SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ અંબડ”ઉચ્ચાર થતાંજ રાજા અને આસપાસના સઘળા સભ્ય દિગમૂઢ જેવા બની ગયા ! દિશાઓના અંત સુધી જે પરાક્રમી અંબડ નરપતિના યશોગાન મુક્તકંઠે ગવાતાં હોય તેના નામથી કર્યો અભાગી છેક અજાણ હોય ? એ જ અંબડનો આ પ્રતાપી પુત્ર છે એમ છે એમ જાણતાં સિ સભાજને આ વૃતાન્ત સાંભળવા અધીરા બન્યા. “હે રાજન ! મારા પિતા અંબડ ક્ષત્રીય પ્રથમ તે બહુજ દરિદ્ર હતા. ધન કમાવા માટે ભાતભાતના મંત્ર, તંત્ર તથ ઓષધ વિગેરેને ઉપયોગ કરવા છતાં તેમનું જન્મદારિદ્રય દૂર ન થયું. ભમી ભમીને લગભગ આખી પૃથ્વી પગ નીચે કાઢી નાખી, પણ મનનાં મનોરથ ન ફળ્યાં. એક કવિએ કહ્યું છે તે અક્ષરશ, સત્ય છે કે अभ्यासकारिणी विद्या बुद्धिः कर्मानुसारिणी / दानानुसारिणी कीर्तिः लक्ष्मीः पुण्यानुसारिणी // અભ્યાસના પ્રમાણમાં વિદ્યા મળે, કર્મને અનુસરીને બુદ્ધિ ઉપજે, દાનની સાથે સાથે જ કીર્તિ પ્રસરે અને પુણ્ય કર્યા હોય તો જ લમી પોતે આવીને વરે. બહુ બહુ પ્રયતન કરવા છતાં મારા પિતાની ઉપર લક્ષ્મીની પ્રસન્નતા ન ઉતરી. આખરે તેમણે ધનગિરિ પર્વત ઉપર વાસ કરી રહેલાં ગોરખ ગિનીનો આશ્રય લીધે. એ યોગિનીની સલાહ અને મારા પિતાના પરાક્રમને લીધે અમારે ત્યાં અષ્ટ સિદ્ધિ ને નવ નિધિ આપમેળે આવી ઉતયાં. " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036416
Book TitleAmbad Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Sansti Vanchanmala
PublisherJain Sansti Vanchanmala
Publication Year
Total Pages157
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size157 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy