________________ ? ગોરખ ગિનીએ સૂચવેલા માર્ગ અને તમારા પિતાએ દાખવેલાં પરાક્રમો જે આ સભાને કહી સંભળાવશે તે અમને આનંદ થશે એટલું જ નહીં પણ એ પુણ્યાત્મ અંબડ નરપતિના ગુણ સ્તવનથી અમે કૃતાર્થ થઈશું, " સભાના એક ઐઢ પુરૂષે અંબડ–પુત્ર કુરૂગક તરફ દષ્ટિપાત કરી, સભાજનોની વાંચ્છના પ્રદર્શિત કરી. હું એ જ વૃતાન્ત આપને કહેવા અહીં સુધી આ છું. એ વૃતાન્તના અંતે મારે જે કઈ આપની પાસે વિનતી કરવાની છે તે ત્યારબાદ કહીશ. અત્યારે તો મારા પિતા અંડરાજના થોડા અલૌકિક જીવન પ્રસંગે જ આપને સંભળાવીશ.” કુરૂબક એટલું કહેતાં કહેતાં રાજાની સામે સવિનય બેસી ગયો. અબડપુત્ર કુરૂકને કુદરતી રીતે જ વાણીની મીઠાશ વરી હતી. રાજાને અને તેની આસપાસના સભ્યોને પરમ ઉત્કંઠ નીહાળી તેણે પિતાના પિતાના પરાક્રમો એક એક કહેવા શરૂ કર્યા. અંબડના પરાક્રમી જીવનની અલૌકિક ઘટનાઓ સાંભળતાં શ્રોતાજનો રસના પ્રવાહમાં તણાવા લાગ્યા. પિતે એક રાજસભામાં બેઠા છે એ વાતનું તેમને સ્મરણ સરખું પણ ન રહ્યું. જાણે કે કઈ મનોહર દેવસૃષ્ટિમાં વિહરતા હોય એ પળે પળે આનંદ-આદ અનુભવવા લાગ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust