________________
અનેકાંતવાદ
જ્યવાદને અર્થ છે પૃથક્કરણ કરીને સત્ય-અસત્યનું નિરૂપણું કરવું અને સત્યોને એગ્ય સમન્વય કરે. વિભજ્યવાદનું જ બીજું નામ અનેકાંત છે, કારણ કે વિભજ્યવાદમાં એકાંત દૃષ્ટિબિંદુનો ત્યાગ હેાય છે. બૌદ્ધ પરંપરામાં ‘વિભાજ્યવાદને સ્થાને “મધ્યમમાર્ગ' શબ્દ વધારે રૂઢ છે. અંતે(છેડાઓ)ને ત્યાગ કરવા છતાં અનેકાંતના અવલંબનમાં જુદા જુદા વિચારનાં જુદાં જુદાં દૃષ્ટિબિંદુ હોઈ શકે છે. તેથી જ આપણે ન્યાય, સાંખ્ય-ગ અને મીમાંસક જેવાં દર્શનમાં પણ વિભજ્યવાદ તથા અનેકાંત શબ્દના ઉપયોગથી નિરૂપણ થયેલું જોઈએ છીએ. અક્ષપાદકૃત ન્યાયસૂત્રના પ્રસિદ્ધ ભાષ્યકાર વાસ્યાયને ૨-૧-૧૫, ૧૬ ના ભાગ્યમાં જે નિરૂપણ કર્યું છે તે અનેકાંતનું સ્પષ્ટ દ્યોતક છે, અને “યથાનં વિમાનવન” એમ કહીને તે એમણે વિભાજ્યવાદને જ પડઘો પાડ્યો છે. આપણે સાંખ્યદર્શનની તત્વચિંતનની સમગ્ર પ્રક્રિયાને ધ્યાનપૂર્વક જોઈશું તે જણાશે કે એનું નિરૂપણ અનેકાંતદષ્ટિથી કરવામાં આવ્યું છે. ગદર્શનના ૩-૧૩ સૂત્રના ભાષ્ય તથા તત્ત્વવૈશારદી વિવરણને ધ્યાનપૂર્વક વાંચનાર, સાંખ્ય-ગ દર્શનની અનેકાંતદષ્ટિને બરાબર સમજી શકે છે. કુમારિલે પણ
કવાતિકમાં તેમ જ બીજે પિતાની તત્ત્વવ્યવસ્થામાં અનેકાંતદૃષ્ટિને ઉપયોગ કર્યો છે. માત્ર ઉપનિષદને જ આધાર લઈને કેવલાદૈત, વિશિષ્ટાદ્વૈત, દૈતાદત, શુદ્ધાદ્વૈત વગેરે અનેક વાદ સ્થાપિત થયા છે, તે ખરી રીતે અનેકાંતવિચારસરના જુદા જુદા પ્રકાર છે. તત્વચિંતનની વાત બાજુએ મૂકી આપણે માનવજાથાના જુદા જુદા આચાર–વ્યવહારો ઉપર ધ્યાન આપીશું તે એમાં પણ આપણને અનેકાંતદષ્ટિ દેખાશે. ખરી રીતે જીવનનું સ્વરૂપ જ એવું છે કે જે એકાંત દષ્ટિમાં પૂરેપૂર અભિવ્યક્ત નથી થઈ શકતું. માનવવ્યવહાર પણ એવો છે કે જે અનેકાંતદષ્ટિનું અંતિમ અવલંબન લીધા વગર નભી શકતું નથી.
દઔચિં ખર, ૫૦ ૫૦૦-૫૦૧] ૧. શ્વેકાર્તિક, આત્મવાદ ૨૯, ૩૦ વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org