SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ - - પ૪] શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા અપેક્ષાએ તે બધા મત-મતાંતરેના સવળા અર્થો અને નિર્ણ કરી શકશે. તેને મન પિતાનું અને પારકું હવે રહેશે નહિ, તેમજ કેઈ પિતાનું કે પારકું નથી અથવા બધા પિતાના છે એ દિવ્ય પ્રેમ પ્રગટ થશે. ગમે તે ગચ્છ-મતને હોય છતાં આ ગુણીને દેખીને તે મતાંતરવાળાને પણ પ્રેમ અને પૂજ્યબુદ્ધિ પ્રગટ થશે. તેનું નિશાન એક સત્ય આત્મા જ રહેશે. તેની નજરમાં હજારો માર્ગો દેખાઈ આવશે અને કઈ પણ માગે પ્રયાણ કરનારને કાં તે તેનું નિશાન બદલાવીને-કાં તે તેની અપેક્ષા સમજાવીને બીજા માર્ગ તરફ અપ્રીતિ કે દ્વેષની લાગણી બંધ કરાવી પ્રભુમાર્ગને રસિક બનાવી શકશે. તેના ગમે તે કર્મમાર્ગમાં પણ જ્ઞાનની મુખ્યતા હશે. તેના સહજ વાર્તાલાપમાં પણ આત્મજ્ઞાન ભરેલું હશે. તેની ધાર્મિક દેશનામાં પણ આત્મમાર્ગ જ ડગલે ને પગલે પિષાતે રહેશે. તે વ્યવહારથી બધાને બોલાવશે, બધાને ચાહશે, છતાં તેનું હૃદય નિર્લેપ જ રહેશે. “હું આત્મા છું, શુદ્ધ આત્મા છું'–આ નિશાન અને હૃદયની ભાવના તદાકારે પરિણમતી રહેશે. તેને કઈ પરચિંતનને અધ્યવસાય નહિ હોય. પહેલાં વસ્તુની કાળી બાજુને તે જેતે હિતે, હવે તેની દૃષ્ટિ બધી બાજુ જેનારી થશે, છતાં તેનું હૃદય ઉજવળ બાજુ તરફ જ પ્રવૃત્તિ કરતું રહેશે અને કાળી બાજુની ઉપેક્ષા કરશે? અથવા કાળી બાજુના સ્વભાવને જાણીને અમુક ભૂમિકામાં એમ જ વર્તન હોય, એવી જ લાગણી હોય એમ માનીને પોતે પિતાના નિશાન તરફ લક્ષ્ય રાખીને આગળ ને આગળ ચાલ્યા કરશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249589
Book TitleAtmadravyathi Bhinn Parichintan
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherZ_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf
Publication Year
Total Pages7
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size625 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy