Book Title: Anandsiddhi
Author(s): Ramnikvijay Gani
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 1
________________ શ્રી રત્નસિંહસૂરિશિષ્ય શ્રીવિનયચન્દ્રકૃત આણંદ સંધિ (વિક્રમના ચૌદમા સૈકાનું એક અપભ્રંશ કાવ્ય) સંપાદક: પૂ૦ પં. શ્રી રમણીકવિજયજી મહારાજ rશ્રીરત્નસિંહસૂરિશિષ્ય શ્રવિનયચન્દ્રકૃત એક અપ્રગટ અપભ્રંશ કાવ્ય “આણંદસંધિનું સંપાદન અહીં * રજૂ કર્યું છે. ઉત્તરકાલીન અપભ્રંશ—જૂની ગુજરાતીમાં રચાયેલી શ્રીવિનયચન્દ્રની આ બે કૃતિઓ નેમિનાથ ચતુ પદિકા” અને “ઉવએસમાલાકહાણ છપય” સ્વ. શ્રી ચીમનલાલ દલાલ સંપાદિત “પ્રાચીન ગુર્જર કાવ્યસંગ્રહમાં (ગાયકવાડ્ઝ ઓરિયેન્ટલ સિરીઝ નં. ૧૩, વડોદરા, સને ૧૯૨૦) પ્રસિદ્ધ થયેલી હોઈએ વિષયના અભ્યાસીઓને સુજ્ઞાત છે. શ્રીવિનયચંદ્રજીએ “મુનિસુવ્રતસ્વામિચરિત' રચ્યું છે. એમની બીજી બે કૃતિઓ “કલ્પનિરુક્ત' (સં. ૧૩૩૫) અને “દિપાલિકાકલ્પ'(સં. ૧૩૪૫)માં રચના–વર્ષ આપેલું હોઈ તેઓ વિક્રમના ચૌદમા શતકના પૂર્વાર્ધમાં વિદ્યમાન હતા એ નિશ્ચિત છે. “કાવ્યશિક્ષા”, “મહિલસ્વામિચરિત' આદિના કર્તા શ્રી વિનયચન્દ્ર ચંદ્રગચ્છના રવિપ્રભમુનિના શિષ્ય હોઈ“આણંદસંધિકાર આપણા વિનયચંદ્રથી ભિન્ન છે. “કાવ્યશિક્ષાકાર વિનયચન્દ્ર “આણંદસધિકાર વિનયચન્દ્રના સમકાલિન હતા. બંને જૈન વિદ્વાનો ગુજરાતના હતા. આણંદસંધિ' એ ટૂંકું કાવ્ય છે. એનું નામ સૂચવે છે તેમ, એમાં ભગવાન મહાવીરના શ્રાવક આનંદનો સંબંધ વર્ણવાયો છે. આ કાવ્યના સંપાદનમાં નીચેની ત્રણ હસ્તપ્રતોનો ઉપયોગ કરવામાં આવ્યો છે : ૧. વડોદરા શ્રી આત્મારામજી જ્ઞાનમંદિરમાં શાન્તસૂતિ શ્રી હંસવિજ્યજી મહારાજના સંગ્રહની પ્રત (સંજ્ઞા હૃ૦). ૨. પાટણના હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરમાંના શ્રી સંઘના ભંડારની પ્રત (સંજ્ઞા સં૦); અને ૩. એ જ જ્ઞાનમંદિરમાં રખાયેલ સાગરગચ્છના ભંડારની પ્રત (સંજ્ઞા સા૦). અપભ્રંશ અને નવ્ય ભારતીય ભાષાઓનાં પ્રાચીનતર સ્વરૂપના અભ્યાસીઓને આ સંપાદન ઉપયોગી થશે એવી આશા છે. સંપાદક] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7