Book Title: Ambad Charitra Author(s): Jain Sansti Vanchanmala Publisher: Jain Sansti Vanchanmala View full book textPage 7
________________ અંબડ”ઉચ્ચાર થતાંજ રાજા અને આસપાસના સઘળા સભ્ય દિગમૂઢ જેવા બની ગયા ! દિશાઓના અંત સુધી જે પરાક્રમી અંબડ નરપતિના યશોગાન મુક્તકંઠે ગવાતાં હોય તેના નામથી કર્યો અભાગી છેક અજાણ હોય ? એ જ અંબડનો આ પ્રતાપી પુત્ર છે એમ છે એમ જાણતાં સિ સભાજને આ વૃતાન્ત સાંભળવા અધીરા બન્યા. “હે રાજન ! મારા પિતા અંબડ ક્ષત્રીય પ્રથમ તે બહુજ દરિદ્ર હતા. ધન કમાવા માટે ભાતભાતના મંત્ર, તંત્ર તથ ઓષધ વિગેરેને ઉપયોગ કરવા છતાં તેમનું જન્મદારિદ્રય દૂર ન થયું. ભમી ભમીને લગભગ આખી પૃથ્વી પગ નીચે કાઢી નાખી, પણ મનનાં મનોરથ ન ફળ્યાં. એક કવિએ કહ્યું છે તે અક્ષરશ, સત્ય છે કે अभ्यासकारिणी विद्या बुद्धिः कर्मानुसारिणी / दानानुसारिणी कीर्तिः लक्ष्मीः पुण्यानुसारिणी // અભ્યાસના પ્રમાણમાં વિદ્યા મળે, કર્મને અનુસરીને બુદ્ધિ ઉપજે, દાનની સાથે સાથે જ કીર્તિ પ્રસરે અને પુણ્ય કર્યા હોય તો જ લમી પોતે આવીને વરે. બહુ બહુ પ્રયતન કરવા છતાં મારા પિતાની ઉપર લક્ષ્મીની પ્રસન્નતા ન ઉતરી. આખરે તેમણે ધનગિરિ પર્વત ઉપર વાસ કરી રહેલાં ગોરખ ગિનીનો આશ્રય લીધે. એ યોગિનીની સલાહ અને મારા પિતાના પરાક્રમને લીધે અમારે ત્યાં અષ્ટ સિદ્ધિ ને નવ નિધિ આપમેળે આવી ઉતયાં. " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak TrustPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 157