________________ પ્રથમ આદેશ ) ધનગિરિ નામના પર્વત ઉપર શ્રીગોરખ ગિની નામે એક ગીની વસે છે. મારા પિતા–અંબડ ક્ષત્રિયે એકદા તેમની પાસે જઈ બહુમાન પૂર્વક વંદન કર્યું. અંબડને વિનયપૂર્વક પોતાની સામે બેઠેલો નિહાળી ચેગિનીએ પૂછયું—“તમે કોણ છે? અને તમારો અહીં મારી પાસે આવવાને ઉદ્દેશ શું છે તે જણાવો.” - અંબડક્ષત્રિય મૂળથી જ ગરીબ હતા એ વાત તે તમે જાણો છોજ ધન-લક્ષ્મી–કીર્તિ વિગેરે શી રીતે પ્રાપ્ત કરવાં એ સિવાય તેમની બીજી એકે મુખ્ય અભિલાષા ન હતી. અંબડે કહ્યું:–“હે માતા! મારા મનોવાંછિત આપના વિના બીજું કઈ પુર્ણ નહીં કરે, તેથી જ આજે આપની પાસે આવી પ્રાર્થના કરવા માગું છું કે જે રસ્તે મને લક્ષ્મી પ્રાપ્તિ થાય એ રસ્તો બતાવો. લક્ષ્મી મેળવવાનો મને એકે રાજમાર્ગ હાથ લાગતો નથી. મારા ઘણા ઘણા દિવસો એજ મુંજવણમાં નીકળી ગયા. હવે કોઈપણ ઉપાયે હું લમીકીર્તિ આદિ જીવન સૌભાગ્ય પ્રાપ્ત કરૂં એજ અત્યારે તે મારૂં મુખ્ય કર્તવ્ય અને ધ્યાન-ધારણું બની રહ્યાં છે.”. ગિનીએ ઉત્તર આપે –“હે પુત્ર ! આ આખાયે ' જગતભરમાં તું જોઈ લે કે કોઈને પણ સાહસ, ઉદ્યમ કે પરા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust