઞાન મેળવી, અન્ય સંગને ત્યાગ કરી, આત્માનું અવલંબન લઈ તેમાં સ્થિર થવાથી આ પરદ્રવ્યને અવશ્ય વિગ થાય છે, માટે આત્મદ્રવ્યમાં જ પ્રીતિ કરવા ગ્ય છે. તત્વષ્ટિવાળાને શું ત્યાગ કરવા યોગ્ય નથી? અર્થાત સર્વ છે. આત્મસ્વરૂપની પ્રાપ્તિ વિના રાજ્યથી, સ્ત્રીઓથી, ઈન્દ્રિયેના વિષયોથી, કલ્પવૃક્ષે અને કામધેનુ આદિથી પણ કેઈ કૃતાર્થ થયો નથી અને થશે પણ નહિ. જ્ઞાનસારમાં વાચકવર પૂ. ઉપાધ્યાયશ્રીએ કહ્યું છે કે"पुद्गलैः पुद्गलास्तृप्ति यान्त्यात्मा पुनरात्मना / परतृप्तिसमारोपो ज्ञानिनस्तन्न युज्यते // 1 // " અર્થાત-પુદ્ગલથી પુગલ તૃપ્ત પામે છે અને આત્મા આત્માથી તૃપ્ત પામે છે, માટે પરતૃપ્તિને-પચિંતનને સમારેય જ્ઞાની-મુનિરાજને ઘટતો નથી. આત્માર્થ અર્થે જિનાગમ શ્રી જિનાગમ ઉપશમસ્વરૂપ છે. ઉપશયસ્વરૂપ એવા સપુરૂષોએ ઉપશમને અર્થે પ્રરૂપ્યા છે તે ઉપશમ આત્માર્થે છે, અન્ય કોઈ પ્રયોજન નથી. આત્માર્થમાં જે તેનું આરાધન કરવામાં ન આવ્યું તે તે જિનાગમનું શ્રવણ–વાંચન નિષ્ફળરૂપ છે.