Book Title: Anekantvad
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf

View full book text
Previous | Next

Page 5
________________ અનેકાંતવાદ ૨૦૯ હોય છે. આવી સ્થિતિમાં યથાર્થવાદીપણું હોવા છતાં પણ પિતાનું દર્શન અપૂર્ણ હોવાને લીધે અને એને પ્રગટ કરવાની સામગ્રી પણ અપૂર્ણ હેવાને કારણે સત્યપ્રિય માણસની સમજણમાં પણ ક્યારેક ક્યારેક ફરક પડી જાય છે, અને સંસ્કારભેદ એમનામાં પરસ્પરમાં સવિશેષ સંધર્ષ પેદા કરી દે છે. આ રીતે પૂર્ણદર્શી અને અપૂર્ણદશી બધાય સત્યવાદીઓ મારફત છેવટે ભેદ અને વિરોધની સામગ્રી આપોઆપ રજૂ થઈ જાય છે અથવા બીજા લેકે એમના નામે આવી સામગ્રી પેદા કરી લે છે. ભગવાન મહાવીરે શેાધેલી અનેકાંતદષ્ટિ અને એની શરતો આવી વસ્તુસ્થિતિ જોઈને ભગવાન મહાવીરે વિચાર્યું કે એવો શો રસ્તો કાઢી શકાય કે જેથી વસ્તુનું પૂર્ણ કે અપૂર્ણ સત્યદર્શન કરવાવાળાની સાથે અન્યાય ન થાય. બીજાનું દર્શન અપૂર્ણ તેમ જ પિતાના દર્શનનું વિરોધી હોવા છતાં જે એ સત્ય હાય, અને એ જ પ્રમાણે પિતાનું દર્શન અપૂર્ણ તેમ જ બીજાના દર્શનનું વિશધી હેય, છતાં જે એ સત્ય હોય તો એ બન્નેને ન્યાય મળે એને પણ શો ઇલાજ છે ? -આવી જ ચિંતનપ્રધાન તપસ્યાએ ભગવાન મહાવીરને અનેકાંતદષ્ટિ સુઝાડી, અને એમને સત્યની શોધનો સંકલ્પ સફળ થયા. એમણે પિતાને સાંપડેલી એ અનેકાંતદષ્ટિની ચાવીથી વ્યક્તિગત તેમ જ સામૂહિક જીવનની વ્યાવહારિક અને પારમાર્થિક સમસ્યાઓના તાળાને ઉઘાડી નાખ્યું અને સમાધાન મેળવ્યું, ત્યારે એમણે જીવનમાં ઉપયોગી વિચાર અને આચારનું ઘડતર કરતી વખતે, એ અનેકાંતદષ્ટિને, નીચે પ્રમાણેની મુખ્ય શરતથી પ્રકાશિત કરી, અને પિતાના જીવન દ્વારા એનું અનુસરણ કરવાને એ જ શરતેએ ઉપદેશ આપ્યો. એ શરતો આ પ્રમાણે છે (1) રાગ અને દેશમાંથી પેદા થતા સંસ્કારોને વશ ન થવું, અર્થાત તેજસ્વી મધ્યસ્થભાવ ધારણ કર. (૨) જ્યાં લગી મધ્યસ્થભાવને પૂર્ણ વિકાસ ન થાય ત્યાં લગી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7