________________
સ્વ. ભાઈ ચીમનલાલ ડાહ્યાભાઈ
દલાલ, એમ. એ.
વડોદરા લાઈબ્રેરી મિસેલની ત્રિમાસિક માટે લેખ લખી મે કલવાને રા ભાઈ ચીમનલાલ દલાલને મે આગળ વચન આપ્યું હતું પરંતુ તે વખતે મને લેશ પણ ખ્યાલ ન હતો કે, એ લેખમાં મેરે પ્રથમ તે ભાઇને અકાળ ને ખેદકારક અવસાનની દુઃખદ નોંધ લેવી પડશે તેમના મરણ પૂર્વે થોડાક દિવસ ઉપ૨ મિ. વિ-લેંટ સ્મિથકૃત “સમ્રાટ અકબર” નામનું નવીન ઇગ્રેજી પુસ્તક હું વાંચતા હતા અને તેમાં તે વિદ્વાન ગ્રંથકારે લાઈબ્રેરી મિસેલની માં પ્રસિદ્ધ થયેલા ભાઈ દલાલના “ અકબરના દરબાર અને જૈન સાધુ હીરવિજયસૂરિ ” નામક લેખને પ્રમાણભૂત લેખી તેની વ્યાજબી કદર હતી. આથી આનંદ પામી, તે નોંધ તરફ તેમનું ધ્યાનદેવ રાવા અને તે બદલ તેમને અભિનંદન આપવા એક પત્ર લખી મેકલવિના વિચામાં હતું એટલામાં એક સવારે વડોદરાના સયાજી વિજય ” પત્રમાં ઇન્ફલ્યુએન્ઝાના જીવલેણ રોગથી તેમનું મૃત્યુ (૩-૧ -૧૯૧૮ ને દિને) થયું છે એવા સમાચાર વાંચતાં મને સખ્ત આઘાત લાગ્યો અને કેટલેક વખત સાવ ઉદાસ અને શૂન્યમૂઢ બેસી રહ્યો. એક મિત્ર અને રહી તરીકે મને એકલાને તેથી દુઃખ થયું હતું એમ નડિ, પરંતુ જે બધા તેમના કાર્યથી વાકેફ હતા અને તેમના નિકટ પરિચયમાં આવ્યા હતા તે સિના મુખેથી આ દિલગીરી ભર્યા ખબર સાંભળતાં અત્યંત નિરાશા અને ખેદના ઉદ્ગારે નિકળ્યા હતા. તેમના કાર્યની અને કારકિર્દીની હજી શરૂઆત થતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org