Book Title: Atmadravyathi Bhinn Parichintan
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 6
________________ પારમાર્થિક લેખસંગ્રહ [ પક્ષ એવી રીતે બને વસ્તુના સ્વભાવને જાણનાર તે રાગદ્વેષ ન કરતાં પિતાના સ્વભાવમાં જ રહેશે. જેમ જેમ આત્મા આગળ વધતું જાય છે, તેમ તેમ પરવસ્તુના ચિંતનને ત્યાગ તેનામાં વધારે ને વધારે થયા કરે છે. આ વૈરાગ્ય છેવટે સમભાવના રૂપમાં બદલાઈ જાય છે. એ સમભાવમાં નહિ રાગ કે નહિ ષ, પણ કેવળ મધુર શાંતિ જ હોય છે. આ શાંતિમાં આવતા પરવસ્તુનું– પૌગલિક વસ્તુનું ચિંતન લગભગ બંધ થાય છે. તેની મીઠી નજરથી બીજાને શાંતિ મળે છે. તેને ઉપદેશ ઘણેભાગે અમેઘ હોય છે. એક વાર કહેવાથી જ બીજા ઉપર સારી અસર થાય છે. તેની આજુબાજુ નજીક આવેલા જીવોના વેર-વિરોધ શાંત થાય છે. આ તેને સમભાવની છાયા છે. આ ભૂમિકા પછીની ભૂમિકામાં મનની ઊઠતી વૃત્તિઓને ક્ષય થાય છે. હવે તેના મનમાં સંકલ્પ કે વિકલ બીસ્કુલ ઊઠતાં નથી. જે છે તે વસ્તુ છે. તેમાં વચનને કે મનને પ્રવેશ કરવાને અધિકાર નથી. તેનું મન મનાતીત વસ્તુમાં લય પામી જાય છે. આત્માના અખંડ સુખ તે જોક્તા બને છે. આ વિશ્વ તેને હસ્તામલકવતું દેખાય છે. હાથમાં રહેલું આમળું જેમ જોઈ શકાય છે, તેમ તે વિશ્વને જોઈ શકે છે. આ સર્વ પ્રતાપ આત્મા સિવાય અન્ય વસ્તુનું ચિંતન ન કરવાનું જ છે. આ પરવસ્તુના ચિંતનને ત્યાગ આમ ક્રમસર વૈરાગ્યની વૃદ્ધિથી અને સત્ય તવના જ્ઞાનથી બને છે. જેવી રીતે પરવ્યોનું નિરંતર ચિંતન કરવામાં આવે છે, તેવી જ રીતે જે આત્મદ્રવ્યનું સ્મરણ કરવામાં આવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7