________________
૨૦૮
જૈનધર્મને પ્રાણ
અનેકાંતદષ્ટિને આધાર : સત્ય
જ્યારે સમગ્ર જૈન વિચાર અને આચારને પાયો અનેકાંતદષ્ટિ જ છે ત્યારે પહેલાં એ જોવું જોઈએ કે અનેકાંતદષ્ટિ કયાં તને આધારે ઊભી કરવામાં આવી છે? વિચાર કરતાં તેમ જ અનેકાંતદષ્ટિના સાહિત્યનું અવલેકન કરતાં જણાય છે કે અનેકાંતદષ્ટિ સત્યના આધારે ઉભી છે. જોકે બધાય મહાપુરુષે સત્યને જ ચાહે છે અને સત્યની જ શોધ તેમ જ સત્યના જ નિરૂપણમાં પિતાનું જીવન વિતાવે છે, છતાં પણ સત્યના નિરૂપણની પદ્ધતિ અને સત્યની શોધ બધાની એકસરખી નથી હોતી. બુદ્ધદેવ જે શૈલીથી સત્યનું નિરૂપણ કરે છે કે શંકરાચાર્ય, ઉપનિષદોને આધારે, જે બે સત્યનું પ્રકાશન કરે છે, એનાથી ભગવાન મહાવીરની સત્યપ્રકાશન શૈલી જુદી છે. ભગવાન મહાવીરની સત્યપ્રકાશન શૈલીનું જ બીજું નામ અનેકાંતવાદ છે. એના મૂળમાં બે તત્વ છેઃ પૂર્ણતા અને યથાર્થતા. જે પૂર્ણ હોય, અને પૂર્ણ હોવા છતાં યથાર્થ રૂપે પ્રતીત થાય એને જ સત્ય કહેવામાં આવે છે.
કોઈ પણ વસ્તુનું સંપૂર્ણરૂપે ત્રિકાલાબાધિત યથાર્થ દર્શન થવું મુશ્કેલ છે અને કોઈને એ થઈ પણ જાય તો પણ એનું એ જ રૂપે શબ્દોમાં યથાર્થ વર્ણન કરવું એ સત્યદ્રષ્ટા અને સત્યવાદીને માટે પણ બહુ મુશ્કેલ છે. કોઈ એ મુશ્કેલ કામને કેટલેક અંશે કરવાવાળા નીકળી પણુ આવે તોપણ દેશ, કાળ, પરિસ્થિતિ, ભાષા, શૈલી વગેરેના અનિવાય ભેદને લીધે એ બધાના વર્ણનમાં કંઈક ને કંઈક વિરોધ કે ભેદ દેખાઈ આવે, એ અનિવાર્ય છે. આ તે થઈ એ પૂર્ણદી અને સત્યવાદી ગણ્યાગાંઠયા મનુષ્યોની વાત કે જેમને આપણે કેવળ કલ્પના કે અનુમાનને આધારે સમજી કે માની શકીએ છીએ. આપણે અનુભવ તે સામાન્ય માણસ સુધી મર્યાદિત છે, અને એ કહે છે કે સાધારણ માણસોમાં પણ ઘણાખરા યથાર્થવાદી હોવા છતાં પણ અપૂર્ણદર્શી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org