Page #1
--------------------------------------------------------------------------
________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૬૭ આત્મા સાથે કર્મના પુદ્ગલેને
સંબંધ અને બંધનમુક્તિ આત્મા પિતાનું ભાન ભૂલી, પિતાના સ્વભાવથી મનવડે, વચનવડે અને શરીરવડે રાગદ્વેષવાળી પ્રવૃત્તિ કરે છે, તે વખતે જેમ લેતું લેહચુંબક તરફ આકર્ષાય છે, તેમ આ જગતમાં સર્વત્ર ભરેલા પુદ્ગલ પરમાણુઓમાંથી પિતાની લાગણીને લાયકનાં પગલે પિતા તરફ આકર્ષે છે અને તીવ્ર કે મંદ લાગણીના પ્રમાણમાં તે પુદ્ગલેનું આત્મપ્રદેશ સાથે જોડાણ કરે છે.
આ રાગદ્વેષવાળી લાગણુઓના ચાર વિભાગ પડે છે. એક વિપરીત પ્રવૃત્તિવાળી લાગણી કે જેને મિથ્યાત્વ કહેવામાં આવે છે. તેને લઈને જે વસ્તુ આત્મા નથી તેમાં આત્માની લાગણી થાય છેઃ જે વસ્તુ અનિત્ય છે, અસાર છે તેમાં નિત્યપણાની, સારાપણાની લાગણી થાય છે? અપવિત્રમાં પવિત્રપણાની લાગણી થાય છે. આ મિથ્યાત્વની લાગણી આત્મભાન બહુ જ ભૂલાવે છે અને પુગલ જે જડ પદાર્થો છે તે દેહાદિમાં સત્યતાની, નિત્યતાની, સારપણાની અને પવિત્રતાની બુદ્ધિ ધારણ કરાવે છે. સત્ય, નિત્ય, સારભૂત અને પવિત્ર તે આત્મા જ છે. તેને બદલે જડ પદાર્થમાં તેવી લાગણી અને પ્રવૃત્તિ થવી તેને મિથ્યાત્વ' કહે છે.
પુદ્ગલોને આત્મા સાથે સંબંધ જોડનાર બીજી લાગણી “અવિરતિ' નામની છે. અવિરતિને કે અર્થ ઈચ્છાઓને છૂટી મૂકવી તે. આત્માની શક્તિ મેળવવાની
Page #2
--------------------------------------------------------------------------
________________
૬૮ ].
શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા ઈચ્છાને બદલે પુદ્ગલે મેળવવાની ઈચ્છા કરવી, આત્મશક્તિને ઉપગ આત્માના આનંદ માટે ન કરતાં પુદ્ગલે મેળવવા અને પુદ્ગલોના સુખ મેળવવા માટે કરે અને ઇન્દ્રિયના વિષયને જ પિષણ મળે તે તરફ આત્મશક્તિના ઉપગને વહેવરાવ્યા કરે, તે અવિરતિ. તેથી પુદ્ગલેને આત્મા સાથે સંબંધ વધારે વધતું જાય છે.
આત્મા સાથે કર્મને પુગલોને સંબંધ વધારનાર ત્રીજી લાગણી “કવાની છે. ઈન્દ્રિયોને પિષણ આપવા– વિષય મેળવવા માટે કોઇને, માન, માયાને અને લેભને ઉપયોગ કરવામાં આવે છે. આ ચારને કષાયે કહે છે. કોઈ પ્રસંગે આ વિષય મેળવવા માટે તો કઈ વખતે તેનું રક્ષણ કરવા માટે અથવા પોતાના કે પરના પ્રસંગમાં આ ચાર કષામાંથી કઇ પણ કષાયવાળી લાગણીની મુખ્યતા હોય છે. આ કષાયવાળી લાગણીઓ પુદ્ગલેને આત્મા સાથે સંબંધ વિશેષ દઢ કરાવે છે અને ટકાવી રાખે છે.
ચેથી લાગણું કર્મયુગલોને સંબંધ જોડનારી મન– વચન-શરીરની પ્રવૃત્તિની છે. તે લાગણી રાગ ઉત્પન્ન કરાવીને કે દ્વેષ કરાવીને, પિતાને માટે કે પરને માટે પણ તે ત્રણ મન આદિ “ગની પ્રવૃત્તિ પુદ્દગલોને સંચય કરાવે છે. તે પુદ્ગલે શુભ પણ હોય અને અશુભ પણ હોય, છતાં બન્ને બંધનરૂપ તે છે જ.
આ ચાર પ્રયત્નમાં મિથ્યાત્વની લાગણી સર્વ કરતાં પુદ્ગલને આત્મા સાથે વિશેષ સંબંધ કરાવે છે અને ટકાવી પણ રાખે છે. ખરી રીતે જોઈએ તે માલુમ પડશે
Page #3
--------------------------------------------------------------------------
________________
પારમાર્થિક લેખસંગ્રહ કે-જેમ ઝાડને ટકાવી રાખનાર અને પોષણ આપનાર તેનાં મૂળ છે, તેમ કર્મોને ટકાવી રાખનાર અને પોષણ આપનાર આ મિથ્યાત્વની લાગણી છે. મિથ્યાત્વની લાગણી ન હેય તે અવિરતિ-ઈચ્છાની લાગણી તેથી એ છે કર્મસંગ્રહ કરાવે છે. મિથ્યાત્વ અને અવિરતિ તે બન્ને લાગણી ન હેય તે કષાયની લાગણી તેથી પણ ઓછો સંગ્રહ કરાવે છે અને ઉપરની ત્રણેય લાગણી ન હોય તે પ્રસંગે મન આદિ ત્રણની લાગણી ઘણે જ શેડો કમબંધ કરાવે છે. આ ઉપરથી એ સ્પષ્ટ જણાય છે કે–આત્મભાન ભૂલવું તે ‘મિથ્યાત્વી ઇચ્છાઓને કાબૂમાં રાખવાનો નિયમ ન કરે તે “અવિરતિ” રાગદ્વેષવાળી પ્રવૃત્તિ તે “કષાય અને મનવચન–શરીરની સામાન્ય પ્રવૃત્તિ તે “ગ.” કઈ વખતે એક, કેઈ વખતે બે, કઈ વખતે ત્રણ અને કઈ પ્રસંગે ચારેય જાતની લાગણીઓ એકી સાથે હોય છે.
આ ચાર કારણે વડે ગ્રહણ કરાયેલાં કર્મ પુદ્ગલેને આત્માની સાથે સંબંધ થાય છે. તે સંબંધ તે તે કારણે વડે વૃદ્ધિ પામે છે અને નિમિત્તની પ્રબળતાથી લાંબા વખત સુધી ટકી રહે છે.
પ્રસ્તુત ચાર કારણોથી આત્મા સાથે બંધાતા કર્મપુદ્ગલેને તેના વિરોધી આ ચાર કારણથી દૂર કરી શકાય છે.
બંધનમુક્તતા-અજ્ઞાનદશામાં આત્મા પિતાની શક્તિને ઉપગ રાગદ્વેષ સાથે કરે છે, એ કારણથી આત્મા અને કર્મપુદ્ગલેને સંબંધ ટકી રહે છે. તે કારણેને દૂર
Page #4
--------------------------------------------------------------------------
________________
૯૦ ]
શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા કરવાથી કમપુદ્ગલને સંબંધ છૂટી જાય છે, જેનું નામ કમબંધથી મુક્તિ છે.
આત્મા જે વસ્તુ છે તેને તે રૂપે જાણવી અર્થાત્ સને સતરૂપે જાણવું, તે મિથ્યાત્વનું વિધી સમ્યગદર્શન છે. આત્મા નિત્ય છે, સત્ય છે, પવિત્ર છે, આનંદસ્વરૂપ છે. એને બરાબર સમજવાથી અને પ્રવૃત્તિના સર્વ પ્રસંગમાં તે જ્ઞાન ટકાવી રાખવાથી મિથ્યાત્વથી આવતાં કર્મયુગલે અટકી જાય છે. આ સત્યને પ્રકાશ પ્રબળ થતાં વિવિધ પ્રકારની માયિક ઈચ્છાઓ ઓછી થઈ જાય છે. અને જે ઈચ્છા થાય છે તે પિતાને અને પરને આનંદરૂપ થાય તેવી થાય છે. તેમ થતાં અવિરતિ નામની કર્મસંબંધ ટકાવી રાખનાર બીજી લાગણીથી આવતાં કમી પણ અટકી જાય છે.
આત્મા તરફ જેમ જેમ પ્રેમ વધતું જાય છે, તેમ તેમ ઈચ્છાઓ પણ આત્માને પિષણ મળે તેવી જ થાય છે. વળી તેને લઈને કોધ, માન, માયા અને લેભની પ્રવૃત્તિ મંદ થઈ જાય છે, કેમકે–પુદ્ગલ મેળવવાની ઈચ્છા માટે જ ક્રોધાદિને ઉપયોગ કરે પડે છે. તે ઈચ્છાઓ બંધ થતાં ક્રોધાદિની પ્રવૃત્તિ પણ અટકી જ પડે અને કષાયુની પ્રવૃત્તિ મંદ થતાં તે પ્રસંગે તેટલી મન-વચન-શરીરની પ્રવૃત્તિ હોય છતાં તે નિરસ હોવાથી કર્મ પુદ્ગલેને આકર્ષવાનું બળ તેમાંથી ઓછું થઈ ગયેલું હોય છે, તેથી આત્માને કર્મયુગલે સાથે સંબંધ ઓછો થતું જાય છે અને પૂર્વે જે અજ્ઞાનદશામાં સંબંધ બાંધેલો હોય છે તે
Page #5
--------------------------------------------------------------------------
________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૭૧
આત્મસ્વરૂપમાં સ્થિરતા કરવાથી તથા વર્તમાનકાળે અનુભવ કરી લેવાથી સત્તામાં રહેલા કર્મો પણ ઓછાં થતાં જાય છે. આ સર્વ કહેવા ઉપરથી એ નિર્ણય થયો કે (૧) મિથ્યાત્વવાળી અજ્ઞાનદશાથી આવતાં કર્મ પુદ્ગલ સમ્યગ્દર્શનથી
કાય છે, (૨) અવિરતિ-ઈચ્છાઓથી આવતાં કર્મપુદ્ગલે ઈચ્છાને નિરોધ કરવારૂપ વિરતિથી રેકાય છે, (૩) કોધ, માન, માયા અને લોભથી આવતાં કમ્પુગલે ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષથી રેખાય છે, અને (૪) મન-વચનશરીરથી આવતાં કમપુલ મનાતીત, વચનાતીત, કાયાતીતરૂપ આત્મસ્વરૂપમાં સ્થિરતા કરવાથી રોકાય છે.
આવતાં કમને રોકવા તેને “સંવર' કહે છે. પૂર્વના સત્તામાં જે કર્મો હતાં તેને શરીરાદિવડે ભેગવી લેવાથી અને આત્મસ્વરૂપમાં સ્થિરતા કરવાથી ફળ આપવાના સ્વભાવથી વિખેરી નાખવામાં આવે છે, તેને “નિજરા” કહે છે. આ પ્રમાણે મહેનત કરવાથી કર્મયુગલોને આત્મા સાથે સંબંધ છેડી શકાય છે યા છૂટે કરી શકાય છે. દેહમાં કે ભવમાં ટકાવી રાખનાર આ સર્વ કર્મોને આત્મપ્રદેશ સાથે સંબંધ સર્વથા છૂટે કે તેનું નામ બંધનમુક્તતા અર્થાત્ “મોક્ષ છે.
આ કર્મોના આવરણે દૂર થવાથી આત્માની અનંત શક્તિઓ પ્રગટ થાય છે. જેમ આંખ પાસેના અમુક ભાગના આવરણે ખસી જવાથી આંખથી ઘણા દૂરના પ્રદેશ પર્યત જોઈ શકીએ છીએ, તેમ આત્માના તમામ પ્રદેશ ઉપરથી આ શક્તિઓને રોકનાર કર્મયુગલે નીકળી જાય તે
Page #6
--------------------------------------------------------------------------
________________ 72] શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા આત્માની અનંત શક્તિઓ પ્રગટ થાય તેમાં આશ્ચર્ય શું ? આ પ્રમાણે આત્મા સાથેને કમપુદ્ગલેને સંબંધ તૂટી જાય છે અને તે તેડવા માટે જ ત્યાગ, વૈરાગ્ય, ધર્મ વિગેરેની જરૂરીયાત મહાન સદ્ગુરુઓએ સ્વીકારી છે. દ્રવ્યાનુયોગનું ફળ દ્રવ્યાનુયોગ પરમ ગંભીર અને સૂક્ષ્મ છે, નિર્ચન્ય પ્રવચનનું રહસ્ય છે, તેમજ શુક્લધ્યાનનું કારણ છે; અને શુક્લધ્યાનથી કેવળજ્ઞાન સમુત્પન્ન થાય છે. દર્શનાહને અનુભાગ ઘટવાથી અથવા નાશ પામવાથી, વિષય પ્રત્યે ઉદાસીનતાથી અને મહપુરૂષના ચરણકમળની ઉપાસનાના બળથી દ્રવ્યાનુયોગ પરિણમે છે. જેમ જેમ સંયમ વર્ધમાન થાય છે તેમ તેમ દ્રવ્યાનુયોગ યથાર્થ પરિણમે છે. સંયમની વૃદ્ધિનું કારણ સમ્યગદર્શનનું નિર્મલત્વ છે. તેનું કારણ પણ દ્રવ્યાનુયોગ” થાય છે. દ્રવ્યાનુયોગનું ફળ સર્વ ભાવથી વિરામ પામવારૂપ સંયમ છે,