________________
૯૦ ]
શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા કરવાથી કમપુદ્ગલને સંબંધ છૂટી જાય છે, જેનું નામ કમબંધથી મુક્તિ છે.
આત્મા જે વસ્તુ છે તેને તે રૂપે જાણવી અર્થાત્ સને સતરૂપે જાણવું, તે મિથ્યાત્વનું વિધી સમ્યગદર્શન છે. આત્મા નિત્ય છે, સત્ય છે, પવિત્ર છે, આનંદસ્વરૂપ છે. એને બરાબર સમજવાથી અને પ્રવૃત્તિના સર્વ પ્રસંગમાં તે જ્ઞાન ટકાવી રાખવાથી મિથ્યાત્વથી આવતાં કર્મયુગલે અટકી જાય છે. આ સત્યને પ્રકાશ પ્રબળ થતાં વિવિધ પ્રકારની માયિક ઈચ્છાઓ ઓછી થઈ જાય છે. અને જે ઈચ્છા થાય છે તે પિતાને અને પરને આનંદરૂપ થાય તેવી થાય છે. તેમ થતાં અવિરતિ નામની કર્મસંબંધ ટકાવી રાખનાર બીજી લાગણીથી આવતાં કમી પણ અટકી જાય છે.
આત્મા તરફ જેમ જેમ પ્રેમ વધતું જાય છે, તેમ તેમ ઈચ્છાઓ પણ આત્માને પિષણ મળે તેવી જ થાય છે. વળી તેને લઈને કોધ, માન, માયા અને લેભની પ્રવૃત્તિ મંદ થઈ જાય છે, કેમકે–પુદ્ગલ મેળવવાની ઈચ્છા માટે જ ક્રોધાદિને ઉપયોગ કરે પડે છે. તે ઈચ્છાઓ બંધ થતાં ક્રોધાદિની પ્રવૃત્તિ પણ અટકી જ પડે અને કષાયુની પ્રવૃત્તિ મંદ થતાં તે પ્રસંગે તેટલી મન-વચન-શરીરની પ્રવૃત્તિ હોય છતાં તે નિરસ હોવાથી કર્મ પુદ્ગલેને આકર્ષવાનું બળ તેમાંથી ઓછું થઈ ગયેલું હોય છે, તેથી આત્માને કર્મયુગલે સાથે સંબંધ ઓછો થતું જાય છે અને પૂર્વે જે અજ્ઞાનદશામાં સંબંધ બાંધેલો હોય છે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org