Book Title: Ajab Jivanni Gajab Kahani
Author(s): Gunhansvijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 19
________________ ફાયદો મળે કે રોગ વધે નહિ, અટકે, ધીમે ધીમે ઘટે અને લાંબે ગાળે ખતમ થાય. આ એક નક્કર સત્ય છે. માટે જ, એક સેકંડના પણ સાચા સાધુપણાવાળા કુલ ભવો વધુમાં વધુ સાત કે આઠ જ થાય, સાતમા કે આઠમા ભવે તો એ સાચી સાધુતા ૧૦૦૦% મોક્ષ લાવીને જ જંપે. જ્યારે સાચા શ્રાવકપણાવાળા કુલ ભવો અસંખ્ય પણ થઇ શકે છે. (અસંખ્ય એટલે ? ચોથા કર્મગ્રન્થમાં દર્શાવેલ દૃષ્ટાન્ત દ્વારા દર્શાવાયેલી અતિ-અતિઅતિ વિરાટ સંખ્યા.) માટે જ સગુરૂની ખરેખર ઇચ્છા તો આ જ હોય છે કે “સંસારી જીવ સાચો સાધુ બની વહેલામાં વહેલી તકે નીરોગી બને.” જ્યાં એ શકય ન હોય, ત્યાં જ સશુરૂ એ જીવને શ્રાવકજીવનની ભેટ આપે. હવે આપણે એ જોઇએ કે “મોક્ષ શું છે ?' માણસ ખરેખર તો સ્વસ્થ-પ્રસન્ન રહેવાના જ સ્વભાવવાળો છે. પરંતુ શરીરમાં કોઇક ગરબડ ઊભી થઇ, એટલે એ ઝેરી મેલેરિયા વગેરે કોઇક રોગોનો ભોગ બનેલો છે. હવે એ જો હોસ્પીટલમાં દાખલ થઇને દવા લેવા માંડે, તો ધીમે ધીમે પેલો રોગ ઘટતો જાય ને ? ધીમે ધીમે સ્વસ્થતા-પ્રસન્નતા વધતી જાય ને ? રોગ વિચિત્ર હોવાથી એક ઝાટકે ખતમ ન પણ થાય. પણ ક્રમશઃ તો ખતમ થઇ જ શકે છે. જ્યારે એ રોગ સંપૂર્ણ ખતમ થાય ત્યારે માણસ પાછો સ્વસ્થ-નીરોગી-પ્રસન્ન બની રહે છે. એ જ રીતે આત્માનો મૂળ સ્વભાવ તો અનંતાનંત સુખનો ભોગવટો કરવાનો છે. અને એના માટે એને કષાયની જરૂર જ નથી, પરંતુ કર્મોના કારણે એ સ્વસ્થતા ઢંકાઇ ગઇ, જાતજાતના દોષો-દુઃખો ઉત્પન્ન થયા. હવે જો એ આત્મા દીક્ષા લઇને સુંદર મઝાના આચારો પાળે, તો એ દવાના પ્રભાવે એના દોષો ધીમે ધીમે ઘટવા માંડે, આત્માના સુખ-પ્રસન્નતા-સ્વસ્થતા ધીમે ધીમે વધવા માંડે....અને એક પળ એવી આવે કે તમામ દોષો ખતમ થાય અને આત્મા સંપૂર્ણ સ્વસ્થ, સંપૂર્ણ સુખી બને. બસ, પોતાના મૂળસ્વભાવની પ્રાપ્તિ એનું નામ જ મોક્ષ ! આખું જિનશાસન માત્ર ને માત્ર આ મોક્ષની પ્રાપ્તિ માટે જ છે. એની તમામ વ્યવસ્થાઓ મોક્ષને નજર સામે રાખીને જ કરવામાં આવી છે. ~ - ૪ - - જૈન સાધુ જીવન

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126