________________ આવનાર પુરૂષની ચાલ અને દેખાવમાં કઇંક એવી વિશેષતા હતી કે રાજા વિક્રમસિંહ અને તેના દરબારીઓ એકી સે તેની સામે નીહાળી રહ્યા. આવનાર પુરૂષના અંગ ઉપર મુલાયમ વસ્ત્રોને લેશ માત્ર પણ ઠઠારો ન્હોતે. તેમ તેજસ્વી હીરા-માણિજ્યના અલંકારથી તેને દેહ ઝગમગતો ન્હોતો. છતાં એ બધી કત્રિમ કાંતિને કક્કી કરી નાખે એવી શાંત–સ્વાભાવિક પ્રભા તેના અંગે અંગમાંથી ઝરતી હતી. તેના વદન અને નયનમાં કુલીનતા ને ગર્ભ શ્રીમંતાઈના ભાવ તરવરતા હતા. અત્યારે જો કે એ પ્રભા અને કુલીનતા ઉપર ગરીબાઈનું આછું પડ આવી ગયું હતું, તે પણ બારીકીથી જેનાર જોઈ શકે કે આ ન આવનાર પુરૂષ, સંસારના કોઈ સામાન્ય વંશનો વારસદાર ન હતો. તે રાજા વિક્રમસિંહની બરાબર સામે આવી વિનીતભાવે ઉભો રહ્યો અને ભક્તિભાવ પૂર્વક હેજ શિર ઝુકાવ્યું, " . . . * “આપ આ દેશમાં નવા જ આવ્યા હો એમ લાગે છે. મારા ગ્ય કઈં કામકાજ ચીંધવું હોય તે ખુશીથી કહી ઘો.” રાજાએ પિતે જ આ નવા આવનાર પુરૂષને સત્કાર કરતાં એ પ્રમાણે મીઠાં વાક્ય ઉચ્ચાર્યો. અલબત્ત. આ દેશમાં હું ન જ છું, પણ કદાચ આપમાંના કેઈકે તે મારા પિતા અંબડ નરપતિનું નામ જરૂર સાંભળ્યું હશે. * . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust