________________
એ ભંડારની તપાસ અને નોંધ અપૂર્ણ અને ખામીવાળી રહેલી હતી. આનંદની વાત તે એ છે કે, એ દિશામાં મિ. દલાલે બજાવેલું કાર્ય અત્યંત સંતોષકારક અને ઉપયોગી જણાયું છે. તે જાતે જન હોવા ઉપરાંત તેમના આચારવિચાર અને રહેણી એટલાં ધામિંક અને સાદાઈવાળાં હતાં અને જૈન સાધુઓમાં તે આટલા જાણીતા હતા અને તેમને લાગવગ અને માન એવાં હતાં કે જે તેમને પિતાનું કાર્ય કરવામાં અત્યંત સહાયક નીવડયાં હતાં. જે પ્રાચીન
સાહિત્ય અત્યાર લગી ભંડારોમાં અંધારામાં પડી રહ્યું હતું અને કેની નજરે પડતું નહિ, તે તેમને સહેલાઈથી ઉપલબ્ધ થયું. અને આ પ્રમાણે મળી આવેલી તકને તેમણે ખરેખર સદુપયોગ કર્યો હતો. આ શોધખોળના પરિણામે અનેક જુનાં અને મહત્વનાં પુસ્તક પ્રકાશમાં આવ્યાં છે, વળી એવું કેટલુંક અપભ્રંશ સાહિત્ય મળ્યું છે કે જે હિંદી, ગુજરાતી અને મરાઠી એ ત્રણે દેશી ભાષાઓની ઉત્પત્તિ અને ઇતિહાસ માટે જાણવા જેવી અને ઉપયોગી માહિતી પુરી પાડે છે. બારમા, તેરમા, અને ચેદમાં સેકાની જુની ગુજરાતી ભાષાના ગ્રંથો હાથ આવ્યા છે, જે અપભ્રંશમાંથી જુની ગુજરાતીને કેવી રીતે વિકાસ થયો, તેને બહુ સારે પુરાવો પૂરો પાડે છે અને ભાષાના સાહિત્યમાં તેમની પ્રાપ્તિ બેશક ઉપયોગી અને કિંમતી ગણાય. - આ હિલચાલનું એક વ્યાવહારિક પરિણામ એ આવ્યું છે કે, તેમના રિપોર્ટથી ખુશ થઈ, પાટણ ભંડારોમાંનાં પ્રાચીન ઐતિહાસિક પુસ્તકે, એક જુદી ગ્રંથમાળા તરીકે પ્રસિદ્ધ કરવા શ્રીમંત મહારાજા સાહેબની ખાસ આ જ્ઞા થઈ. “ગાયકવાડ પિય ગ્રંથમાળા ” ની પ્રસિદ્ધિ સંસ્કૃત સાહિત્યના તિહાસમાં એક અપૂર્વ બનાવ ગણાય અને વિદ્વાન વર્ગ તરફથી તેની યેગ્ય કદર થાય એ ખુશ થવા જેવું છે. પ્રસ્તુત ગ્રંથમાળામાં આજ દિન સુધીમાં સાત પુસ્તક પ્રસિદ્ધ થયાં છે અને બીજા તયાર થાય છે. આમાંનાં ત્રણ પુસ્તકે રાજશેખર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org