SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૫૩ સિદ્ધાંત ભણતાં, ગુર્નાદિકની સેવા કરતાં અને સત્સમાગમમાં રહેતાં તાત્ત્વિક ત્યાગ જેને “જ્ઞાનગભિત વૈરાગ્ય કહેવામાં આવે છે તે પ્રગટ થાય છે. પરંતુ જે તે વૈરાગ્ય અમુક દિવસ પૂરતું જ હોય, વ્યવહારના કંટાળાથી જ ઉત્પન્ન થયેલ હોય અથવા અમુક વસ્તુના અભાવથી ઉત્પન્ન થયેલ હોય, તે આ પુસ્તકાદિ જે રૂપાંતરે ગ્રહણ કરેલાં છે તે જ પ્રતિબંધ અને મમત્વના સ્થાન થઈ પડશે. સ્ત્રીપુત્રાદિ જે બંધનનાં કારણે હતાં, તેના કરતાં આ શિષ્યશિષ્યાદિ વધારે બંધનનાં નિમિત્તો થશે. પ્રથમના કર્મબંધના કારણોથી આ વિશેષ બંધનનાં કારણે થઈ પડશે. પ્રથમ જેને પ્રતિબંધરૂપે પ્રભુના માર્ગમાં આ જીવ માનતે હતા, તેને હવે આ રૂપાંતરે ગ્રહણ કરેલાં સાધને પ્રભુના માર્ગમાં વિશેષ પ્રકારે પ્રતિબંધરૂપે થશે, આત્મભાન ભૂલાવશે, આસક્ત બનાવશે અને છેવટે આગળ વધવામાં અશક્ત બનાવી મૂકશે. જે પ્રથમના ચાલુ વૈરાગ્યમાં વધારો થતો રહે, આત્મા તરફનું નિશાન મજબૂત થાય, ગમે તે ભેગે આત્મસ્વરૂપ પ્રગટ કરવું જ છે એ નિશ્ચય દઢ થાય, આ શુભ બંધનમાં પણ કયાંઈ ન બંધાયે હોય, મત-મતાંતરના કદાગ્રહો સ્યાદ્દવાદ શૈલીના જ્ઞાનથી તોડી પાડ્યા હોય, ફોધ-માનાદિ કક્ષાને પાતાળ કરી નાંખ્યા હોય અને ગુરુકૃપાથી આત્મતત્ત્વનું જ્ઞાન પ્રાપ્ત થયું હોય, તે તેને વૈરાગ્ય તત્ત્વજ્ઞાનના રૂપમાં બદલાઈ જશે. હવે તેને કર્મકાંડથી પડેલા મતભેદ નજીવા લાગશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249589
Book TitleAtmadravyathi Bhinn Parichintan
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherZ_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf
Publication Year
Total Pages7
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size625 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy