Book Title: Anekantvad
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf
Catalog link: https://jainqq.org/explore/249518/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ અનેકાંતવાદ અનેકાંત એ જૈન સંપ્રદાયનો મુખ્ય સિદ્ધાંત છે, જે તત્ત્વજ્ઞાન અને ધર્મના અને પ્રદેશમાં સભાનપણે માન્ય થયેલ છે. અનેકાંત અને સ્યાદ્વાદ એ બન્ને શબ્દો અત્યારે સામાન્ય રીતે એક જ અર્થમાં વપરાય છે. માત્ર જૈને જ નહિ, પણ નોતર સમજદાર લેકે જૈન દર્શન ને જૈન સંપ્રદાયને અનેકાંતદર્શન કે અનેકાંતસંપ્રદાય તરીકે ઓળખે-ઓળખાવે છે. હમેશાંથી જેન લેકે પિતાની અનેકાંત સંબંધી માન્યતાને એક અભિમાનની વસ્તુ લેખતા આવ્યા છે અને એની ભવ્યતા, ઉદારતા તેમ જ સુંદરતાનું સ્થાપન કરતા આવ્યા છે. અહીં આપણે જોવાનું એ છે કે અનેકાંત એ વસ્તુ શું છે? અનેકાંતની સામાન્ય સમજૂતી અનેકાંત એ એક જાતની વિચારપદ્ધતિ છે. તે બધી દિશાઓથી, બધી બાજુથી ખુલ્લું એવું એક માનચક્ષુ છે. જ્ઞાનના, વિચારના અને આચરણના કોઈ પણ વિષયને તે માત્ર એક જ તૂટેલી કે અધુરી બાજુથી જેવા ના પાડે છે અને શક્ય હોય તેટલી વધારેમાં વધારે બાજુએથી, વધારેમાં વધારે વિગતથી અને વધારેમાં વધારે માર્મિક રીતે તે સર્વ કાંઈ વિચારવા, આચરવાને પક્ષપાત ધરાવે છે. આ તેને પક્ષપાત પણ માત્ર સત્યના પાયા ઉપર જ બંધાયેલ છે. અને કાંતનું જીવિતપણે અગર જીવન એટલે તેની પાછળ, આગળ કે અંદર સર્વત્ર સત્યનું-યથાર્થતાનું વહેણ અનેકાંત એ માત્ર કલ્પના નથી, Page #2 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મને પ્રાણુ પણ સત્યસિદ્ધ થયેલી કલ્પના હોઈ તે તત્વજ્ઞાન છે અને વિવેકી આચરણને વિષય તે ધર્મ પણ છે. અનેકાંતનું વિતપણું એમાં છે કે તે જેમ બીજા વિષયોને બધી બાજુથી તટસ્થપણે જેવા, વિચારવા, અપનાવવા પ્રેરે છે, તેમ એ પિતાના સ્વરૂપ અને જીવિતપણું વિશે પણ ખુલ્લા મનથી વિચાર કરવા ફરમાવે છે. જેટલું વિચારનું ખુલ્લાપણું, સ્પષ્ટપણું અને તટસ્થપણું તેટલું જ અનેકાંતનું બળ કે જીવન. [ અચિં ભા. ૧, પૃ. ૮૭૩] કેઈ પણ વિશિષ્ટ દર્શન હેય કે ધર્મપથ હોય, એના આધારરૂપ –એના મૂળ પ્રવર્તક પુરુષની—એક ખાસ દષ્ટિ હોય છે, જેમ કે શંકરાચાર્યની પિતાના મતનિરૂપણમાં “અતદષ્ટિ' અને ભગવાન બુદ્ધની પિતાના ધર્મપંથ-પ્રવર્તનમાં મધ્યમપ્રતિપદાર્દષ્ટિ” એ ખાસ દષ્ટિઓ છે. જૈન દર્શન ભારતીય દર્શનેમાં એક વિશિષ્ટ દર્શન છે; સાથે સાથે વિશિષ્ટ ધર્મ-પંથ પણ છે; તેથી એના પ્રવર્તક અને પ્રચારક મુખ્ય પુરુષની એક ખાસ દષ્ટિ એના મૂળમાં હેવી જ જોઈએ, અને એ છે પણ ખરી. આ દૃષ્ટિ જ અનેકાંતવાદ છે. જૈન તત્વવિચાર હોય કે આચાર-વ્યવહાર હોય, ગમે તે હોય, એ બધુંય અનેકાંતદૃષ્ટિને આધારે જવામાં આવે છે. અથવા એમ કહી શકાય કે અનેક પ્રકારના વિચારે અને આચારમાંથી જૈન વિચાર અને જૈન આચાર શું છે? એ કેવા હેઈ શકે?એ નકકી કરવાની અને એની આકારણી કરવાની એકમાત્ર કસોટી પણ અનેકાંતદષ્ટિ જ છે. [દઔચિં૦ નં૦ ૨, ૫૦ ૧૪૯] અન્ય દશામાં દેખાતી અનેકાંતદષ્ટિ આપણે બધા જાણીએ છીએ કે બુદ્ધ પિતાને વિભજ્યવાદી કહે છે. જેના આગમોમાં મહાવીરને પણ વિભજ્યવાદી કહ્યા છે. વિભ ૧. મઝિમનિકાચ સુવ ૯૯, ૨. સૂત્રકૃતાં ૧-૧૪-૨૨. Page #3 -------------------------------------------------------------------------- ________________ અનેકાંતવાદ જ્યવાદને અર્થ છે પૃથક્કરણ કરીને સત્ય-અસત્યનું નિરૂપણું કરવું અને સત્યોને એગ્ય સમન્વય કરે. વિભજ્યવાદનું જ બીજું નામ અનેકાંત છે, કારણ કે વિભજ્યવાદમાં એકાંત દૃષ્ટિબિંદુનો ત્યાગ હેાય છે. બૌદ્ધ પરંપરામાં ‘વિભાજ્યવાદને સ્થાને “મધ્યમમાર્ગ' શબ્દ વધારે રૂઢ છે. અંતે(છેડાઓ)ને ત્યાગ કરવા છતાં અનેકાંતના અવલંબનમાં જુદા જુદા વિચારનાં જુદાં જુદાં દૃષ્ટિબિંદુ હોઈ શકે છે. તેથી જ આપણે ન્યાય, સાંખ્ય-ગ અને મીમાંસક જેવાં દર્શનમાં પણ વિભજ્યવાદ તથા અનેકાંત શબ્દના ઉપયોગથી નિરૂપણ થયેલું જોઈએ છીએ. અક્ષપાદકૃત ન્યાયસૂત્રના પ્રસિદ્ધ ભાષ્યકાર વાસ્યાયને ૨-૧-૧૫, ૧૬ ના ભાગ્યમાં જે નિરૂપણ કર્યું છે તે અનેકાંતનું સ્પષ્ટ દ્યોતક છે, અને “યથાનં વિમાનવન” એમ કહીને તે એમણે વિભાજ્યવાદને જ પડઘો પાડ્યો છે. આપણે સાંખ્યદર્શનની તત્વચિંતનની સમગ્ર પ્રક્રિયાને ધ્યાનપૂર્વક જોઈશું તે જણાશે કે એનું નિરૂપણ અનેકાંતદષ્ટિથી કરવામાં આવ્યું છે. ગદર્શનના ૩-૧૩ સૂત્રના ભાષ્ય તથા તત્ત્વવૈશારદી વિવરણને ધ્યાનપૂર્વક વાંચનાર, સાંખ્ય-ગ દર્શનની અનેકાંતદષ્ટિને બરાબર સમજી શકે છે. કુમારિલે પણ કવાતિકમાં તેમ જ બીજે પિતાની તત્ત્વવ્યવસ્થામાં અનેકાંતદૃષ્ટિને ઉપયોગ કર્યો છે. માત્ર ઉપનિષદને જ આધાર લઈને કેવલાદૈત, વિશિષ્ટાદ્વૈત, દૈતાદત, શુદ્ધાદ્વૈત વગેરે અનેક વાદ સ્થાપિત થયા છે, તે ખરી રીતે અનેકાંતવિચારસરના જુદા જુદા પ્રકાર છે. તત્વચિંતનની વાત બાજુએ મૂકી આપણે માનવજાથાના જુદા જુદા આચાર–વ્યવહારો ઉપર ધ્યાન આપીશું તે એમાં પણ આપણને અનેકાંતદષ્ટિ દેખાશે. ખરી રીતે જીવનનું સ્વરૂપ જ એવું છે કે જે એકાંત દષ્ટિમાં પૂરેપૂર અભિવ્યક્ત નથી થઈ શકતું. માનવવ્યવહાર પણ એવો છે કે જે અનેકાંતદષ્ટિનું અંતિમ અવલંબન લીધા વગર નભી શકતું નથી. દઔચિં ખર, ૫૦ ૫૦૦-૫૦૧] ૧. શ્વેકાર્તિક, આત્મવાદ ૨૯, ૩૦ વગેરે. Page #4 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ જૈનધર્મને પ્રાણ અનેકાંતદષ્ટિને આધાર : સત્ય જ્યારે સમગ્ર જૈન વિચાર અને આચારને પાયો અનેકાંતદષ્ટિ જ છે ત્યારે પહેલાં એ જોવું જોઈએ કે અનેકાંતદષ્ટિ કયાં તને આધારે ઊભી કરવામાં આવી છે? વિચાર કરતાં તેમ જ અનેકાંતદષ્ટિના સાહિત્યનું અવલેકન કરતાં જણાય છે કે અનેકાંતદષ્ટિ સત્યના આધારે ઉભી છે. જોકે બધાય મહાપુરુષે સત્યને જ ચાહે છે અને સત્યની જ શોધ તેમ જ સત્યના જ નિરૂપણમાં પિતાનું જીવન વિતાવે છે, છતાં પણ સત્યના નિરૂપણની પદ્ધતિ અને સત્યની શોધ બધાની એકસરખી નથી હોતી. બુદ્ધદેવ જે શૈલીથી સત્યનું નિરૂપણ કરે છે કે શંકરાચાર્ય, ઉપનિષદોને આધારે, જે બે સત્યનું પ્રકાશન કરે છે, એનાથી ભગવાન મહાવીરની સત્યપ્રકાશન શૈલી જુદી છે. ભગવાન મહાવીરની સત્યપ્રકાશન શૈલીનું જ બીજું નામ અનેકાંતવાદ છે. એના મૂળમાં બે તત્વ છેઃ પૂર્ણતા અને યથાર્થતા. જે પૂર્ણ હોય, અને પૂર્ણ હોવા છતાં યથાર્થ રૂપે પ્રતીત થાય એને જ સત્ય કહેવામાં આવે છે. કોઈ પણ વસ્તુનું સંપૂર્ણરૂપે ત્રિકાલાબાધિત યથાર્થ દર્શન થવું મુશ્કેલ છે અને કોઈને એ થઈ પણ જાય તો પણ એનું એ જ રૂપે શબ્દોમાં યથાર્થ વર્ણન કરવું એ સત્યદ્રષ્ટા અને સત્યવાદીને માટે પણ બહુ મુશ્કેલ છે. કોઈ એ મુશ્કેલ કામને કેટલેક અંશે કરવાવાળા નીકળી પણુ આવે તોપણ દેશ, કાળ, પરિસ્થિતિ, ભાષા, શૈલી વગેરેના અનિવાય ભેદને લીધે એ બધાના વર્ણનમાં કંઈક ને કંઈક વિરોધ કે ભેદ દેખાઈ આવે, એ અનિવાર્ય છે. આ તે થઈ એ પૂર્ણદી અને સત્યવાદી ગણ્યાગાંઠયા મનુષ્યોની વાત કે જેમને આપણે કેવળ કલ્પના કે અનુમાનને આધારે સમજી કે માની શકીએ છીએ. આપણે અનુભવ તે સામાન્ય માણસ સુધી મર્યાદિત છે, અને એ કહે છે કે સાધારણ માણસોમાં પણ ઘણાખરા યથાર્થવાદી હોવા છતાં પણ અપૂર્ણદર્શી Page #5 -------------------------------------------------------------------------- ________________ અનેકાંતવાદ ૨૦૯ હોય છે. આવી સ્થિતિમાં યથાર્થવાદીપણું હોવા છતાં પણ પિતાનું દર્શન અપૂર્ણ હોવાને લીધે અને એને પ્રગટ કરવાની સામગ્રી પણ અપૂર્ણ હેવાને કારણે સત્યપ્રિય માણસની સમજણમાં પણ ક્યારેક ક્યારેક ફરક પડી જાય છે, અને સંસ્કારભેદ એમનામાં પરસ્પરમાં સવિશેષ સંધર્ષ પેદા કરી દે છે. આ રીતે પૂર્ણદર્શી અને અપૂર્ણદશી બધાય સત્યવાદીઓ મારફત છેવટે ભેદ અને વિરોધની સામગ્રી આપોઆપ રજૂ થઈ જાય છે અથવા બીજા લેકે એમના નામે આવી સામગ્રી પેદા કરી લે છે. ભગવાન મહાવીરે શેાધેલી અનેકાંતદષ્ટિ અને એની શરતો આવી વસ્તુસ્થિતિ જોઈને ભગવાન મહાવીરે વિચાર્યું કે એવો શો રસ્તો કાઢી શકાય કે જેથી વસ્તુનું પૂર્ણ કે અપૂર્ણ સત્યદર્શન કરવાવાળાની સાથે અન્યાય ન થાય. બીજાનું દર્શન અપૂર્ણ તેમ જ પિતાના દર્શનનું વિરોધી હોવા છતાં જે એ સત્ય હાય, અને એ જ પ્રમાણે પિતાનું દર્શન અપૂર્ણ તેમ જ બીજાના દર્શનનું વિશધી હેય, છતાં જે એ સત્ય હોય તો એ બન્નેને ન્યાય મળે એને પણ શો ઇલાજ છે ? -આવી જ ચિંતનપ્રધાન તપસ્યાએ ભગવાન મહાવીરને અનેકાંતદષ્ટિ સુઝાડી, અને એમને સત્યની શોધનો સંકલ્પ સફળ થયા. એમણે પિતાને સાંપડેલી એ અનેકાંતદષ્ટિની ચાવીથી વ્યક્તિગત તેમ જ સામૂહિક જીવનની વ્યાવહારિક અને પારમાર્થિક સમસ્યાઓના તાળાને ઉઘાડી નાખ્યું અને સમાધાન મેળવ્યું, ત્યારે એમણે જીવનમાં ઉપયોગી વિચાર અને આચારનું ઘડતર કરતી વખતે, એ અનેકાંતદષ્ટિને, નીચે પ્રમાણેની મુખ્ય શરતથી પ્રકાશિત કરી, અને પિતાના જીવન દ્વારા એનું અનુસરણ કરવાને એ જ શરતેએ ઉપદેશ આપ્યો. એ શરતો આ પ્રમાણે છે (1) રાગ અને દેશમાંથી પેદા થતા સંસ્કારોને વશ ન થવું, અર્થાત તેજસ્વી મધ્યસ્થભાવ ધારણ કર. (૨) જ્યાં લગી મધ્યસ્થભાવને પૂર્ણ વિકાસ ન થાય ત્યાં લગી Page #6 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ જૈનધર્મને પ્રાણ એ ધ્યેય તરફ ધ્યાન રાખીને કેવળ સત્યની જિજ્ઞાસા રાખવી. (૩) ગમે તેવા વિરોધી દેખાતા પક્ષથી ગભરાવું નહીં અને પિતાના પક્ષની જેમ એ પક્ષની પણ આદરપૂર્વક વિચારણા કરવી અને પિતાના પક્ષ તરફ પણ વિરોધી પક્ષની જેમ આકરી સમાચક દષ્ટિ રાખવી. (૪) પિતાને તેમ જ બીજાઓના અનુભવોમાંથી જે જે અંશે સાચા લાગે–ભલે પછી તે વિરોધી જ કેમ ન લાગતા હોય–એ બધાને વિવેકબુદ્ધિથી સમન્વય કરવાની ઉદારતાનો અભ્યાસ કરવો અને અનુભવ વધતાં પહેલાંના સમન્વયમાં જ્યાં ભૂલ દેખાય ત્યાં મિથ્યાભિમાનને ત્યાગ કરીને, સુધારો કરવો અને એ જ ક્રમે આગળ વધવું. અનેકાંતદષ્ટિનું ખંડન અને તેની વ્યાપક અસર જ્યારે બીજા વિદ્વાનોએ અનેકાંતદષ્ટિને તસ્વરૂપે સ્વીકાર કરવાને બદલે સાંપ્રદાયિક વાદ રૂપે સ્વીકાર કર્યો ત્યારે એના ઉપર તરફથી આક્ષેપોની ઝડીઓ વરસવા લાગી. બાદરાયણ જેવા સૂત્રકારેએ એના ખંડન માટે સત્ર રચી દીધો અને એ સૂત્રોના ભાષ્યકારોએ એ જ વિષયને અનુલક્ષીને પિતાનાં ભાષ્યોની રચના કરી. વસુબંધુ, દિદ્ભાગ, ધમકીર્તિ અને શાંતરક્ષિત જેવા મોટા મેટા પ્રભાવશાળી બૌદ્ધ વિદ્વાનેએ પણ અનેકાંતવાદની પૂરેપૂરી ખબર લઈ નાખી! આ બાજુ જૈન વિચારક વિદ્વાનોએ પણ એમને સામને કર્યો. આ પ્રચંડ સંઘર્ષનું અનિવાર્યું પરિણામ એ આવ્યું કે એક બાજુ અનેકાંતદષ્ટિનો તર્કબદ્ધ રીતે વિકાસ થયો અને બીજી બાજુ એને પ્રભાવ બીજા વિરોધી સંપ્રદાયના વિદ્વાને ઉપર પણ પડ્યો. દક્ષિણ ભારતમાં પ્રચંડ દિગંબરાચાર્યો અને પ્રચંડ મીમાંસક અને વેદાંતી વિદ્વાનોની વચ્ચે શાસ્ત્રાર્થનું Kદ્ધ થયું; એથી છેવટે તે અનેકાંતષ્ટિને પ્રભાવ જ વધુ ફેલા; તે એટલે સુધી કે રામાનુજ જેવા જેન તત્વના સાવ વિરોધી પ્રખર આચાર્યું શંકરાચાર્યના ભાયાવાદના વિરોધમાં પોતાને મતનું સ્થાપન કરતી Page #7 -------------------------------------------------------------------------- ________________ અનેકાંતવાદ 211 વખતે કે આધાર તે સામાન્ય ઉપનિષદને લીધે, પણ એમાંથી વિશિષ્ટદૈતનું નિરૂપણ કરતી વખતે અનેકાંતદષ્ટિને ઉપયોગ કર્યો, અથવા એમ કહે કે, રામાનુજે પિતાની બે અનેકાંતદષ્ટિને વિશિષ્ટાદ્વૈતની રચનામાં પરિણત કરી અને એને પનિષદ તત્વને જામે પહેરાવીને અનેકાંતદૃષ્ટિમાંથી વિશિષ્ટાદ્વૈતવાદ ઊભો કરીને અનેકાંતદષ્ટિ તરફ આકર્ષાયેલી જનતાને વેદાંતના માર્ગમાં સ્થિર કરી. પુષ્ટિમાર્ગના પુરસ્કર્તા વલ્લભાચાર્ય, જેઓ દક્ષિણ ભારતમાં થઈ ગયા, એમના શુદ્ધાદ્વૈતવિષયક બધાં તવ જેકે છે તે ઉપનિષદના આધારવાળાં, પણ એમની સમગ્ર વિચારસરણી અનેકાંતદષ્ટિને આપવામાં આવેલું નવીન વેદાંત વરૂપ છે. આ બાજુ ઉત્તર અને પશ્ચિમ ભારતમાં બીજા વિદ્વાન સાથે થતાંબર સંપ્રદાયના મહાન વિદ્વાનોનું ખંડનમંડનવિષયક જે દૂધ થયું એના પરિણામે અનેકાંતવાદને પ્રભાવ જનતામાં ફેલાય અને સાંપ્રદાયિક ઢબે અનેકાંતવાદનો વિરોધ કરવાવાળા પણ જાણતા-અજાણતાં અનેકાંતદષ્ટિને અપનાવવા લાગ્યા. આ રીતે જો કે એક વાદરૂપે અનેકાંતદષ્ટિ અત્યાર સુધી જેનેની જ લેખાય છે, તો પણ એને પ્રભાવ કઈ ને કઈ રૂપે, અહિંસાની જેમ વિક્ત કે અર્ધવિકૃત રૂપે, ભારતના દરેક ભાગમાં ફેલાયેલો છે. આની સાબિતી બધા ભાગોના સાહિત્યમાંથી મળી શકે છે. દિઔચિં ખં, 2, 50 ૧૫૧-૧૫ર, 155-156]