Book Title: Atma sathe Karmna Pudgalono Sambandh ane Bandhan Mukti Author(s): Punyavijay Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf View full book textPage 1
________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૬૭ આત્મા સાથે કર્મના પુદ્ગલેને સંબંધ અને બંધનમુક્તિ આત્મા પિતાનું ભાન ભૂલી, પિતાના સ્વભાવથી મનવડે, વચનવડે અને શરીરવડે રાગદ્વેષવાળી પ્રવૃત્તિ કરે છે, તે વખતે જેમ લેતું લેહચુંબક તરફ આકર્ષાય છે, તેમ આ જગતમાં સર્વત્ર ભરેલા પુદ્ગલ પરમાણુઓમાંથી પિતાની લાગણીને લાયકનાં પગલે પિતા તરફ આકર્ષે છે અને તીવ્ર કે મંદ લાગણીના પ્રમાણમાં તે પુદ્ગલેનું આત્મપ્રદેશ સાથે જોડાણ કરે છે. આ રાગદ્વેષવાળી લાગણુઓના ચાર વિભાગ પડે છે. એક વિપરીત પ્રવૃત્તિવાળી લાગણી કે જેને મિથ્યાત્વ કહેવામાં આવે છે. તેને લઈને જે વસ્તુ આત્મા નથી તેમાં આત્માની લાગણી થાય છેઃ જે વસ્તુ અનિત્ય છે, અસાર છે તેમાં નિત્યપણાની, સારાપણાની લાગણી થાય છે? અપવિત્રમાં પવિત્રપણાની લાગણી થાય છે. આ મિથ્યાત્વની લાગણી આત્મભાન બહુ જ ભૂલાવે છે અને પુગલ જે જડ પદાર્થો છે તે દેહાદિમાં સત્યતાની, નિત્યતાની, સારપણાની અને પવિત્રતાની બુદ્ધિ ધારણ કરાવે છે. સત્ય, નિત્ય, સારભૂત અને પવિત્ર તે આત્મા જ છે. તેને બદલે જડ પદાર્થમાં તેવી લાગણી અને પ્રવૃત્તિ થવી તેને મિથ્યાત્વ' કહે છે. પુદ્ગલોને આત્મા સાથે સંબંધ જોડનાર બીજી લાગણી “અવિરતિ' નામની છે. અવિરતિને કે અર્થ ઈચ્છાઓને છૂટી મૂકવી તે. આત્માની શક્તિ મેળવવાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6