Book Title: Anekantvad
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf

View full book text
Previous | Next

Page 6
________________ ૨૧૭ જૈનધર્મને પ્રાણ એ ધ્યેય તરફ ધ્યાન રાખીને કેવળ સત્યની જિજ્ઞાસા રાખવી. (૩) ગમે તેવા વિરોધી દેખાતા પક્ષથી ગભરાવું નહીં અને પિતાના પક્ષની જેમ એ પક્ષની પણ આદરપૂર્વક વિચારણા કરવી અને પિતાના પક્ષ તરફ પણ વિરોધી પક્ષની જેમ આકરી સમાચક દષ્ટિ રાખવી. (૪) પિતાને તેમ જ બીજાઓના અનુભવોમાંથી જે જે અંશે સાચા લાગે–ભલે પછી તે વિરોધી જ કેમ ન લાગતા હોય–એ બધાને વિવેકબુદ્ધિથી સમન્વય કરવાની ઉદારતાનો અભ્યાસ કરવો અને અનુભવ વધતાં પહેલાંના સમન્વયમાં જ્યાં ભૂલ દેખાય ત્યાં મિથ્યાભિમાનને ત્યાગ કરીને, સુધારો કરવો અને એ જ ક્રમે આગળ વધવું. અનેકાંતદષ્ટિનું ખંડન અને તેની વ્યાપક અસર જ્યારે બીજા વિદ્વાનોએ અનેકાંતદષ્ટિને તસ્વરૂપે સ્વીકાર કરવાને બદલે સાંપ્રદાયિક વાદ રૂપે સ્વીકાર કર્યો ત્યારે એના ઉપર તરફથી આક્ષેપોની ઝડીઓ વરસવા લાગી. બાદરાયણ જેવા સૂત્રકારેએ એના ખંડન માટે સત્ર રચી દીધો અને એ સૂત્રોના ભાષ્યકારોએ એ જ વિષયને અનુલક્ષીને પિતાનાં ભાષ્યોની રચના કરી. વસુબંધુ, દિદ્ભાગ, ધમકીર્તિ અને શાંતરક્ષિત જેવા મોટા મેટા પ્રભાવશાળી બૌદ્ધ વિદ્વાનેએ પણ અનેકાંતવાદની પૂરેપૂરી ખબર લઈ નાખી! આ બાજુ જૈન વિચારક વિદ્વાનોએ પણ એમને સામને કર્યો. આ પ્રચંડ સંઘર્ષનું અનિવાર્યું પરિણામ એ આવ્યું કે એક બાજુ અનેકાંતદષ્ટિનો તર્કબદ્ધ રીતે વિકાસ થયો અને બીજી બાજુ એને પ્રભાવ બીજા વિરોધી સંપ્રદાયના વિદ્વાને ઉપર પણ પડ્યો. દક્ષિણ ભારતમાં પ્રચંડ દિગંબરાચાર્યો અને પ્રચંડ મીમાંસક અને વેદાંતી વિદ્વાનોની વચ્ચે શાસ્ત્રાર્થનું Kદ્ધ થયું; એથી છેવટે તે અનેકાંતષ્ટિને પ્રભાવ જ વધુ ફેલા; તે એટલે સુધી કે રામાનુજ જેવા જેન તત્વના સાવ વિરોધી પ્રખર આચાર્યું શંકરાચાર્યના ભાયાવાદના વિરોધમાં પોતાને મતનું સ્થાપન કરતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7